વિધાનસભા સત્રમાં ચેઈન સ્નેચિંગની સજામાં વધારો કરવાનું બિલ પસાર કર્યું હતું,જેને આજે રાજ્યપાલ ઓ.પી.કોહલીએ મંજૂર કરી દીધુ છે.

SAMAY NEWS007  30 એપ્રિલ 2019

રાજ્ય સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા માટે 2019ના વોટ ઓન એકાઉન્ટ્સ સત્રમાં ચેઈન સ્નેચિંગ ગુનાને અંકુશમાં લેવા માટે વધુ કડક સજાની જોગવાઈ કરાઈ હતી. આ માટે આઈપીસીમાં નવી કલમો ઉમેરવામાં આવી હતી. આ બિલને વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું. રાજ્યપાલની મંજૂરી બાદ રાષ્ટ્રપતિને મોકલાયું હતું, જેમણે આ બિલને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ હવે આ નવી જોગવાઈઓ કાયદામાં ઉમેરાઈ જશે.

રાજ્યમાં મહિલાઓના મંગળસુત્ર, ચેઈન અને કિંમતી ઘરેણા ઝુંટવી લઈને ભાગી જવાની ઘટના અવાર-નવાર બનતી હોય છે, પરંતુ આ પ્રકારના ગુનામાં પકડાઈ ગયા બાદ હળવી સજાની જોગવાઈ હોવાના કારણે ગુનેગારો બેફામ બન્યા હતા. આથી, રાજ્ય સરકારે આ પ્રકારના ગુનામાં કડક અને આકરી સજાની જોગવાઈ કરીને રાજ્યની મહિલાઓને સુરક્ષા પુરી પાડવાની એક પહેલ કરાઈ હતી.

રાજ્યમાં ચેઈન સ્નેચિંગની ઘટનાઓ વધતા રાજ્ય સરકારે ગુનેગારોને કડક સજા થાય તે માટે ગત વિધાનસભા સત્રમાં ચેઈન સ્નેચિંગની સજામાં વધારો કરવાનું બિલ પસાર કર્યું હતું. જેને આજે રાજ્યપાલ ઓ.પી.કોહલીએ મંજૂર કરી દીધુ છે. હવેથી ચેઈન સ્નેચિંગ કરનાર આરોપીને ૧૦ વર્ષની સજા અને ૨૫ હજારનો દંડ કરવામાં આવશે.

મહિલાઓના ગળામાંથી ચેઈન સ્નેચિંગ કરનાર આરોપીને ઓછામાં ઓછી ૫ વર્ષ અને વધુમાં વધુ ૧૦ વર્ષની સજા અને ૨૫ હજારનો દંડ કરાશે. ચેઈન સ્નેચિંગ વખતે જો કોઈ મહિલાને ઈજા થાય તો પણ ૩ વર્ષની કેદની સજા ફટકારવામાં આવશે. જો મહિલાનું મૃત્યું થાય તો ઓછામાં ઓછી ૭ વર્ષ અને વધુમાં વધુ ૧૦ વર્ષની સજા ઉપરાંત ૨૫ હજારનો દંડ ફટકારવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ માં દર બે દિવસે એક ચેઈન સ્નેચિંગનો બનાવ બને છે. છેલ્લા એક મહિનામાં શહેરમાં ૧૬ ચેઈન સ્નેચિંગના બનાવ બન્યા છે.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.