ખેડાનાં કપડવંજની યુવતી પર નવસારીમાં સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

 SAMAY NEWS007  21 એપ્રિલ 2019

સ્ત્રી સુરક્ષાની વાતો ખોટી સાબિત થઇ છે. રાજ્યમાં મહિલાઓની સુરક્ષા પર પ્રશ્નાર્થ છે ,સ્ત્રી સુરક્ષાને લઇને કાયદા-કાનૂન હોવા છતા દેશભરમાં અને ગુજરાતમાં સ્ત્રીઓ પર બળાત્કારનાં બનાવોમાં વધારો થઇ રહ્યો છે જે ભયજનક છે. ખેડાનાં કપડવંજની એક યુવતી પર 3 યુવકોએ સામૂહિક બળાત્કાર કરતા ચકચાર મચી ગઈ છે. ખેડાનાં કપડવંજની યુવતી પર નવસારીમાં સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

યુવકોએ કૉલડ્રીંક્સમાં નશીલી દવા ભેળવીને યુવતી પર બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. યુવતીએ અમદાવાદ પોલીસને સંપર્ક કરીને ફરિયાગ આપી હતી. જો કે આ ગુનો નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે યુવતીનો અમદાવાદમાં ટ્યૂશન, એન્કરિંગ અને જમીનનો ધંધો છે. સુરતનાં કતારગામ વિસ્તારમાં આવેલા સાઇ હેવનમાં રહેતા શૈલેશ પાલડીયા અને તેના મિત્રો ફિયાદ અને હેમલ દ્વારા યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ.

અત્યારે અમદાવાદ પોલીસે આ ફરિયાદ નવસારી ગ્રામ્ય વિસ્તાર પોલીસ મથકે ટ્રાન્સફર કરી છે. આ મામલે પોલીસ આગળની તપાસ કરી રહી છે.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.