અમદાવાદના કુખ્યાત ગેંગસ્ટર શિવા મહાલિંગમે જુહાપુરા વિસ્તારમાં જમીન દલાલીનું કામ કરતા યુવક પાસે રૂ. 50 લાખની ખંડણી માંગી

SAMAY NEWS007   20 એપ્રિલ 2019

અમદાવાદ: અમદાવાદના કુખ્યાત ગેંગસ્ટર શિવા મહાલિંગમે જુહાપુરા વિસ્તારમાં જમીન દલાલીનું કામ કરતા યુવક પાસે રૂ. 50 લાખની ખંડણી માંગી છે. જો બે દિવસમાં 50 લાખ નહિં આપે તો તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ફોન પર ધમકી આપી હતી. આ અંગે વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ છે.
મેં મર્ડર કર્યું છે, પેરોલ જમ્પ કર્યું છે કહી શિવાએ પોતાની ઓળખ આપી: જુહાપુરાની કરીમાબાદ સોસાયટીમાં રહેતા અને જમીન દલાલીનું કામ કરતા મોહંમદ ઈસ્માઈલ શેખના મોબાઈલ પર ગઈકાલે રાતે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. સામેથી વાળી વ્યક્તિએ પોતે શિવાભાઈ મહાલિંગમ બોલું છું તેમ કહ્યું હતું. મોહંમદ ઈસ્માઈલે હું કોઈ શિવાભાઈને નથી ઓળખતો નથી તેમ કહ્યું હતું. જેથી શિવાએ કહ્યું હતું કે મેં જુહાપુરા ફતેહવાડીમાં ફાયરિગ કરી મર્ડર કરેલું છે અને હાલમાં મેં પેરોલ જમ્પ કર્યું છે.

તે બહુ માલ બનાવ્યો છે મને બીજાએ કીધું છે કહી ખંડણી માંગી: મને તારો નંબર તલલ્હા મન્સૂરી (રહે.ઢાલગરવાડ)એ આપ્યો છે. તે બહુ માલ બનાવ્યો છે. તું મને બે દિવસમાં 50 લાખ નહી આપે તો તારા પરિવારને જાનથી મારી નાખીશ તેમ કહ્યું હતું. વેજલપુર પોલીસે આવા કુખ્યાત ગુનેગાર સામે ખંડણી અને ધમકીના ગુનાની જગ્યાએ માત્ર ધમકીની જ ફરિયાદ નોંધી હતી.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.