Posts

શામળાજી પોલીસે અમદાવાદના શખ્સ ને વિદેશી દારૂના રૂ.૨૬૩૫૦/-ના જથ્થા સાથે રતનપુર ચેકપોસ્ટ નજીક થી ઝડપી પાડ્યો.

Image
SAMAY NEWS007  05 એપ્રિલ 2019 ભૂગર્ભ જતા રહેલા બુટલેગરો ફરીથી સક્રિય થતા નાના-મોટા વાહનો મારફતે વિદેશી દારૂ ઘુસાડાયા પ્રયત્નશીલ બન્યા છે. શામળાજી પોલીસે અમદાવાદના ગોતા વિસ્તારમાં કર્મચારી સોસાયટી ચાણક્યપુરી રહેતા સંજય પ્રભુદાસ ડામોર ને ઈન્ડિગો કારમાં વિદેશી દારૂના રૂ.૨૬૩૫૦/-ના જથ્થા સાથે રાજસ્થાન તરફથી પ્રવેશતો રતનપુર ચેકપોસ્ટ નજીક થી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. અરવલ્લી જિલ્લામાં એક બાદ એક દારૂના અડ્ડાઓ પર પોલીસની તરાપ જોવા મળી રહી છે તો બીજી બાજુ રાજસ્થાન સીમા પરથી દારૂ પકડવાની સીલસીલો યથાવત્ જ રહ્યો છે. રાજસ્થાન તરફથી આવતા વાહનોના સઘન ચેકિંગ દરમિયાન રાજ્યમાં ગેરકાયદેસર પ્રવેશ કરાવતા ભારતીય બનાવટનો વિદેશી દારૂને પોલિસે પકડી પાડ્યો છે. શામળાજી પોલિસ સ્ટેશનના પોલિસ સબ ઇન્સપેક્ટર કે. વાય. વ્યાસ અને તેમનો સ્ટાફ રાણપુર નજીક અણસોલ ગામની સીમ નજીક ચેકિંગ હતાં ત્યારે ટાટા ઇન્ડિયા કાર નંબર GJ 01 CT2508 નઈ તપાસ કરતા તેમાંથી દારૂની કુલ બોટલ 31 નંગ, દારૂની કુલ કિંમત રૂ.૨૬૩૫૦/- સહિત ગાડી અને એક મોબાઇલ ફોન સાથે આરોપી સંજયકુમાર પ્રભુદાસ ડામોર ને ઝડપી પાડી જ

  અમદાવાદની યુવતી ને ટીક ટોક ના માધ્યમ થી મુંબઈના યુવક સાથે મિત્રતા બંધાતા યુવકે મુંબઈ બોલાવી ગોંધી રાખી.

Image
SAMAY NEWS007  05 એપ્રિલ 2019 અમદાવાદ:  આલ્ફા વન મોલમાં નોકરી કરતી અને વસ્ત્રાપુર ગામમાં રહેતી કોમલને ટિકટોક દ્વારા મુંબઈમાં રહેતા આકાશ સાથે મિત્રતા બંધાઇ હતી. આકાશની બહેનના લગ્ન હોવાથી કોમલ મુંબઈ ગઇ હતી. પરંતુ ત્યાં ગયા પછી યુવાન અને તેના પરિવારના સભ્યોએ યુવતીને ગોંધી રાખી હતી. કોમલે પરિવારના સભ્યોને જાણ કરતા પરિવારે પોલીસની મદદથી તેને છોડાવી હતી.  વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી: આકાશનું આમંત્રણ મળતા કોમલ પરિવારને જાણ કરી તારીખ 23 એપ્રિલના રોજ મુંબઈ ગઇ હતી. પરંતુ આકાશના પરિવાર દ્વારા બળજબરી પૂર્વક ગોંધી રાખવાથી કોમલે વીડિયો કોલ મારફતે પોતાના પરિવારનો સંપર્ક કર્યો. ત્યારબાદ પરિવારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આકાશ અને તેના પરિવાર સામે ફરિયાદ નોંધાવી. શિવસેનાના કાર્યકરોની મદદ લીધી :  પોલીસે કોમલના મોબાઇલ પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. જેથી વસ્ત્રાપુરના PSI જી.આર.ભરવાડ બે મહિલા એએસઆઇની ટીમ સાથે નવી મુંબઇના શિવાજીનગર પાસે પહોંચી ગયા હતા. ગૂંપડપટ્ટીનો વિસ્તાર મોટો હોવાથી પોલીસને શોધખોળમાં મુશ્કેલીઓ ઉભી થઇ રહી હતી. જેથી તેમણે સ્થાનિક શિવસેનાના કાર્યકરોની

સુરત: અમરોલીમાં ડોર ટુ ડોર ગાર્બેજની ગાડીએ દોઢ વર્ષની બાળકીને ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું મોત નિપજ્યું હતું. 

Image
SAMAY NEWS007  05 એપ્રિલ 2019 સુરત: અમરોલીમાં ડોર ટુ ડોર ગાર્બેજની ગાડીએ દોઢ વર્ષની બાળકીને ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે અમરોલી પોલીસે ડોર ટુ ડોર ગાર્બેજની ગાડીના ડ્રાઇવરની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. જોકે, લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે, પાલિકાની ગાર્બેજ ટેમ્પાનો ચાલક દારૂના નશામાં હતો તેમજ કાનમાં ઇયરફોન નાખીને રફમાં ગાડી ચલાવતો હતો. અરોલી પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતા સંતોષભાઈ દેવીપૂજક લારી પર ભંગારની ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારે સવારે તેમની દોઢ વર્ષની પુત્રી અનન્યા અન્ય બાળકો સાથે ઘર નજીક રમતી હતી. દરમિયાન ત્યાં કચરો લેવા માટે આવેલી ગાર્બેજ કલેક્શનની ગાડીની અડફેટમાં આવી જતાં પટકાઈ હતી. જેથી ગંભીર રીતે ઘવાયેલી અનન્યાને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. અકસ્માતમાં માસુમ અનન્યાનું મોત નિપજ્યું હોવાની જાણ થતાં ગાર્બેજ કલેક્શન ગાડીનો ડ્રાઇવર સતીષ પ્રકાશ પાટીલ પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. બનાવ અંગે પોલીસે

ષડયંત્ર :4 શખ્સોએ ઓટો રિક્શામાંથી દારૂ ઉતારીને સ્કાય બ્લૂ ડિઝાઈનિંગ ઈન્સ્ટિટ્યૂટના સંચાલકની ગાડીમાં મૂકીને પોલીસને જાણ કરી .

Image
SAMAY NEWS007  04 એપ્રિલ 2019 અમદાવાદઃ  શહેરના સેટેલાઈટ વિસ્તારમાં સ્કાય બ્લૂ ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકને ફસાવવાનું ષડયંત્ર બહાર આવ્યું છે. 4 શખ્સોએ ઓટો રિક્શામાંથી દારૂ ઉતારીને સ્કાય બ્લૂ ડિઝાઈનિંગ ઈન્સ્ટિટ્યૂટના સંચાલકની ગાડીમાં મૂકીને પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસે રેડ કરતા કારમાંથી દારૂ ઝડપાયો હતો. પરંતુ આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરતા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેમાં ચાર શખ્સો સ્કાય બ્લૂ ડિઝાઇનિંગ ઇન્સ્ટિટયૂટના સંચાલકની કારમાં દારૂ મુકતા જોવા મળ્યા હતા. જેને પગલે પોલીસે ષડયંત્રકારીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાયરલ વિડીયો :પ્રેમનાં ખતરનાક સ્ટંટ દરમિયાન છોકરી બાઇકનાં બોનેટ પર છોકરાની આગળ આવીને ચુંબન કરી રહી છે.

Image
SAMAY NEWS007  04 એપ્રિલ 2019   વીડિયોમાંથી લીધેલી તસવીર ન્યૂઝ 18 ગુજરાતી :  દિલ્હીનાં વ્યસ્ત રસ્તાઓ પર એક કપલે જીવને જોખમમાં મુકીને પ્રેમનો જાહેરમાં દેખાવ કર્યો. પ્રેમનાં ખતરનાક સ્ટંટ દરમિયાન છોકરી બાઇકનાં બોનેટ પર છોકરાની આગળ આવીને ચુંબન કરી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ચોંકાવનારી વાત એ છે કે રસ્તા પર ઘણો જ ટ્રાફિક હતો. કિસ દરમિયાન છોકરો બાઇક પણ ચલાવી રહ્યો હતો. તેને ન તો કોઇ જોશે તેની ચિંતા હતી કે ન તો અથડાવવાની ચિંતા હતી. આ કપલે પશ્ચિમ દિલ્હીનાં રાજૌરી ગાર્ડનમાં સ્ટંટ કર્યો હતો. HGS Dhaliwal IPS@hgsdhaliwalips Need for new sections for #MV Act violations!! #Rajouri garden crossing. 545 9:43 PM - May 2, 2019 432 people are talking about this Twitter Ads info and privacy પોલીસ ઓફિસર એચસીજીએસ ધલિવાલે આ વીડિયોને ટ્વિટર પર પણ શેર કર્યો છે. જેમાં કેપ્શનમાં લખ્યું છે કે, રાજૌરી ગાર્ડન ક્રોસિંગની પાસેનો નજારો. મોટર વ્હિકલ એક્ટમાં નવા સેક્શનની જરૂર છે. વીડિયો પર લોકોનાં પ્રતિભાવ સોશિયલ મીડિયા પર ઘણ

અમદાવાદ: લગભગ 25 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલું વસ્ત્રાપુર તળાવ હાલ મેદાન બની ગયું છે.

Image
SAMAY NEWS007  04 એપ્રિલ 2019 અમદાવાદ:  લગભગ 25 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલું  વસ્ત્રાપુર તળાવ  હાલ મેદાન બની ગયું છે. તળાવમાં ટ્રિટમેન્ટ કરેલું પાણી ઠાલવવા મે-2018માં કોર્પોરેશને 90 લાખના ખર્ચે ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખ્યો હતો. વસ્ત્રાપુર તળાવ પહેલું એવું તળાવ છે જ્યાં આવો પ્લાન્ટ નખાયો હોય. તેનો હેતુ ટ્રિટ કરેલું પાણી તળાવમાં ઠાલવવાનો છે. પરંતુ મોટાભાગનું પાણી ગાર્ડનિંગ તેમજ અન્ય હેતુ માટે વપરાય છે. ઉનાળામાં પાણીનું બાષ્પીભવન થવા ઉપરાંત તળાવની ડિઝાઈનને કારણે મોટાભાગનું પાણી જમીનમાં ઉતરી જાય છે. તળાવનું તળિયું નવેસરથી ખોદાયું છે તેમજ તેના પર એક ફૂટથી વધુ ઊંડાઈનું માટીનું થર છે. માટે પાણી વહેતું નથી. તળાવની ઊંડાઈ 9 મીટર છે અને તેની ક્ષમતા 12 કરોડ લિટર પાણીની છે, પરંતુ ચોમાસા સિવાય તળાવ હંમેશાં સૂકુ રહે છે.

અમદાવાદ : શ્રમિકોના નામે થયુ છે મસમોટું કૌભાંડ સરકારના રૂપિયાને ખિસ્સા સેવતા આ કૌભાંડનો રેલો ભાજપના જ એક નેતા સુધી પહોંચ્યો છે.

Image
SAMAY NEWS007  04 એપ્રિલ 2019   મલાઇદાર કૌભાંડ ! અમદાવાદ  :  શ્રમિકોના નામે થયુ છે મસમોટું કૌભાંડ સરકારના રૂપિયાને ખિસ્સા સેવતા આ કૌભાંડનો રેલો ભાજપના જ એક નેતા સુધી પહોંચ્યો છે.  ગુજરાતમાં  શ્રમિકોના નામે મલાઇદાર કૌભાંડ સામે આવ્યું છે. શ્રમિકોના આવાસના નામે કરોડોની કટકી થઇ છે. કોણ છે આ કટકીબાજ ? એક જાણીતી મીડિયા એ સમગ્ર મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યું છે.  સરકારના રૂપિયે ચાલતા આ કૌભાંડનો રેલો પહોંચ્યો છે. શ્રમયોગી કલ્યાણ બોર્ડના ચેરમેન ડો. અનિલ પટેલ સુધી. અનિલ પટેલ પર આક્ષેપ થયો છે કે તેમણે ચેરમેન બન્યા બાદ અસંખ્ય કોન્ટ્રાક્ટની લ્હાણી પોતાના મળતિયાઓને કરી છે.. જયારે ન્યૂઝ 18ની ટીમે આ સમગ્ર મુદ્દે જાત તપાસ કરી ત્યારે ઉડી ને આંખે વળગે તેવો એક વિશેષ કોન્ટ્રાક્ટ ધ્યાનમાં આવ્યો છે. સામાન્ય રીતે શ્રમિકોને રહેવા માટેની વ્યવસ્થા પૂરી પાડવાની જવાબદારી બાંધકામ સાઇટના બિલ્ડરની હોય છે. છતાં શ્રમયોગી કલ્યાણ બોર્ડે રાજ્યની વિવિધ બાંધકામ સાઇટો પર હંગામી આવાસો બનાવવા મસમોટો કોન્ટ્રાક્ટ આપી દીધો હતો. ડો. અનિલ પટેલ ઉન્નતિ એન્જિનિયર્સને 4200 હંગામી આવાસો બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો