પત્નીને મારા ઘરે શોધવા કેમ આવ્યો તેમ કહી માથાના ભાગે કુહાડી ઝીંકી દેતા ઇજાગ્રસ્તનું ગંભીર ઈજાને પગલે ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

SAMAY NEWS007  21 એપ્રિલ 2019

પ્રતિકાત્મક તસવીર

ભરૂચ તાલુકાના કરમાડ ગામના વહાલુ ફળિયા માં યુવકે સામે રહેતા યુવક ને તેના ઘરે જઈ તારી પત્નીને મારા ઘરે શોધવા કેમ આવ્યો તેમ કહી માથાના ભાગે કુહાડી ઝીંકી દેતા ઇજાગ્રસ્તનું ગંભીર ઈજાને પગલે ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ ઘટનામાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

ભરૂચ તાલુકાના કરમાડ ગામના વહાલો ફળિયામાં રહેતા નરેન્દ્ર ભાઈ ઉર્ફે મુન્નો કરશન વસાવા ફળિયામાં રહેતા કમલેશભાઈ માનસિંગભાઈ વસાવાના ઘરે જઈ કમલેશ ભાઈને નરેન્દ્ર ઉર્ફે મુન્નાએ જણાવ્યું કે તું તારી પત્નીને શોધવા મારા ઘરે કેમ આવ્યો તેમ કહી ઉશ્કેરાઈ જઈ નરેન્દ્ર ઉર્ફે મુન્ના એ પોતાના હાથમાં રહેલી કુહાડી કમલેશ વસાવાના ડાબા કાનની પાછળના માથાના ભાગે ઘા ઝીંકી દેતા કમલેશ વસાવા ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો અને ગંભીર ઇજાને કારણે કમલેશ વસાવાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

આ બનાવની જાણ મરનારની પત્નીએ તાલુકા પોલીસને કરતા પોલીસ કાફલાએ ઘટનાસ્થળે દોડી આવી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર હત્યારા નરેન્દ્ર ઉર્ફે મુન્નો કરશન વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.


Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.