અમદાવાદઃ ટીકટોક એપ પરથી 9 મહિના પહેલા પ્રેમમાં પડેલા યુવક યુવતીએ 17 એપ્રિલે લગ્ન કર્યાં હતા.

SAMAY NEWS007  20 એપ્રિલ 2019

અમદાવાદઃ ટીકટોક એપ પરથી 9 મહિના પહેલા પ્રેમમાં પડેલા યુવક યુવતીએ 17 એપ્રિલે લગ્ન કર્યાં હતા. લગ્નનું મેરેજ સર્ટિફિકેટ આવે તે પહેલા જ 48 કલાકમાં યુવકે કહ્યું, મારે છૂટાછેડા જોઇએ છે. યુવતીએ છૂટાછેડા નહીં આપવા મહિલા હેલ્પલાઇન 181ની મદદ માંગી હતી. મહિલા હેલ્પલાઇન અને પોલીસે માધુપુરા પોલીસ સ્ટેશનમાં યુવક યુવતીનું કાઉન્સેલિંગ કર્યું હતું.

મણિનગરના બ્યુટી પાર્લરમાં બ્યુટીશિયન તરીકે કામ કરતી 19 વર્ષીય યુવતી ટીકટોક પર માધુપુરામાં રહેતા 21 વર્ષના યુવકના પ્રેમમાં પડી. બન્નેએ ટીકોટોક પર એકબીજાને ફોલો કરી ચેટિંગ પર નંબરની આપલે કરી હતી. યુવકે યુવતીના જન્મદિન 19 નવેમ્બર 2018ના રોજ પ્રપોઝ કરી પરિવારની જાણ બહાર 17 એપ્રિલે લગ્ન કરી લીધા હતા.

ઘી કાંટા કોર્ટમાં એક વકીલ મારફતે લગ્નની નોંધણીની પ્રક્રિયા હાથ ધરી હતી. લગ્ન કર્યા બાદ બન્ને પોત પોતાના ઘરે જતા રહ્યા હતા. જોકે યુવક એ પછી યુવતીને કોઇ ફોન કે મેસેજ કરતો ન હતો. યુવતીએ શુક્રવારે સવારે મહિલા હેલ્પલાઇન 181 અભયમ્’ની મદદ માંગી હતી.

 મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર લીનાબેન તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ હેતલબહેન યુવતીની વાત સાંભ‌ળ્યા બાદ યુવકને સમજાવવા જતા તેની બહેન તથા પરિવારજનો કોઇ વાત સાંભ‌ળવા તૈયાર ન હોવાથી તેઓ યુવક અને યુવતીને કાઉન્સેલિંગ માટે પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જ્યાં યુવક છૂટાછેડા માટે જીદે ભરાયો હતો.
બીજી તરફ યુવતી છૂટાછેડા આપવા તૈયાર નહોતી.દરમિયાન યુવતીના પરિવારને સમગ્ર ઘટનાની જાણ થતાં તેમણે દીકરીને ઘરમાંથી કાઢી મૂકી છે. યુવતીએ લગ્ન કરી 48 કલાકમાં છૂટાછેડા માગનારા યુવક સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવવાની ઈચ્છા વ્યક્ત કરતા મામલો ઓર ગૂંચાયો છે.
યુવકે ફોન ન ઉપાડતાં ઝઘડો શરૂ થયો: યુવકે છૂટાછેડાનું કારણ જાણવતા કહ્યું હતું કે, એ એનો ફોન ના ઉપાડ્યો એમાં તેની ધીરજ ખૂટી ગઇ અને મારે પોલીસ સ્ટેશન આવવું પડ્યું છે. એટલે હવે સોસાયટીમાં મારી આબરુના ધજાગરા થયા. હવે મારે છૂટાછેડા જોઇએ છે. યુવતી છૂટાછેડા આપવા કે યુવક સામે ફરિયાદ કરવા માંગતી ન હોવાથી તેણે યુવકને વિચારવાનો સમય આપ્યો હતો.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.