એક પતિને છોડીને દિયર સાથે રહેતી મહિલાના ચહેરા ઉપર તેના પ્રેમીએ તેજાબ છાટી ભાગી ગયાની ઘટના બની છે.

SAMAY NEWS007   19 એપ્રિલ 2019

સુરત જિલ્લો સ્ત્રીઓ માટે સેફ ઝોન રહ્યો એવું
કહેવું મુશ્કેલ છે, રોજ રોજ સુરત માં કોઈ ને કોઈ
કારણ સર સ્ત્રીઓ કોઈપણ કારણ શિકાર બનતાં
કિસ્સા વધતાં જ જાય છે,સુરત ને કયા સીટી નુ ઉપનામ આપવુ જોઈએ........

સુરત જિલ્લામાં આવેલા કડોદરા નગર સ્થિત એક પતિને છોડીને દિયર સાથે રહેતી મહિલાના ચહેરા ઉપર તેના પ્રેમીએ તેજાબ છાટી ભાગી ગયાની ઘટના બની છે.

મળતી માહિતી પ્રમાણે કડોદરા સ્થિત શાંતિનગરમાં આવેલા સંતોષ પ્રજાપતિના મકાનમાં રહેતી 32 વર્ષીય સુનીતાદેવી રામરાજ મિશ્રા જે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સુનિતાદેવી છેલ્લાં 7 વર્ષથી તેના પતિને છોડીને તેના કૌટુંબિક દિયર સત્યજીત વિક્રમાજીત મિશ્રા સાથે પતિ પત્ની તરીકે રહેતા હતા. ત્યારબાદ થોડા દિવસ અગાઉ સુનિતાદેવીને અન્ય કોઇ પુરુષ સાથે પ્રેમ સંબંધ હોવાનો વહેમ રાખી સત્યજીત મિશ્રાને છોડીને તેની પ્રથમ પ્ની સાથે રહેવા ચાલ્યો હતો. હતો.

ત્યારે સુનિતાદેવીએ સત્યાજીત મિશ્રાને શાંતિથી રહેવા દેવા માટે પણ આજીજી કરી હતી. જેથી સત્યજીતને આ વાતની અદાવત રાખી સુનિતાદેવી કડોદરા સીએનજી પંપ પાસે નેશનલ હાઇવના સર્વિસ રોડ ઉપરથી પસાર થતી હતી. ત્યારે સત્યજીત તેણીના ચહેરા ઉપર તેજાબ નાખી ત્યાંથી નાસી છૂટ્યો હતો.

આ ઘટનામાં સુનિતાદેવી ગંભીર રીતે દાજી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. સુનિતાદેવીનો મોઢાનો મોટો ભાગ દાઝી ગયો હતો. સુનિતાદેવીએ સત્યજીત સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.