અમૃતસરથી દિલ્હી જતી ઈંડિગોની ફ્લાઇટમાં પાયલટે એર હોસ્ટેસ સાથે છેડછાડ કરી હોય એવી એક ઘટના બહાર આવી

SAMAY NEWS007  25 એપ્રિલ 2019

અમૃતસરથી દિલ્હી જતી ઈંડિગોની ફ્લાઇટમાં પાયલટે એર હોસ્ટેસ સાથે છેડછાડ કરી હોય એવી એક ઘટના બહાર આવી છે. ફ્લાઇટમાં ડ્યૂટી કરી રહેલ એક એર હોસ્ટેસે પાયલટ પર એવો આરોપ લગાવ્યો છે, તેની સાથે છેડછાડ કરવામાં આવી છે. હોસ્ટેસે એવો આરોપ લગાવ્યો છે કે, ફ્લાઇટ અમૃતસરથી ટેક ઓફ થઈ તેના થોડા જ સમય બાદ પાયલટે તેને કોકપિટમાં બોલાવી હતી.

કોકપિટમાં બોલાવી તેની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યે. તેને ખરાબ ઇરાદાથી સ્પર્ષવામાં આવી અને સેલ્ફી લેવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો. ફ્લાઇટ દિલ્હી લેન્ડ થઈ ત્યારબાદ એર હોસ્ટેસે તેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી. પોલીસે આરોપી પાયલટ વિરૂદ્ધ છેડતીનો કેસ નોંધ્યો છે.

એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, એર હોસ્ટેસે તેની ફરિયાદમાં જણાવ્યું છે કે, પાયલટ કોકપીટમાં તેની સાથે જબરજસ્તી કરી રહ્યો હતો. જેનો વિરોધ દર્શાવતાં તેણે પાયલટને ગાલ પર એક લાફો પણ મારી દીધો હતો. માંડ-માંડ તે કોકપિટમાંથી બહાર નીકળી ગઈ અને યાત્રીઓની આસપાસ જ રહી.

આ ઘટના બાદ એ કોકપિટમાં ન ગઈ. તેણે આ વાત ફ્લાઇટની બીજી એર હોસ્ટેસને પણ જણાવી. પોલીસ બધા જ આરોપો વિશે તપાસ કરી રહી છે. ત્યારબાદ જ પાયલટ વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવશે.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.