જામનગર:એલસીબીની ટીમે દરોડો પાડયો હતો અને મહિલા સંચાલિત કુટણખાનું પકડી પાડયું હતું.


SAMAY NEWS007  18 એપ્રિલ 2019
 



જામનગર : જામનગર શહેરના આવાસ કોલોનીમાં લાંંબા સમયથી કુટણખાના ચાલતાં હોવાની ઉઠેલી ફરીયાદના આધારે આજે એલસીબીની ટીમે દરોડો પાડયો હતો અને મહિલા સંચાલિત કુટણખાનું પકડી પાડયું હતું. જેમાં ૪ મહિલાઓ સહિત ૧૦ શખસોને પકડી લેતાં લોકોના ટોળા જોવા માટે એકઠા થઈ ગયા હતાં.

 જામનગર શહેરના અંધાશ્રામ પાસે આવેલી આવાસ કોલોનીમાં રહેણાંક મકાનોમાં બહારથી માણસો બોલાવીને પોતાના ઘરમાં જ શરીર સંબંધ બાંધવાની સુવિધાઓ પુરી પાડીને દેહવિક્રિયનો ધંધો ચાલતો હોવાની અવાર-નવાર ફરિયાદો ઉઠે છે.
તેમજ થોડા મહિનાઓ પહેલા જ એક સતાધારી નગરસેવકે તે વિસ્તારના લોકોને સાથે રાખીને આવાસ કોલોનીમાં કુટણખાના બંધ કરાવવા એસ.પી.ને રજુઆત કરી હતી. જે બાદ પોલીસે એકાદ કુટણખાનું પકડી પાડયું છે.

 આજે ત્રણ મહિલાઓ રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવીને શરીર સંબંધ બાંધવાની તમામ સુવિધાઓ પુરી પાડીને કુટણખાનું ચલાવતાં હોવાની માહિતી પોલીસને મળી હતી. જે માહિતીના આધારે આજે બપોર પછીના સમયે એલસીબી પીએસઆઈ આર.બી.ગોજીયાએ સ્ટાફના વશરામભાઈ આહિર તેમજ મહિલા પોલીસ કર્મીઓને સાથે રાખીને રેઈડ કરવામાં આવી હતી.

 જેમાં કુંટણખાનામાંથી નીતાબેન મહેન્દ્રભાઈ વાળા, વિરલ મહેન્દ્રભાઈ વાળા, શોભનાબેન રામદેભાઈ બોખીરીયા, કિશન ભરતભાઈ ગઢવી, તારામતીબેન દિનેશરાય ભટ્ટ તથા ગ્રાહકો ઈમરાન ફારૂક વીરાણી, દેવશી નારણભાઈ બેલા, મયુરસિંહ બળવંતસિંહ જાડેજા, વિશાલ સુરેશભાઈ પરીયાણી ઝડપાયા છે. તેઓની અટકાયત કરીને પોલીસ સ્ટેશને લઈ જવાતાં એ વિસ્તારના લોકો જોવા માટે ટોળે વળ્યા હતાં. જ્યારે એલસીબીએ આ કુટણખાનાની મહિલાઓ સહિત ૧૦ શખસો સામે ગુનો નોંધ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણા સમયથી આ વિસ્તારમાં બહારથી મહિલાઓને બોલાવીને વ્યભીચાર ચાલી રહ્યો હોય તેની સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી.


Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.