જાણો વાંચો શું છે સત્ય હકીકત :બોલીવુડ એક્ટ્રેસ સની લિયોની અને ક્રિકેટર વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

SAMAY NEWS007  24 એપ્રિલ 2019

બોલીવુડ એક્ટ્રેસ સની લિયોની અને ક્રિકેટર વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સની લિયોની અને વિરાટ કોહલી એક સાથે જોવા મળી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો આઇપીએલ મેચ શરૂ થવાના એક કલાક પહેલાનો છે.

વીડિયો સામે આવ્યા બાદ અનેક પ્રકારના સવાલો ઉભા થઇ રહ્યાં છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો પર પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. રવિવારે હૈદરાબાદ અને બેંગલોર વચ્ચે સાંજે મેચ રમાઇ. મેચના થોડા સમય પહેલાં જ વિરાટને આ રીતે જોઇને તેના ફેન્સ પણ દંગ રહી ગયાં છે.

જ્યારે આ વીડિયોને ધ્યાનથી જોવામાં આવ્યો ત્યારે સામે આવ્યું કે આ શખ્સ વિરાટ કોહલી નથી. પરંતુ આ તેની જેવો જ દેખાતો અન્ય વ્યક્તિ છે. વિરાટ જેવા જ દેખાતા આ વ્યક્તિને જોઇને ફેન્સ પણ વિચારતા થઇ ગયા હતા. જણાવી દઇએ કે તાજેતરમાં જ સની લિયોનીનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે કેક ચોરી કરતાં જોવા મળી રહી હતી.

સની લિયોનીએ ઇન્સ્ટાગ્રામ પર એક નવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સની લિયોની કેક ચોરી કરતાં નજરે પડી રહી છે. સનીએ આ વીડિયો પોતાના ઑફિશિયલ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો સાથે સનીએ કેપ્શનમાં લખ્યું છે કે, હું કામ દરમિયાન ખૂબ મસ્તી કરૂ છું. તેમ છતાં મારી ટીમ મને કેકનો એક ટુકડો પણ નથી આપતી. મારી ટીમ કેક લઇ જાય છે અને પોતે જ ખાઇ જાય છે. તે મને ઑફર પણ નથી કરતાં.

આ વીડિયોમાં જોઇ શકાય છે કે સની કેકના અનેક ટુકડા ઉઠાવીને પોતાના બેગમા મુકી દે છે પરંતુ સની ઝડપાઇ જાય છે. પકડાઇ જતાં સની કહે છે કે, તેમની સાથે કામ કરનારા ઘણી મહેનતથી કામ કરે છે પરંતુ તેના માટે કેક નથી રાખતાં.

જણાવી દઇએ કે તાજેતરમાં જ સનીએ એક ચેટ શૉમાં જણાવ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેના કોઇ સારા મિત્રો નથી. તેણે શૉમાં જણાવ્યું કે ફિલ્મી દુનિયાના લોકો સૌથી ખરાબ હોય છે. જરૂરિયાતના સમયે તમારી સાથે કોઇ ઉભુ નથી હોતુ.સનીએ જણાવ્યું હતું કે કેટલાંક લોકો સિવાય તેને કોઇએ સપોર્ટ કર્યો ન હતો. તેણે કહ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોથી તેને કોઇ આશા નથી તેથી તે ક્યારેય નિરાશ નથી થતી.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.