પ્રગતિનગરમાં સેન્ટ્રલ એક્સાઇઝ સ્ટાફ ક્વાર્ટર્સના એક ફ્લેટમાંથી જીએસટીની મહત્ત્વની ફાઇલો ચોરાઈ ગઈ

SAMAY NEWS007   24 એપ્રિલ 2019

પ્રગતિનગરમાં સેન્ટ્રલ એક્સાઇઝ સ્ટાફ ક્વાર્ટર્સના એક ફ્લેટમાંથી જીએસટીની મહત્ત્વની ફાઇલો ચોરાઈ ગઈ છે. આ ફ્લેટ જીએસટીનો સ્ટોર રૂમ હતો અને જીએસટીને લગતી હજારો ફાઇલો રાખી હતી. તેમાંથી અમુક ફાઇલોની ચોરી થઈ હોવાથી કોઈ વેપારીએ અથવા તો સ્ટાફ મેમ્બરે ઇરાદાપૂર્વક ચોરી કરાવી હોવાની શંકાના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. 

જીએસટીના ઝોનલ યુનિટના ઇન્ટેલિજન્સ વિભાગમાં ડેપ્યુટી ડિરેક્ટર યોગેશ પાંડુરંગ ઉંડેએ નારણપુરા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, સેન્ટ્રલ એક્સાઇઝ કોલોનીના એમ-37 બ્લોકના ફ્લેટ નંબર-220 જીએસટી વિભાગ સ્ટોર રૂમ તરીકે ઉપયોગ કરે છે. 

20 એપ્રિલે સવારે પ્રેમચંદ જૈન નામના કર્મચારીએ યોગેશભાઈને કહ્યું કે, સ્ટોર રૂમનું તાળું તૂટેલું છે અને દરવાજો ખુલ્લો છે. યોગેશભાઈએ તપાસ કરી તો સ્ટોર રૂમમાં રાખેલી હજારો ફાઇલોમાંથી ઘણી વેરવિખેર પડી હતી. જ્યારે કેટલીક ફાઇલો ચોરાઈ હતી. 

અહીં રેકર્ડની દેખરેખ માટે ધર્મેન્દ્ર યાદવ ઇન્સ્પેક્ટર તરીકે છે. તેમની સાથે અશ્વિન સોલંકી નામનો કર્મચારી પણ હતો. યોગેશભાઈએ અશ્વિનની પૂછપરછ કરતા તે 18 એપ્રિલે સવારે 10 વાગ્યે સ્ટોર રૂમ પર આવ્યો હતો અને સાંજે 5 વાગ્યે તાળું મારીને ગયો હતો. 19 એપ્રિલે રજા હતી. 20મીએ સવારે 10 વાગ્યે જોયું તો તાળું તૂટેલું હતું. 

કોની ફાઈલો હતી તેની જાણ નથી 

યોગેશ ઊંડેએ ફાઇલો તેમ જ ડોક્યુમેન્ટ ચોરાયા હોવાની ફરિયાદ નોંધાવી છે, પરંતુ ફાઇલો કઈ હતી, કેટલી હતી તેમજ કયા વેપારીની હતી તે જણાવ્યું નથી. તેઓ રેકર્ડ ચેક કરે છે પછી જ ચોક્કસ વિગતો જાણી શકાશે ,જે. આર. પટેલ, પીઆઈ, નારણપુરા 

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.