લગ્નની લાલચ આપીને તેની સાથે અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યાની ફરિયાદ મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

SAMAY NEWS007  22 એપ્રિલ 2019

અમદાવાદ: શહેરના ઠક્કરનગરમાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી એક પરિણીતા તેમજ 1 દીકરાની માતાને સરખેજમાં રહેતા "તન્વીર મલેક" નામના શખ્સે લગ્નની લાલચ આપીને તેની સાથે અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યાની ફરિયાદ મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

 પરિણીતા પોતાના દિકરાના એડમિશન માટે પ્રયત્નો કરી રહી હતી તે સમયે તેની મુલાકાત તન્વીર મલેક સાથે થઈ. તન્વીરે પોતે બોપલમાં રહે છે અને તે પરિણીતાના દિકરાનું એડમિશન કરાવી આપશે એમ કહી તેની સાથે પ્રેમ સંબંધો બાંધી પરિણીતાના ઘરે તેમજ જુદી જુદી હોટેલ ગેસ્ટ હાઉસમાં લઇ જઇને શારીરિક સબંધ બાંધ્યા હતા.
તન્વીરે પરિણીતાને સમજાવી ફોસલાવીને તેના પતિ સાથે ડિવોર્સ કરાવી દીધા અને તેના ખાનગી ફોટા અને વીડિયો ઉતારીને અવાર નવાર તેને મળવા અને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરતો હતો. અંતે પરિણીતાએ કંટાળીને પોલીસ સ્ટેશનમાં તન્વીર સામે ફરિયાદ નોંધાવી. હાલમાં તન્વીર ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.