ગેંગરેપની પીડિત યુવતીને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી જ્યાં કિડની ઉપર ગંભીર અસર થતાં મોડી રાત્રે મોત થયું હતું.

SAMAY NEWS007  26 એપ્રિલ 2017

તસવીર

C  cbvr vbe4 

અમદાવાદ:એક મહિના જેટલો સમય પસાર થઈ ગયો હતો છતાં પોલીસ એક પણ આરોપી ના પકડી શકે એ માટે પોલીસ ની કામગીરી પર શંકા વ્યકત થઈ રહી, કારણ કે રેપ કરનાર આરોપી રીઢા ગુનેગારો નથી કે તેઓ ભૂગર્ભમાં ચાલ્યા જાય, આમાં પોલીસ ની સાઠગાંઠ ની ગંધ આવી રહી છે એવી ચર્ચાઓ એ વેગ પકડયો છે, અને વધુ માં ડોક્ટર ની બેદરકારી એ પણ શંકા  ને સ્થાન આપ્યુ છે, બેદરકારી અથવા કોઈ કાવતરું....

અમદાવાદમાં એક યુવતી ઉપર ગેંગરેપ થયાની ઘટના બની  હતી. ગેંગરેપની પીડિત યુવતીને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી જ્યાં કિડની ઉપર ગંભીર અસર થતાં મોડી રાત્રે મોત થયું હતું. જોકે, આ અંગે પીડિતાના પિતા ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ કરી રહ્યા છે. આ ઉપરાંત ચારે યુવકોએ પુત્રી તાબે ન થતાં ઢોર માર માર્યાનો પણ આક્ષેપ કર્યો છે. સાથે સાથે ન્યાય મળે તેની આશા પણ રાખી રહ્યા છે.

પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે, પીડિતા તાબે ના થતાં તેને માર મારવામાં આવ્યો હતો. પીડિતાએ અમને કંઇ જ જણાવ્યું જ ન્હોતું. પત્ની બીમાર હોવાથી તેનામાં જ ધ્યાન હતું અને આખી ઘટના બની ગઇ હતી. હાર્દિક, ચિરાગ, રાજ અને અનિકેત ચાર નામ આપ્યા છે. અનિકેત એ એબીવીપીનો કાર્યકર્તા છે. સરકરાનું બેટી બચાવો બેટી પઢાઓ સુત્ર નથી, મારી બેટીને મારી નાખી છે. ડોક્ટરોની બેદરકારીના કારણે મારી દીકરીને કિડનીની બીમારી થઇ ગઇ હતી. મને શાંત્વના મળે કે મારી છોકરીને માટે ન્યાય મેળવ્યો આવી હું અરજ કરું છું.

ડીસીપી ઝોન-5 અક્ષયરાજ મકવાણાનુ કહેવુ છે કે પિડિતા સાથે વારવાંર ગેંગરેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને જેની પહેલા તેને કેફી પીણુ પિવડાવી બેહોશ કરી દેવામાં આવતુ હતુ. મળતી માહિતી પ્રમાણે યુવતિ શહેરની એક કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને જેમાં તેને એટીકેટી આવતા તે ફોર્મ ભરવા ગઈ હતી ત્યારે એક યુવકે તેને એટીકેટીમાં પાસ કરી દેવાની ખાતરી આપી તેની સાથે મિત્રતા કેળવી હતી અને ત્યાર બાદ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

નોંધનીય છે કે એક યુવકે પહેલા આ યુવતિ સાથે બળાત્કાર કર્યો ત્યાર બાદ બીજા ત્રણ યુવકો આ યુવતિને એટીકેટીમાં પાસ કરાવી દેવાની વાત કરી તેને અલગ-અલગ જગ્યાએ લઈ જઈ ગેંગ રેપ કર્યો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે યુવતિને ગર્ભવતી પણ બનાવી દીધો હતો અને જેથી યુવતિ હાલ શારિરીક અને માનષિક રીતે અસ્વસ્થ હતી.

ઉલ્લેખનિય છે કે, અમરાઇવાડી વિસ્તારમાં રહેતી ૨૦ વર્ષીય યુવતીના મામલે નોંધાયેલી ફરિયાદ મુજબ, આઠેક માસ અગાઉ તેને કોલેજમાં એટીકેટી આવી હતી. જેથી તેના સંપર્કમાં હાર્દીક, અનિકેત, ચિરાગ અને રાજ નામના શખ્સો આવ્યા હતા. આ ચારે શખ્શોએ યુવતીને એટીકેટીનું ફોર્મ ભરી આપવા અને એટીકેટીમાંથી પાસ કરી આપવાની લાલચ આપી હતી.

લાલચ આપી યુવતીને પહેલી વખત કેફી પીણું પીવડાવી ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ ગુજાર્યો હતો. બાદમાં બ્લેકમેઇલ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું આરોપીઓએ ભેગા મળી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતુ. દુષ્કર્મ આચરતા યુવતીને ગર્ભ રહી ગયો હતો અને આઠ માસ બાદ મૃત બાળકનો જન્મ થતાં મામલો બહાર આવ્યો હતો.

ફરિયાદ નોંધાયાના એક મહિનાથી વધુ સમય થઇ ગયો હતો છતાં પોલીસ એક પણ આરોપી પકડી શકી નથી. ઉચ્ચ અધિકારીઓ પણ જાણે આ કેસમાં આરોપીઓને છાવરી રહ્યા હોવાની ચર્ચા પોલીસ બેડામાં ઉઠવા પામી હતી.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.