Posts

Showing posts from April, 2019

પીએસઆઈ સહિતના પોલીસ કાફલા પર ટોળાએ પ્રાણઘાતક હિાથયારો વડે હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Image
SAMAY NEWS007  01 એપ્રિલ 2019 ભુજ: વાગડ પંથકમાં કાયદો અને વ્યવસૃથાની પરિસિૃથતિ કાથળી રહી છે, બુટલેગરો ખુલ્લેઆમ દાદાગીરી પર ઉતરી આવે છે. ત્યારે રાત્રિ દરમિયાન આવી જ એક ઘટના બનવા પામી હતી. આડેસર પીએસઆઈ સહિતના પોલીસ કાફલા પર ટોળાએ પ્રાણઘાતક હિાથયારો વડે હુમલો કરચા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં બે ઈસમોની ધરપકડ કરાઈ છે. જાણવા મળતી વિગતો મુજબ આડેસર પાસે આવેલ નવરંગ હોટલ નજીક પરબત મોતી કોલી ગેરકાયેસર દારૃનો જથૃથો રાખીને વેંચાણ કરે છે તેવી બાતમીના આાધારે પોલીસ સૃથળ ઉપર પહોંચી હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભાણજીભાઈ રામજીભાઈ, મગનભાઈ રૃપશીભાઈ, કાંતિસિંહ ઓખાજી, દીપાભાઈ અમરાભાઈ જીપ નંબર જી.જે.૧ર જી.એ.૧૩ર૩માં સવાર હતા ત્યારે સૃથળ ઉપર દરોડો પાડતાં દારૃના ભરેલા ર૦ લીટરના ક્ષમતાવાળા કેરબા દિનેશ કોલી પાસેાથી મળી આવ્યા હતા. તેને પકડવા જતાં કુટુંબના સાત સભ્યોએ પ્રાણઘાતક હિાથયારો ધારણ કરીને પોલીસની ફરજમાં રૃકાવટ ભરીને લાકડી, ધારીયા, કુહાડીથી હુમલો કર્યો હતો અને દારૃને નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ ભાણજીભાઈને દિનેશે ધારીયા વડે મારમાર્યો હતો. તેમજ મગનભાઈને રાણીબેન, આશા

વિધાનસભા સત્રમાં ચેઈન સ્નેચિંગની સજામાં વધારો કરવાનું બિલ પસાર કર્યું હતું,જેને આજે રાજ્યપાલ ઓ.પી.કોહલીએ મંજૂર કરી દીધુ છે.

Image
SAMAY NEWS007  30 એપ્રિલ 2019 રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા માટે 2019ના વોટ ઓન એકાઉન્ટ્સ સત્રમાં ચેઈન સ્નેચિંગ ગુનાને અંકુશમાં લેવા માટે વધુ કડક સજાની જોગવાઈ કરાઈ હતી. આ માટે આઈપીસીમાં નવી કલમો ઉમેરવામાં આવી હતી. આ બિલને વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું. રાજ્યપાલની મંજૂરી બાદ રાષ્ટ્રપતિને મોકલાયું હતું, જેમણે આ બિલને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ હવે આ નવી જોગવાઈઓ કાયદામાં ઉમેરાઈ જશે. રાજ્યમાં મહિલાઓના મંગળસુત્ર, ચેઈન અને કિંમતી ઘરેણા ઝુંટવી લઈને ભાગી જવાની ઘટના અવાર-નવાર બનતી હોય છે, પરંતુ આ પ્રકારના ગુનામાં પકડાઈ ગયા બાદ હળવી સજાની જોગવાઈ હોવાના કારણે ગુનેગારો બેફામ બન્યા હતા. આથી, રાજ્ય સરકારે આ પ્રકારના ગુનામાં કડક અને આકરી સજાની જોગવાઈ કરીને રાજ્યની મહિલાઓને સુરક્ષા પુરી પાડવાની એક પહેલ કરાઈ હતી. રાજ્યમાં ચેઈન સ્નેચિંગની ઘટનાઓ વધતા રાજ્ય સરકારે ગુનેગારોને કડક સજા થાય તે માટે ગત વિધાનસભા સત્રમાં ચેઈન સ્નેચિંગની સજામાં વધારો કરવાનું બિલ પસાર કર્યું હતું. જેને આજે રાજ્યપાલ ઓ.પી.કોહલીએ મંજૂર કરી દીધુ છે. હવેથી ચેઈન સ્નેચિંગ કરનાર આરોપીને ૧૦ વર્ષની સજા અને ૨૫ હજારનો દંડ કરવામા

બહેન સાથે અનૈતિકસંબંધ ની આશંકામાં ભાઈએ યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જાણવા મળ્યું છે.

Image
S AMAY NEWS007  30 એપ્રિલ 2019 સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલા દયાળજી બાગ નજીક મોડી રાત્રે રોડ પરથી લોહીલુહાણ હાલતમાં મળી આવેલા યુવાનને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અને તપાસમાં બહેન સાથે અનૈતિકસંબંધની આશંકામાં ભાઈએ યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સલાબતપુરા રેશમવાડ કબ્રસ્તાન પાસે મોહમ્મદ ખલીલ ગુલામ બહાદુર શેખ(ઉ.વ.૩૯) પરિવાર સાથે રહેતો હતો. ગત રોજ રાત્રે નાનપુરા દયાળજી બાગ નજીક તેને ૧૦થી ૧૨ જેટલા ચપ્પુના ઘા માર્યા હતા. ત્યારબાદ માથા પર લાકડાના ફટકાના ઘા મારી ભાગી ગયા હતા. દરમિયાન રાહદારીઓને લોહીલુહાણ હાલતમાં મળી આવતા ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.  ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અને વધુ તપાસ હાથ ધરી હતી. હત્યા કર્યા બાદ આરોપી સીધો જ સલાબતપુરા પોલીસ મથકે હાજર થયો હતો. જ્યાંથી તેને અઠવા લાઇન્સ પોલીસને સોંપ્યો હોવાનું જાણવા મળ્ય

બનાસકાંઠાના લાખણી તાલુકામાં વધુ એક પ્રેમીનો મુંડન વાળો વીડિયો વાયરલ થયો

Image
SAMAY NEWS007  30 એપ્રિલ 2019  બનાસકાંઠાના લાખણી તાલુકામાં વધુ એક પ્રેમીનો મુંડન વાળો વીડિયો વાયરલ થયો છે. પ્રેમિકાને મળવા આવેલ પ્રેમીનું મુંડન કરાયું હતુ. પ્રેમિકાને મળવા જવાનું પ્રેમીને ભારે પડ્યું. સ્થાનિક સુત્રોએ જણાવ્યુ હતુ કે થરાદના તાલુકાનો યુવક લાખણી તાલુકામા પરિણીત પ્રેમિકાને મળવા આવ્યો હતો. યુવતીના સાસરીયા પક્ષના લોકોએ પ્રેમી યુવકનું મુંડન કર્યુ હતું. મુંડન બાદમામલો બિચક્યો હતો પરંતુ સમાજના અગ્રણીઓએ દરમયાનગીરી કરતા મામલો થાળે પડ્યો હતો.

ક્રાઈમ બ્રાંચે ઝૂબેર પઠાણને મુરઘો બનાવી ગુનાની કબૂલાત કરાવી હતી.

Image
SAMAY NEWS007  29 એપ્રિલ 2019 વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડેન્ટ પર એસિડ એટેકનો હુમલો કરવાની ધમકી આપનાર ઝૂબેર પઠાણની પોલીસે ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાંચે ઝૂબેર પઠાણને મુરઘો બનાવી ગુનાની કબૂલાત કરાવી હતી. ક્રાઈમ બ્રાંચ સમક્ષ ઝૂબેર પઠાણને કબૂલ્યું હતું કે તે યુનિવર્સીટીમાં હોબાળો નહીં કરું અને છોકરીઓની છેડતી કરીશ નહીં. ઘટના અંગે વાત કરીએ તો વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીનાં વાઈસ પ્રેસિડેન્ટ સલોની મિશ્રા અને અન્ય વિદ્યાર્થિનીઓને એસિડ નાખવાની ધમકી મળ્યાની ફરિયાદ નોંધાવી હતી. ઝૂબેર પઠાણ સહિત આઠ આરોપીઓએ ગેરકાયદે મંડળી બનાવીને ધમકી આપી હતી .

અમદાવાદ: રામોલમાં રહેતી યુવતી પર થયેલા ગેંગરેપની ઘટનામાં હવે સ્ટુડન્ટ પોલિટિક્સ શરૂ થયું છે.

Image
SAMAY NEWS007  29 એપ્રિલ 2019 હાલ આ કેસ તાજો છે, ત્યાં સુધી થોડા દિવસ સામાજિક કાર્યકર અને પોલીસ અને તેને લાગતાં વળગતા અધિકારી ઓ પોતે જવાબદારી પૂર્વક કામ કર્યુ છે, તેનો મનમાં અહેસાસ કરશે,પછી જેમ જેમ દિવસો જશે તેમ તેમ બધાં આ કેસ ને ભુલી જશે,   પણ ખરેખર સાચો અહેસાસ ત્યાંરે જ થશે કે જયારે આ કેસ નાં લાગતા-વળગતા આરોપીઓને સજા મળશે અને પીડિતાને ન્યાય મળશે. અમદાવાદ:  રામોલમાં રહેતી યુવતી પર થયેલા ગેંગરેપની ઘટનામાં હવે સ્ટુડન્ટ પોલિટિક્સ શરૂ થયું છે. આરોપી અંકિત પારેખ ABVP અને સંધનો કાર્યકર હોવાનું NSUI જણાવી રહ્યું છે. જ્યારે ABVP અંકિત પારેખ પોતાનો કાર્યકર ન હોવાનું જણાવી રહ્યું છે. NSUIના નેતા સુભાન સૈયદે જણાવ્યું હતું કે અંકિત પારેખ ABVPનો કાર્યકર છે અને સોશિયલ મીડિયાના ABVPના કાર્યક્રમમાં હાજર હોવાના ફોટા પણ છે. ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર સજાગ બન્યું:  આરોપી અંકિત પારેખ ગુજરાત યુનિવર્સિટીની સ્કૂલ ઓફ સાયન્સમાં હંગામી કર્મચારી તરીકે નોકરી કરતો હતો. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હિમાંશુ પંડ્યાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અંકિતને કેમ્પસમાં આવવા પર પ્રતિંબધ મુકવામાં આવ્યો છે. યુનિવર્

મહિલા લેસ્બિયન સંબંધ બાંધવા કહેતી હતી ,મનમાં લાગી આવતા ગળેફાંસો ખાદ્યો હતો.

Image
SAMAY NEWS007  29 એપ્રિલ 2019 પ્રતિકાત્મક તસવીર અમદાવાદ:  બહેરામપુરામાં રહેતી 17 વર્ષીય પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સગીરાના સામેના મકાનમાં રહેતી 50 વર્ષીય મહિલા છેલ્લા 1.5 વર્ષથી મિત્રતા બાંધવાનું કહેતી હતી. અને જો મિત્રતા ન બાંધે તો કોઈનું ઘર માંડી લે તેવું કહેતા સગીરાના મનમાં લાગી આવ્યું અને તેને ગળેફાંસો ખાદ્યો હતો. દાણીલીમડા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે. સગીરાને મનમાં લાગી આવતા આપઘાત: બહેરામપુરામાં રહેતી 17 વર્ષીય સગીરા તેના પરિવાર સાથે રહેતી હતી. તેના ઘરની સામે 50 વર્ષીય મહિલા રહે છે. દોઢ વર્ષથી મહિલા સગીરાને તેની સાથે મિત્રતા બાંધવા માટે વાંરવાર દબાણ કરતી હતી. પરંતુ સગીરા તેની સાથે મિત્રતા કરવા તૈયાર ન હતી. ગઈકાલે સવારે મહિલા સગીરાના ઘર સામે મન ફાવે તેવું બોલવાનું ચાલુ કર્યું હતું. તેણે સગીરાને કહ્યું હતું કે તુ મારી સાથે ફ્રેન્ડશીપ કરી લે નહિંતર કોઈની સાથે ઘર માંડી લે તેવું કહ્યું હતું. આ રીતે બોલાચાલી કરતા સગીરાને મનમાં લાગી આવ્યું હતું અને તેને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

એક અમદાવાદી યુવકે પોતાની ગર્લફ્રેન્ડ હોવાનું તેના પરિવાને ઈ-મેમોથી ખબર પડી તે બદલ ટ્વીટ કરીને અમદાવાદ પોલીસનો આભાર માન્યો હતો.

Image
SAMAY NEWS007  29 એપ્રિલ 2019 અમદાવાદ:  સામાન્ય રીતે ટ્વીટર લોકો પોલીસને ફરિયાદો અને સલાહસૂચન કરતા હોય છે અને સારી વસ્તુ માટે ક્યારેક આભાર પણ વ્યક્ત કરતા હોય છે. પરંતુ એક અમદાવાદી યુવકે પોતાની ગર્લફ્રેન્ડ હોવાનું તેના પરિવાને ઈ-મેમોથી ખબર પડી તે બદલ ટ્વીટ કરીને અમદાવાદ પોલીસનો આભાર માન્યો હતો. થોડા દિવસ પહેલા યુવકના ઘરે ટ્રાફિક વિભાગનો ઈ-મેમો આવ્યો હતો. તેના માતા-પિતાએ જોતા સ્ટોપલાઈન ભંગનો ઈ-મેમો હતો, અને તેમના પુત્રના વ્હીકલ કોઈ યુવતી બેઠેલી હતી. યુવક જ્યારે ઘરે આવ્યો ત્યારે તેના માતા-પિતાએ ઈ-મેમો બતાવ્યો હતો. ત્યારે યુવકે પોતાની ગર્લફ્રેન્ડ હોવાનું જણાવ્યું હતું. આ બાબતે યુવકે ડૉ. વિપુલ અગ્રવાલ (જોઈન્ટ સીપી એડમિનિસ્ટ્રેશન) અને અમદાવાદ પોલીસને ટેગ કરીને ટ્વીટ કર્યું હતું કે મને મેલથી ઈ-મેમો મળ્યો છે. અને મેમોના ફોટોમાં હું અને મારી ગર્લફ્રેન્ડ છીએ જે અંગે મારા માતા-પિતાને જાણ ન હતી, પરંતુ આ ઈ-મેમોથી તેમને પણ ખબર પડી ગઈ છે. જે બદલ હું આભાર માનું છું.

મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા આઇપીએલમાં દંડાયો ,કેમ જાણો.

Image
SAMAY NEWS007  29 એપ્રિલ 2019 મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા આઇપીએલમાં દંડાયો છે. કોલકત્તા નાઇટ રાઇડર્સ સામેની મેચમાં 34 રને હારનો ભાર ઝીલી રહેલા રોહિતને વધુ એક ફટકો પડ્યો છે. મેચ દરમિયાન રોહિત શર્માએ એક મોટી ભૂલ કરી દીધી હતી. ખરેખર, રોહિત શર્મા જ્યારે આઉટ થયો ત્યારે તે પેવેલિયન જઇ રહ્યો હતો, આ સમયે તેને પોતાનું બેટ સ્ટમ્પ પર ફટકાર્યુ અને બેલ્સ નીચે પાડી દીધા હતા. કારણ કે તે એમ્પાયરના નિર્ણયથી નાખુશ હતો. હૈરી ગર્નીના બૉલ પર એલબીડબલ્યૂ આઉટ થયા બાદ રોહિતે આ હરકત કરી હતી. જેના કારણે આઇપીએલે કાર્યવાહી કરતાં મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન પર મેચ ફીનો 15 ટકા દંડ ફટકારાયો હતો. તેના પર આઇપીએલની આચાર સંહિતાના 2.2ના લેવલ 1 અંતર્ગત આરોપ લગાવવામાં આવ્યો હતો.

મજુર વસાહતમાં બાર ધોરણ પાસ સખ્સ જાહેરમાં દર્દીઓ સાથે ખિલવાડ કરતો એસઓજી પોલીસના હાથે પકડાયો છે.

Image
SAMAY NEWS007  29 એપ્રિલ 2019 જામનગર:  હાલારમાં અનેક બોગસ ડોક્ટર્સ બેધડક પ્રેક્ટિસ કરી જનઆરોગ્ય સાથે ચેડા કરતા આવ્યા છે પોલીસ કે આરોગ્ય તંત્ર ત્યાં દરોડો પાડે તો બીજા જ દિવસે આ જ ઘોડા ડોક્ટર પ્રેક્ટીસ કરવા લાગે છે. કાયદાની છટકબારીનો ઉપયોગ કરી બોગસ ડોકટરો બેફામ બની જતા આવ્યા છે. ત્યારે એસઓજીએ રિલાયન્સ કંપની પાસે આવેલ મજુર વસાહતમાં બાર ધોરણ પાસ સખ્સ જાહેરમાં દર્દીઓ સાથે ખિલવાડ કરતો એસઓજી પોલીસના હાથે પકડાયો છે. જામનગર નજીકની રિલાયન્સ કંપનીના મજુર વસહાત પાસેથી જામનગર એસઓજી એ પેટ્રોલિંગ દરમિયાન કોઈ ડીગ્રી વગર આમ જનતાના આરોગ્ય સાથે ખુલ્લે આમ છેડછાડ કરી રહેલા શુફ્લ સુનીલ મંડલ નામનો સખ્સ આબાદ પકડાઈ ગયો હતો. કોઈ પણ ડીગ્રી વગર આ સખ્સ પતરાની કેબીનમાં સ્થોસ્કોપ અને બીપી માપવામાં મશીન તથા અલગ અલગ પ્રકારની દવાઓ સહીત રૂપિયા ૨૧૨૭નો મુદ્દામાલ મળી આવ્યો હતો.  પોલીસ આ સખ્સની અટકાયત કરી મેઘપર પોલીસ દફતરમાં ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરી ધરપકડ કરી હતી. મૂળ પશ્ચિમ બંગાળનો આ સખ્સ માત્ર ૧૨ ધોરણ સુધી ભણેલો હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહી એસઓજી ઇન્ચાર્જ પીઆઈ વીવી વાગડિયા સહિતન

પરિણીતા પર તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરવા મામલે વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. થોરાળા પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી હતી.

Image
S AMAY NEWS007  28 એપ્રિલ 2019 પ્રતિકાત્મક તસવીર રાજકોટ: શહેરના પેડક રોડ પાસેના વિસ્તારમાં રહેતી અને પતિ સાથે અણબનાવને કારણે રિસામણે આવેલી પરિણીતા પર તેના પુત્રને મારી નાખવાની ધમકી આપી લીંબડી પંથકમાં લઈ જઈ દુષ્કર્મ આચરવા મામલે યાસીન મહેબૂબ બેલીમ(૨૪) વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. થોરાળા પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી હતી. ૨૩ વર્ષીય પરિણીતાએ થોરાળા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ચાર વર્ષ પહેલાં તેના લગ્ન થયા હતા. તેને દોઢ વર્ષનો દીકરો છે. તાજેતરમાં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલા તેના સગા ભાઈનો મિત્ર લીંબડી(જિ.સુરેન્દ્રનગર)નો વતની યાસીન ગંજીવાડામાં રહેતા તેના મામા અબ્દુલભાઈના ઘરે આવતો ત્યારે પરિણીતાના માવતરના ઘરે પણ જતો હતો.  યાસીન તેને સંબંધ રાખવા માટે કહેતો. મહિલાએ તેને એકાદવાર પોતાનો ફોટો પણ આપ્યો હતો. આ ફોટો પતિને તેમજ અન્ય જગ્યાએ બતાવીને બદનામ કરવાની ધમકી આપી તે શરીર-સંબંધ રાખવાની પણ માગણી કરવા લાગ્યો. 'હું તારા વિના નહીં જીવી શકું, સંબંધ નહીં રાખે તો શરીરે કાપા મૂકીને હું મરી જઈશ.' એમ કહીને 'તારા દીકરાને મારી નાખીશ એવી' ધમકી પણ આપતો હતો. ગત તા.૬ના રાત્રે તેણે ફોન કર

સતત પરાજય છતાં કાંગ્રેસમાં આપખુદશાહી ચૂંટણી સમયે નિરસ અને નિષ્ક્રીય હોવાનું આગેવાનોનું તારણ,કોંગ્રેસ ના હારવાનું કારણ હાર્દિક પટેલ રહેશે લોકોમાં ચર્ચા.

Image
SAMAY NEWS007  28 એપ્રિલ 2019 લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસમાં પક્ષ વિરોધી કામ કરનારા સામે પાર્ટી એક્શન લેવાના મૂડમાં આવી છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ ગુજરાતની તમામ ૨૬ લોકસભા ચુંટણી પર પ્રચાર કામગીરીની મે મહિનાના પહેલા અઠવાડિયામાં સમીક્ષા કરવાના છે. જેમાં કયા નેતાઓએ કેટલી સભા કરી, કેટલું કામ કર્યુ. તેનો રિપોર્ટ માંગવામાં આવશે. કોંગ્રેસે પક્ષ વિરોધી કામ કરનારા 30થી વધુ લોકોને સસ્પેન્ડ કરવાનું પણ મન બનાવી દીધું હોવાનું મનાય છે. અમદાવાદ સહિત અનેક જગ્યાઓએ કોંગ્રેસના નેતાઓ ઘરમાં બેસી રહ્યા હતા. તો ભાજપને બંધ બારણે મદદ કરી હોય તેવા નેતાઓ સામે પગલાં લેવાનું લગભગ નક્કી કર્યુ છે. કમળમાં પણ કકળાટ સામે આવ્યો છે. ધારાસભ્યો અને હોદેદારો નિષ્ક્રીય રહ્યાં છે. સતત પરાજય છતાં કાંગ્રેસમાં આપખુદશાહી ચૂંટણી સમયે નિરસ અને નિષ્ક્રીય હોવાનું આગેવાનોનું તારણ આંતરિક વિખવાદને કારણે એકતાનો અભાવ સ્થાનિક નેતાઓની પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ હાઈકમાન્ડમાંથી ચૂંટણી ફંડ આવ્યું પણ ખર્ચાયુ નહી બૂથ પાસે કાંગ્રેસનું ટેબલ મુકવાના પણ પૈસા ન આપ્યા મતદાનના દિવસે મોટાભાગના ધારાસભ્યો – હોદેદારો ઘરે બેસી રહ્

તારા પતિ સાથે કોઇ પણ જાતની વાતચીત કરવી નહીં અને દરરોજ રાતે 10 થી 11 એમ 1 જ કલાક એકાંત માણવાનો, છોકરા પેદા કરવા જ તારા લગ્ન કરાવ્યા છે.

Image
SAMAY NEWS007  28 એપ્રિલ 2019 અમદાવાદ:  ‘લગ્ન કરીને સાસરીમાં આવેલી નવવધુને સાસુએ બોલાવીને કહી દીધુ કે, તારે તારા પતિ સાથે કોઇ પણ જાતની વાતચીત કરવી નહીં અને દરરોજ રાતે 10 થી 11 એમ 1 જ કલાક એકાંત માણવાનો, છોકરા પેદા કરવા જ તારા લગ્ન કરાવ્યા છે. મને 1 જ મહિનામાં રિઝલ્ટ જોઇએ. સીટીએમ વિસ્તારમાં રહેતા મીનિષા(30) ના લગ્ન 19 એપ્રિલ 2016માં વસ્ત્રાલમાં રહેતા જિજ્ઞેશ સાથે થયા હતા. હજુ તો મીનિષા લગ્ન કરીને સાસરીમાં આવી તેની સાથે જ સાસુએ તેને બોલાવીને કહી દીધું હતું કે તારે રોજ રાતે 1 જ કલાક તારા પતિ સાથે એકાંતની પળ માણવાની છે. સાસુએ જલ્દી બાળક લાવી દેવાની વાત કરી હોવાથી તેઓ બાળકની ઘેલછામાં આવું બોલ્યા હોવાનું માનીને મીનિષાએ તેમની વાતને બહુ ગંભીરતાથી લીધી ન હતી. 11 મહિના બાદ મીનિષાની કુખે દીકરીનો જન્મ થતા સાસરી પતિ, સાસુ, સસરા અને નણંદ દહેજ બાબતે, ઘરકામ બાબતે તેમજ નાની નાની બાબતે શારિરિક - માનસિક ત્રાસ આપીને હેરાન પરેશાન કરતા હતા. સાસરિયાઓના ત્રાસથી ઘણી બધી વખત મીનિષા રિસાઈને પીયર આવી જતી હતી પરંતુ સાસરીવાળા આવીને સમજાવતા હોવાથી મીનિષા તેમની સાથે સાસરીમાં જતી રહેતી હતી. પરંતુ સાસરી પક્ષના ચારેય

અમદાવાદમાં મણિનગર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૨ પર પાણીનું કુલર બંધ પડયું છે તો બીજી તરફ ફૂટ ઓવરબ્રિજનો શેડ જર્જરિત થઇ ગયો છે. 

Image
- સ્ટેશન પર પીવાના પાણીના કુલર પણ બંધ પડયા છે - પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને રજૂઆત કરાઇ, મુસાફરોના હિતમાં જોખમી શેડ ઉતારી લેવા માંગ SAMAY NEWS007  28 એપ્રિલ 2019 અમદાવાદમાં મણિનગર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ૨ પર પાણીનું કુલર બંધ પડયું છે. જેને લઇને ઉનાળાની આ ગરમીમાં મુસાફરોએ પાણી માટે ફાંફા મારવા પડી રહ્યા છે. બીજી તરફ ફૂટ ઓવરબ્રિજનો શેડ જર્જરિત થઇ ગયો છે. જે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જી શકે તેવી શક્યતા જોવાઇ રહી છે. મુસાફરોના હિતમાં આ જોખમી શેડ તાત્કાલિક દુર કરવાની માંગણી ઉઠવા પામી છે.  પશ્ચિમ રેલવેના ઝેડઆરયુસીસીના સભ્યોએ તાજેતરમાં મણિનગર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. જેમાં આ ક્ષતિઓ બહાર આવવા પામી હતી. આ મામલે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. મુંબઇ તરફથી આવતી ટ્રેનોને લઇને મણિનગર રેલવે સ્ટેશન સતત વ્યસ્ત રહે છે. રોજના હજારો મુસાફરોની અવર-જવરવાળા આ સ્ટેશન પર પીવાના પાણીનું કુલર પણ છેલ્લા કેટલાક દિવસોથી બંધ હાલતમાં પડયું છે.જેને લઇને આ ગરમીમાં મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે. મુસાફરોનેેે શુદ્ધ પીવાના પાણી જેવી પાયાની સુવિધાનો પણ આ રેલવે સ્ટેશન

મિત્રો આજે અમે તમને એક એવી મહિલા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમણે ભારતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત મહિલા ફાંસી આપવામાં આવશે .

Image
SAMAY NEWS007  28 એપ્રિલ 2019 મિત્રો હરકોઈ માણસ બેટી બચાવો બેટી પઢાઓ ની વાતો કરી રહ્યા છે, પરંતુ એવી વ્યક્તિઓ પણ છે જે બેટી શબ્દ ને કલંકિત કરી દે છે. આવા મામલાઓ સામે આવ્યા બાદ લોકો એવું કહે છે કે બેટી સે બચાવો. મિત્રો આજે અમે તમને એક એવી મહિલા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમણે ભારતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત મહિલા ફાંસી આપવામાં આવશે આ મહિલાનું પાપ જાણી ને તેમના ગામના મુસ્લિમ સમાજ માં પણ તેની તરફ ખૂબ જ નફરત થઈ ગઈ છે. અને એમનું નામ એટલું બધું કલંકિત થઈ ગયું છે કે તે નામ પણ હવે કોઈ પોતાની દીકરીનું રાખતા નથી. મિત્રો અમે વાત કરી રહ્યા છીએ અમરોહા ગામની રહેવાસી શબનમ વિશે. જેમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. મિત્રો વાત જાણે એમ હતી કે આ શબનમ નામની મહિલા એક છોકરાને પ્યાર કરતી હતી. એ છોકરો ખૂબ જ ગરીબ હતો. અને આ તરફ શબનમ નો પરિવાર શ્રીમત હતો. આ શબનમના પરિવારે શબનમને ખૂબ જ સમજાવી કે તે પોતાના પ્રેમી થી દૂર રહે. આ વાતથી નારાજ થઈને શબનમ અને તેમના પ્રેમી સલીમે શબનમ ના આખાયે આખા પરિવારની હત્યા કરી નાખી. અને ત્યારબાદ સબનમે શોર મચાવ્યો અને લોકોને જણાવ્યું કે હું બાથરૂમમાં હતી અને કોઈ કે મારા પરિવારની હત

અગાસી ઉપર સફાઇ કરવાના બહાને મોકલી એકલતાનો લાભ લઇ સ્કુલની અગાસીમાં વિધાર્થીની સાથે દુષ્કર્મ કરનાર શિક્ષક ઝડપાયો.

Image
SAMAY NEWS007  28 એપ્રિલ 2019 ગઇ તારીખ ૦૨/૦૪/૨૦૧૯ ના રોજ પાલીતાણા કન્યાશાળામાં ધોરણ-૮ માં અભ્યાસ કરતી વિધાર્થીને શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા વિજયભાઇ શામજીભાઇ ચભાડીયાએ અગાસી ઉપર સફાઇ કરવાના બહાને મોકલી એકલતાનો લાભ લઇ સ્કુલની અગાસીમાં વિધાર્થીને સાથે દુષ્કર્મ કરેલ જેની વાત વિધાર્થીનીએ પોતાના માતાપિતાને કરતા વિધાર્થીના માતા પિતા પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન દોડી ગયેલ અને લંપટ શિક્ષક વિરૂધ્ધમાં પાલીતાણા પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ દુષ્કર્મના ગૂન્હા મુજબ ફરિયાદ આપેલ હતી આરોપી શિક્ષકને ફરિયાદ થયાની જાણ થતા ફરાર થઇ ગયેલ ગુન્હાની ગંભીરતા સમજી ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌર, એસ.ઓ.જી./ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ તથા પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર.પી. ચુડાસમાની આગેવાનીમાં જુદી જુદી ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા માટે ખાસ ઓપરેશન હાથ ધરેલ દરમ્યાન ટેકનીકલ સોર્સથી માહિતી મળેલ કે, આરોપી મુંબઇ બાજુ ફરાર થઇ ગયેલ છે. જેથી એલ.સી.બી., એસ.ઓ.જી., પાલીતાણા ટાઉન પોલીસની ટીમો બનાવી મુંબઇ તપાસમાં ગયેલ પરંતુ આરોપી પોલીસ પહોચે તે પહેલા મુંબઇથી ફરાર થઇ ગયેલ. દરમ

આકાશમાંથી વરસાવી રહેલા અગનગોળા ઓ દ્વારા સૂર્યનારાયણ દેવ લોકોને પોતાની ઉપસ્થિતિ નો અહેસાસ કરાવે છે.

Image
SAMAY NEWS007  28 એપ્રિલ 2019 અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કેર યથાવત છે. આજે રાજ્યમાં ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. મોડાસામાં ગુજરાતમાં સૌથી વધુ 48 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદ-45 સુરેન્દ્રનગરમાં તાપમાન 46 તો રાજકોટમાંં તાપમાન 46 ડિગ્રીને પાર થઈ ગયું છે. તો બીજી 5 શહેરોમાં તાપમાન 42-43 ડિગ્રી વચ્ચે હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી બે દિવસ હીટવેવની આગાહી: હવામાન વિભાગે આગામી 48 કલાક ગુજરાતમાં હીટવેવની આગાહી કરી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ભાવનગર, વેરાવળ, પોરબંદર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે. ગરમીના લીધે ઈમરજન્સી કેસ વધ્યા: ગરમીનો પારો 43-44 ડિગ્રી સુધી પહોંચી જતાં પેટમાં દુખાવા તેમજ ડિહાઈડ્રેશનના કેસોમાં વધારો નોંધાયો છે. ગરમીના કારણે ઇમરજન્સી સેવા 108માં આવતા કોલની સંખ્યામાં 20 ટકા જેટલો વધારો થયો છે. અમદાવાદમાં આગામી ચાર દિવસ ગરમીનો પારો 44થી 45 ડિગ્રી રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. લોકો ના રીએક્શન સંવાદો કેવા કેવા? (અ)આ ગરમી તો મારી નાખે તેવી પડે છે. (બ)આ ગરમી એ