પરિણીતા પર તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરવા મામલે વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. થોરાળા પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી હતી.

SAMAY NEWS007  28 એપ્રિલ 2019

પ્રતિકાત્મક તસવીર

રાજકોટ:
શહેરના પેડક રોડ પાસેના વિસ્તારમાં રહેતી અને પતિ સાથે અણબનાવને કારણે રિસામણે આવેલી પરિણીતા પર તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી લીંબડી પંથકમાં લઈ જઈ દુષ્કર્મ આચરવા મામલે યાસીન મહેબૂબ બેલીમ(૨૪) વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. થોરાળા પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી હતી.
૨૩ વર્ષીય પરિણીતાએ થોરાળા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ચાર વર્ષ પહેલાં તેના લગ્ન થયા હતા. તેને દોઢ વર્ષનો દીકરો છે. તાજેતરમાં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલા તેના સગા ભાઈનો મિત્ર લીંબડી(જિ.સુરેન્દ્રનગર)નો વતની યાસીન ગંજીવાડામાં રહેતા તેના મામા અબ્દુલભાઈના ઘરે આવતો ત્યારે પરિણીતાના માવતરના ઘરે પણ જતો હતો. 

યાસીન તેને સંબંધ રાખવા માટે કહેતો. મહિલાએ તેને એકાદવાર પોતાનો ફોટો પણ આપ્યો હતો. આ ફોટો પતિને તેમજ અન્ય જગ્યાએ બતાવીને બદનામ કરવાની ધમકી આપી તે શરીર-સંબંધ રાખવાની પણ માગણી કરવા લાગ્યો.
'હું તારા વિના નહીં જીવી શકું, સંબંધ નહીં રાખે તો શરીરે કાપા મૂકીને હું મરી જઈશ.' એમ કહીને 'તારા દીકરાને મારી નાખીશ એવી' ધમકી પણ આપતો હતો. ગત તા.૬ના રાત્રે તેણે ફોન કરીને 'તૈયાર રહેજે, હું લેવા માટે આવું છું.' કહીને તે બાઈક લઈને આવ્યો. 

ગ્રીન લેન્ડ ચોકડીએ બાઈક મિત્રને આપીને બન્ને બસમાં બેસીને વહેલી સવારે લીંબડી પહોંચ્યા. ત્યાંથી પનાર ગામે યાસીનના ફુવા સૈયફના ઘરે ગયા. ત્યાં ૩ દિવસ રોકાઈને યાસીનેધમકી આપીને મહિલા પર ૪ વખત દુષ્કર્મ આચર્યું. ત્યાંથી તે મહિલાને ખારાઘોડા રહેતા સંંબંધીના ઘરે લઈ ગયો. જ્યાં પાંચેક વખત તેણે બળજબરી કરી હતી. બાદમાં તે મહિલાને લઈને પાછો લીંબડી પહોંચ્યો, અને પોતાના ઘરે તેણે દશેક વાર મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. 
એ અરસામાં તા.૨૫ના રોજ પરિણીતાની માતાએ થોરાળા પોલીસમાં અરજી કરી હોવાથી પોલીસ અને પરિવારજનો તેને લેવા માટે લીંબડી પહોંચ્યા. અહીં આવ્યા બાદ પરિવારજનો તથા સામાજિક કાર્યકરે આપેલી હિંમતથી મહિલાની બીક દૂર થઈ અને તેણે શુક્રવારે સાંજે થોરાળા પોલીસમાં યાસીન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. 

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.