મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

SAMAY NEWS007  03 એપ્રિલ 2019

મહેસાણા : એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા ખેરાલુના ચાણસોલ ગામના યુવાને સતત એક વર્ષથી યુવતીને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવતાં યુવતીએ યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.
ખેરાલુ તાલુકાની યુવતી એક વર્ષ અગાઉ બીમાર પડતાં સરકારી દવાખાનામાં સારવાર લેવા ગઇ ત્યારે ચાણસોલના પરમાર (રાઠોડ) હિમાંશુ બીપીનભાઇના સંપર્કમાં આવી હતી. એક જ ગામના હોઇ યુવકને મોબાઇલ નંબર આપતાં તે યુવતીને ફોન કરીને મળવા દબાણ કરતો હતો. એક વર્ષ અગાઉ યુવતીના માતા, પિતાની ગેરહાજરીમાં તેના ઘરે પહોંચી જઇ દુષ્કર્મ આચરનારા યુવકે તે સમયની તસ્વીરો મોબાઇલમાં લઈ કોઇને કહીશ તો તને અને તારા ભાઇને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
ત્યાર બાદ અવાર નવાર દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ ઘરમાં કોઇને જાણ ના કરતાં બિન્દાસ્ત બની ગયેલા આ શખ્સે દોઢ મહિના પહેલાં યુવતીના ઘરે જઇ તું હવે કેમ મારૂ કહ્યું કરતી નથી તેમ કહી દુષ્કર્મ આચર્યુ હતું. આથી ફફડી ઉઠેલી યુવતીએ પોતાની સગાઇ થયેલી હોઇ હવે મને છોડી દે તેમ કહી આજીજી કરતાં તેણે અશ્લિલ તસ્વીરો વાયરલ કરવાની ધમકી આપી હતી. શોષણનો ભોગ બની કંટાળેલી યુવતીએ તેના પરિવારને બનાવ સંબંધે જાણ કરી હતી, સોમવારે પેટમાં દુ:ખાવો થતાં દવાખાને લઇ જવાયેલી યુવતીના ઉદરમાં 22 દિવસનો ગર્ભ હોવાનું ખુલતાં પરિવારજનો ચોંકી ગયા હતા. આથી યુવતીએ ખેરાલુના હિમાંશુ બીપીનભાઇ પરમાર સામે દુષ્કર્મનો ગુનો નોંધાવતાં પીઆઇ એસ.વી. ચૌધરીએ તપાસ હાથ ધરી છે.

Comments

Popular posts from this blog

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.