અમદાવાદ: રામોલ સામુહિક દુષ્કર્મ મામલે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ.કે. સિંઘ પાસે રિપોર્ટ માગ્યો છે.

SAMAY NEWS007  27 એપ્રિલ 2019

જ્યા સુધી શ્રી  શિવાનંદ ઝા  સાહેબ જેવા પ્રમાણિક અને નિષ્ઠાવાન અધિકારીઓ છે ત્યાં સુધી ન્યાયની આશા રાખી શકાય અને સૌને અને ખાસ કરીને મૃતક યુવતી ને જરૂર ન્યાય મળશે કે જયારે શ્રી ઝા સાહેબે જેવા જવાબદાર અધિકારી એ આ કેસ નો કાર્યભારસંભાળ્યો છે......


અમદાવાદ: રામોલ સામુહિક દુષ્કર્મ મામલે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ.કે. સિંઘ પાસે રિપોર્ટ માગ્યો છે. રામોલ પોલીસ કેસના તપાસ માટે અલગ-અલગ ત્રણ ટીમો બનાવાઈ છે. જેમાંથી બે ટીમ આરોપીની શોધખોળ કરશે અને 3જી ટીમ સાયન્ટિફિક પુરાવા મેળવવા અને હોટલ અને ગેસ્ટહાઉસની પણ તપાસ કરશે.
ગેંગરેપનો ભોગ બનેલી યુવતીનું ગઈકાલે મોત નીપજ્યું હતું: રામોલમાં સામૂહિક દુષ્કર્મની પીડિતાનું ગઈકાલે સીવીલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અગાઉ યુવતીએ મૃત બાળકને જન્મ આપ્યા બાદ ચાર યુવક સામે ફરિયાદ નોંધાવી હતી, તે સમયે પોલીસે મૃત બાળકનો ડીએનએ લીધો હતો અને તેને ચાર પૈકી ફરાર આરોપીનાં માતાપિતા સાથે મેચ કરાવ્યો હતો. બીજી તરફ યુવતી સવા મહિનાથી હોસ્પિટલમાં હતી. પ્રસૂતિ બાદ વધુ લોહી વહી જતાં તે સવા મહિનાથી એલજી હોસ્પિટલમાં દાખલ હતી. જોકે ગુરુવારે યુવતીના મોતના 24 કલાકમાં પોલીસે કેસમાં સંડોવાયેલા ચિરાગ વાઘેલા (રામોલ), અંકિત પારેખ (સરખેજ)ની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપી હાર્દિક શુક્લ અને રાજ હજુ ફરાર છે. ન્યાય માટે ઝઝૂમતી પીડિતાના મોત બાદ પોલીસે લીધેલાં ત્વરિત પગલાં ચર્ચાનો વિષય બન્યો છે.

શું છે કેસ?: રામોલની યુવતી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી જ્યાં તેની ઓળખાણ અંકિત પારેખ સાથે થઈ હતી. યુવતીને એટીકેટી આવતા અંકિત પાસ કરાવવાની લાલચ આપી ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો.ત્યાર બાદ યુવતી સાથે અન્ય ત્રણ યુવકે પણ દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ પીડિતાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. પોલીસે દાટી દેવાયેલા બાળકનો કબજો લઈ ડીએનએ મેચ કરવાની કાર્યવાહી કરી હતી, જેમાં સૌપ્રથમ શકમંદ આરોપી હાર્દિક શુકલ ન મળતા તેનાં માતાપિતાના ડીએનએ સાથે મેચિંગ કરાવ્યું હતું, પરંતુ તેમાં કોઈ ફળદાયી પરિણામ મળ્યું ન હતું.


Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.