અમદાવાદમાં મણિનગર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૨ પર પાણીનું કુલર બંધ પડયું છે તો બીજી તરફ ફૂટ ઓવરબ્રિજનો શેડ જર્જરિત થઇ ગયો છે. 



- સ્ટેશન પર પીવાના પાણીના કુલર પણ બંધ પડયા છે

- પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને રજૂઆત કરાઇ, મુસાફરોના હિતમાં જોખમી શેડ ઉતારી લેવા માંગ

SAMAY NEWS007  28 એપ્રિલ 2019


અમદાવાદમાં મણિનગર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૨ પર પાણીનું કુલર બંધ પડયું છે. જેને લઇને ઉનાળાની આ ગરમીમાં મુસાફરોએ પાણી માટે ફાંફા મારવા પડી રહ્યા છે. બીજી તરફ ફૂટ ઓવરબ્રિજનો શેડ જર્જરિત થઇ ગયો છે. જે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જી શકે તેવી શક્યતા જોવાઇ રહી છે. મુસાફરોના હિતમાં આ જોખમી શેડ તાત્કાલિક દુર કરવાની માંગણી ઉઠવા પામી છે.

 પશ્ચિમ રેલવેના ઝેડઆરયુસીસીના સભ્યોએ તાજેતરમાં મણિનગર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. જેમાં આ ક્ષતિઓ બહાર આવવા પામી હતી. આ મામલે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
મુંબઇ તરફથી આવતી ટ્રેનોને લઇને મણિનગર રેલવે સ્ટેશન સતત વ્યસ્ત રહે છે. રોજના હજારો મુસાફરોની અવર-જવરવાળા આ સ્ટેશન પર પીવાના પાણીનું કુલર પણ છેલ્લા કેટલાક દિવસોથી બંધ હાલતમાં પડયું છે.જેને લઇને આ ગરમીમાં મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે. મુસાફરોનેેે શુદ્ધ પીવાના પાણી જેવી પાયાની સુવિધાનો પણ આ રેલવે સ્ટેશન પર અભાવ જોવા મળી રહ્યો છે.
મુંબઇમાં રેલવેના ફૂટ ઓવરબ્રિજ તૂટી પડવાની ભૂતકાળની ઘટનાઓનું મણિનગર રેલવે સ્ટેશન ઉપર પુનરાવર્તન થવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. બીઆરટીએસ રૂટ તરફના ફૂટ ઓવરબ્રિજ જર્જરીત હાલતમાં પડયો છે. તેના પતરા તૂટી ગયા છે. જોખમી રીતે લબડી રહ્યા છે. જે મોટો અકસ્માત સર્જી શકે તેવી સંભાવના છે.


Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.