અમદાવાદ | શાહઆલમમાં અગાઉની અદાવત રાખી 3 લોકોએ એક યુવકની હત્યાનો પ્રયાસ કર્યો હતો.


અમદાવાદ : શાહઆલમમાં અગાઉની અદાવત રાખી 3 લોકોએ એક યુવકની હત્યાનો પ્રયાસ કર્યો હતો. 3 લોકોએ ભેગા થઇને છરી વડે હુમલો કરતા ઇસનપુર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. યુવક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 
યુવક ઈજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ 
શાહઆલમ મુસામિયાની ચાલીમાં રહેતા 38 વર્ષીય મોહંમદ ક્લીમ ઉર્ફે કલીમ ભૈયા પઠાણ સાવરણીની દુકાન ધરાવે છે. તેમણે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં બશીર અબ્દુલ ક્યુમ શેખ, રફિક ઉર્ફે વેપારી અબ્દુલ ક્યુમ શેખ (બન્ને રહે. અમ્મા મસ્જિદની સામે, ઇસનપુર) અને ફારુક અબ્દુલ ક્યુમ શેખ(રહે.બોમ્બે હોટેલ, દાણીલીમડા) સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાવ્યો હતો. 

ફરિયાદ અનુસાર, મોહંમદ ક્લીમ સવારે 11 વાગે ઘરેથી શાહઆલમ ચોકીદાર બાવાની દરગાહ ખાતે આવેલા ત્યાંથી 12 વાગે તેઓ ચાલતા ચંડોળા મહેબૂબભાઇના પાર્કિંગ તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન બશીર અબ્દુલ ક્યુમ શેખ નાનો તેમની પાસે આવ્યો હતો અને કહેવા લાગેલો કે, ‘તું કેમ મારી સાથે ઝઘડો કરે છે? આજે હું તને નહી છોડું’ કહી ગાળાગાળી કરવા લાગ્યો હતો. એ દરમિયાન બશીરના ભાઇ રફીક અને ફાકુક અબ્દુલ ત્યાં આવી ગયા હતા. રફીક પાસે રહેલી છરી તેમને મારી દીધી હતી. જેને પગલે મોહંમદ ક્લીમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. પોલીસે 3 સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.