પુત્રએ નજીવી બાબતમાં આવેશમાં આવીને માતાના માથામાં હથોડીના ઘા ઝીંકીને માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

SAMAY NEWS007  19 એપ્રિલ 2019

પ્રતિકાત્મક તસવીર

માએ જે પુત્રને જન્મ આપીને તેનું લાલન-પાલન કરીને તેને મોટો કર્યો હોય, તે જ પુત્રએ નજીવી બાબતમાં આવેશમાં આવીને માતાના માથામાં હથોડીના ઘા ઝીંકીને માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

સમગ્ર ઘટના સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલા ખોલવડ ગામની છે. જ્યાં અમૃત થોરી તેની 55 વર્ષની માતા મંગુબેન થોરી સાથે રહેતો હતો. આ માતા-પુત્ર મહારાષ્ટ્રના ધુલિયાથી ખોલવડ ગામમાં રહેવા માટે આવ્યા હતા. અંદાજિત એક અઠવાડિયા પહેલા આ માતા અને પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડો થવાનું મૂળ કારણ એ હતું કે, અમૃતને ઘરની બહાર સુવા માટે જવું હતું પરંતુ તેની માતાએ તેને બહાર સુવા જવા માટેની ના પાડી હતી. માતા-પુત્રના ઝઘડામાં પુત્રએ બાજુમાં પડેલી હથોડી લઇને માતાના માથાના ભાગે મારી દીધી હતી. ઘટના સમયે જ અમૃતની બહેન તેની માતાને મળવા માટે આવી હતી અને તે ભાઈને માતાને હથોડી મારતા જોઈ ગઈ અને બુમાબુમ કરવા લાગી. જેના કારણે અમૃત ઘરમાંથી ભાગી ગયો. અવાજ સાંભળીને આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને લોકોએ ઘાયલ થયેલા મંગુબેનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

આ ઉપરાંત ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને પુત્રની શોધખોળ શરૂ કરી હતી. બીજી બાજુ મંગુબેનનું સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. જેના કારણે કામરેજ પોલીસે અમૃત સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને અમૃતની શોધખોળ શરૂ કરી હતી. એક દિવસ પોલીસને બાતમી મળી હતી કે, પોલીસને હત્યારો અમૃત કામરેજ ચાર રસ્તા નજીક આવેલા બ્રીજ પાસે ફરી રહ્યો છે, જેના કારણે પોલીસે કામરેજ ચાર રસ્તા પાસે વોચ ગોઠવીને અમૃતની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી હતી

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.