અલગ-અલગ બેઠકો પર ખાનગી સર્વે કરતી હોય છે જેમાં કોંગ્રેસ 5-6 સીટો પર જીત મેળવી શકે તેવી વાત સામે આવી રહી છે

SAMAY NEWS007  17 એપ્રિલ 2019

અમદાવાદઃ લોકસભા 2019 ચૂંટણી માટે ગુજરાતમાં 23 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. ગુજરાતમાં 2014માં ભાજપે 26-26 બેઠકો પર કબ્જો મેળવી લીધો હતો અને કોંગ્રેસ એક પણ સીટ મેળવી શકી નહી પરંતુ આ ચુંટણીમાં કોંગ્રેસને કેટલીક સીટો મળી શકે તેવા તારણો સામે આવી રહ્યા છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સ્ટેટ આઈબી પણ પોતાની રીતે અલગ-અલગ બેઠકો પર ખાનગી સર્વે કરતી હોય છે જેમાં કોંગ્રેસ 5-6 સીટો પર જીત મેળવી શકે તેવી વાત સામે આવી રહી છે સાથો સાથ સટ્ટા બજારમાં પણ ક્યાંકને ક્યાંક કોંગ્રેસને છ સીટો મળી શકે તેવો માહોલ બની રહ્યો છે.


સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અને એક અધિકારીના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ આ વખતે આણંદ,બારડોલી,પાટણ,અમરેલી અને સુરેન્દ્રનગર સીટ પર જીત મેળવી શકે છે ત્યારે બનાસકાંઠા,જુનાગઢ સહિત અન્ય બેઠકો પર ભાજપને ટક્કર આપી શકે છે. ત્યારે હાલ તો આ માત્ર એક તારણ અને ખાનગી સર્વે છે પરંતુ ખરેખર કોંગ્રેસ કેટલી સીટો જીતવામાં સફળ થાય છે તે તો 23 મેના રોજ પરિણામ બાદ બહાર આવી શકે તેમ છે.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.