અત્યંત ધિક્કારજનક બનાવ: તામિલનાડુના એક વ્યક્તિએ તેની પત્નીનું માથું ધડથી અલગ કરીને તેને એક થેલીમાં ભરીને કેનાલમાં ફેંકવાનો પ્રયાસ કર્યો હતો.

SAMAY NEWS007   17 એપ્રિલ 2019

તામિલનાડુ : અત્યંત ધિક્કારજનક બનાવમાં તામિલનાડુના એક વ્યક્તિએ તેની પત્નીની હત્યા કરી નાખી હતી. પતિ હત્યાથી જ અટક્યો ન હતો. બાદમાં તેણે પત્નીનું માથું ધડથી અલગ કરીને તેને એક થેલીમાં ભરીને કેનાલમાં ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન લોકોએ તેને પકડી પાડ્યો હતો અને પોલીસના હવાલે કરી દીધો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે મુનીપ્પન (28) અને નિવેથા (19) મૂળ કર્ણાટકના નિવાસી હતા. બંને ઇરોડથી 10 કિલોમીટર દૂર આવેલા મેત્તુકડ્ડાઈ ખાતે રહેતા હતા. બંનેના આઠ મહિના પહેલા જ લગ્ન થયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલાના પતિને એવી આશંકા હતી કે તેની પત્ની તેની સાથે બેવફાઇ કરી રહી છે. આ કારણે બંને વચ્ચે અવાર-નવાર ઝઘડા થતાં હતા.


સોમવારે રાત્રે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન પતિએ તેની પત્નીના ગળા પર છરીથી હુમલો કરી દીધો હતો અને તેનું માથું શરીરથી અલગ કરી નાખ્યું હતું. બાદમાં તેનું માથું એક થેલીમાં અને શરીર એક કોથળામાં ભરી દીધું હતું. જે બાદમાં થેલી અને કોથળાને પોતાના બાઇક સાથે બાંધીને તેનો નિકાલ કરવા ગયો હતો. જોકે, આ દરમિયાન કોથળામાં મહિલાના પગ જોઈને અમુક લોકોને શંકા ગઈ હતી અને તેમણે યુવકનો પીછો કર્યો હતો.

લોકોએ તેને પકડી લીધો હતો અને પોલીસને જાણ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે મનીપ્પન સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.