ચમત્કાર :રામ રાખે તેને કોણ ચાખે કહેવત ની સત્યતા દર્શાવતો કિસ્સો સુરતમાં સામે આવ્યો.





સુરતઃ સુરતના પુણા કુંભારિયા સરોલી વિસ્તારમાં આવેલા નેચરવેલી બિલ્ડીંગના 12મા માળની ગેલેરીમાં હેતલ નામની કિશોરી કપડા સુકવી રહી હતી. આ દરમિયાન ટેબલ પરથી હેતલનો પગ લપસી જતાં તે બાલ્કનીમાંથી નીચે પટકાઈ હતી. કિશોરી સીધી પાર્કિગ બેઝમેન્ટના છાપરા પર ધડાકાભેર પછડાઈ હતી અને અહીંથી લપસીને સીધી નીચે પાર્કિંગમાં પડી હતી.
કિશોરીના 12 માળેથી નીચે પડવાનો ધડાકાભેર અવાજ આવતાં બિલ્ડિંગના રહેવાસીઓ દોડી આવ્યા હતા. હેતલને જોતાં જ તેમના પગ નીચેથી જમીન સરકી પડી હતી. રહીશોએ 108ને બોલાવીને ઈજાગ્રસ્તા હેતલને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. અહીં, તેની તપાસ બાદ હાથ-પગ, માથું અને કરોડડરજ્જુના ભાગે 18 જેટલા ફ્રેકચર જોવા મળ્યા છે.

કિશોરી હેતલની હાલત હાલ ગંભીર છે. હેતલના પિતા રિક્ષાચાલક હોવાથી તેમની આર્થિક સ્થિતિ અંત્યત નાજૂક છે. સ્થાનિક લોકોએ ફાળા દ્વારા રૂ.1 લાખ જેટલી રકમ એક્ઠી કરીને હેતલની સારવાર માટે તેના પિતાને આપી છે. હેતલના પિતાએ આ માટે લોકોનો ખૂબ-ખૂબ આભાર માન્યો હતો.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.