સુરતઃ સુરતના કતારગામ વિસ્તારમાંથી સેક્સરેકેટનો પર્દાફાશ થયો હતો

SAMAY NEWS007   21એપ્રિલ 2019

સુરતઃ સુરતના કતારગામ વિસ્તારમાંથી સેક્સરેકેટનો પર્દાફાશ થયો હતો. પોલીસે રેડ પાડતા બે લલનાઓ અને એક ગ્રાહનને સ્થળ ઉપરથી ઝડપી પાડ્યા હતા. એપાર્ટમેન્ટમાં ચાલતા ધમધમતા દેહવેપારના કારણે સ્થાનિક લોકોમાં પણ રોષ ફેલાયો હતો. પોલીસ તમામની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ જૂના પોલીસ સ્ટેશનની સામે પ્રભુદર્શન એપાર્ટમેન્ટના રૂમ નંબર 204માં દેહવેપાર ચાલતો હતો. આ અંગે સ્થાનિક લોકોએ કતારગામ પોલીસને બાતમી આપી હતી. જેના પગલે કતારગામ પોલીસની એક ટીમે પ્રભુદર્શન એપાર્ટમેન્ટમાં રેડ પાડી હતી.

રેડ દરમિયાન પોલીસને બે લલના અને ગ્રાહકો મળી આવ્યા હતા. પોલીસે તમામની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે ત્યારે કતારગામ પોલીસે પકડાયેલા તમામ સાથે સેટિંગ કરીને તેમને છોડી દેવાનો સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે.

સ્થાનિકોની માંગ છે કે, ઊંચા અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તો તમામ માહિતી સામે આવે.સુત્રોના જણાવ્યા પ્રમાણે જે સમયે પોલીસે રેડ કરી હતી એ સમયના સીસીટીવી પણ સામે આવ્યા છે.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.