અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.

SAMAY NEWS007  25 એપ્રિલ 2019

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા. ગોતામાં રહેતા અને જમીન દલાલીનું કામ કરતા યુવાનનું 4 લોકોએ ગાડીમાં અપહરણ કરીને મહેસાણા લઇ ગયા હતા. આ યુવાનનું ગઈકાલે દિન દહાડે અપહરણ કરી ગાડીમાં બેસાડી લઈ જતા સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા. જ્યાં તેને એક બંગલામાં ગોંધી રાખી ચપ્પાં વડે હુમલો કરી ઈજાગ્રસ્ત હાલતમાં ઓગણજ સર્કલ પર ફેંકી દીધો હતો. જે અંગે પરિવારજનોએ ભાજપના કોર્પોરેટર દિનેશ દેસાઈ પર કિડનેપિંગનો આરોપ લગાવ્યો છે. ગઈકાલે જ્યારે અપહરણ થયું હતું ત્યારે યુવાનના પિતાએ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જો કે ફરિયાદમાં કોઇ પણ આરોપીનું નામ લખાવ્યું નહતુ, જ્યારે મીડિયા સમક્ષ સ્થાનિક કોર્પોરેટરે અપહરણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.
દિનેશ દેસાઈ નામના કોર્પોરેટરે મારા ભાઈનું અપહરણ કરાવ્યું: રાજેશ પટેલની બહેન મિત્તલ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે દિનેશ દેસાઈ નામના કોર્પોરેટરે મારા ભાઈનું અપહરણ કરાવ્યું હતું. સીસીટીવી ફુટેજમાં અપહરણ કરતા દેખાય છે. સિલ્વર સ્ટાર ચાર રસ્તા પાસેથી ક્રેટા કારમાં મારા ભાઈનું અપહરણ કર્યું હતું. અને આગળ જઈને તેને આઈ-20 કારમાં બેસાડી મહેસાણા લઈ ગયા હતા. તે સમયે કારમાં દિનેશ દેસાઈ પણ હાજર હતો. ભાઈને આંખે પાટા બાંધી દીધા હતા. મોઢામાં લાકડી મુકી હતી. તેને દોરડા સાથે ઉંધો લટકાવી ચપ્પાના ઘા માર્યા હતા. અને તેના હાથ-પગ ભાગી નાખ્યા હતા. દિનેશ દેસાઈ સાથે મારા ભાઈની કોઈ દુશ્મની કે અદાવત નથી. મારા ભાઈ સાથે દિનેશ દેસાઈ આવું શા માટે કર્યું તે જ અમારે જાણવું છે. આ મામલે પોલીસે પણ અમને સપોર્ટ નથી કરતી. દિનેશ દેસાઈ તરફથી સમગ્ર મામલે સમાધાન કરવા અંગે દબાણ કરવામાં આવી રહ્યું છે.


મીડિયા સમક્ષ સ્થાનિક કોર્પોરેટરે અપહરણ કર્યું હોવાનો પિતાનો આક્ષેપ: ગોતા ગોદરેજ ગાર્ડન સિટી આકૃતિ એલીગન્સમાં રહેતો રાજેશ મુકેશભાઇ પટેલ(33) નું મંગળવારે બપોરે 1.30 વાગ્યે કેટલાક માણસો સફેદ ગાડીમાં સિલ્વર સ્ટાર ચાર રસ્તા પાસેના પારસ પાન પાર્લર ખાતેથી અપહરણ કરીને લઇ ગયા હતા. ત્યારબાદ સાંજે 5 વાગ્યે રાજેશને ઓગણજ સર્કલ પાસે ફેંકી દીધો હતો. ત્યારે તેને શરીરે ચપ્પાંનાં ઘા મારેલા હતા. એક રિક્ષાચાલકના ફોનથી રાજેશે તેને સંબંધીઓને ફોન કરતા તેઓ આવી પહોંચ્યા હતા અને તેને સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન લાવ્યાં હતાં. જ્યાં રાજેશના પિતા મુકેશભાઇ પટેલે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં 4 અજાણ્યા ઇસમો હોવાનું લખાવ્યું હતું.
પ્રેમ પ્રકરણમાં શંકા રાખી અપહરણ કરાયું હોવાનો આક્ષેપ: જે ગાડીમાં રાજેશનું અપહરણ કરવામાં આવ્યું તે ગાડીમાં ડ્રાઈવરની બાજુની સીટમાં તે કોર્પોરેટર બેઠા હતા. અમે આ અંગે પોલીસને જાણ કરી હતી. પરંતુ પોલીસે ફરિયાદમાં તેમને આરોપી તરીકે દર્શાવ્યા ન હતા. તે કોર્પોરેટરના સમાજની એક છોકરીના પ્રેમ પ્રકરણમાં અપહરણ થયું છે, જેમાં રાજેશની સંડોવણી હોવાની શંકા રાખી આ લોકો રાજેશનું અપહરણ કરીને લઇ ગયા હતા- કેયૂર પટેલ, રાજેશનો પિતરાઈ ભાઇ

બનાવ સમયે કોર્પોરેટર મતદાન મથક પર હાજર હતા: અપહરણની જાહેરાત થઇ ત્યારે હું મતદાન મથક પર બંદોબસ્તમાં હતો. તે જ મથક ઉપર તે કોર્પોરેટર મારી સાથે જ હતા. આથી તેમની કોઇ સંડોવણી હોવાનું લાગતું નથી. જે ગાડીમાં અપહરણ થયું હતું તે ગાડી કોર્પોરેટરના કૌટુંબિક ભત્રીજાની હોવાનું જાણવા મળ્યું છે- પી.બી.ચૌહાણ, પીઆઇ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી