Posts

Showing posts from 2019

શામળાજી પોલીસે અમદાવાદના શખ્સ ને વિદેશી દારૂના રૂ.૨૬૩૫૦/-ના જથ્થા સાથે રતનપુર ચેકપોસ્ટ નજીક થી ઝડપી પાડ્યો.

Image
SAMAY NEWS007  05 એપ્રિલ 2019 ભૂગર્ભ જતા રહેલા બુટલેગરો ફરીથી સક્રિય થતા નાના-મોટા વાહનો મારફતે વિદેશી દારૂ ઘુસાડાયા પ્રયત્નશીલ બન્યા છે. શામળાજી પોલીસે અમદાવાદના ગોતા વિસ્તારમાં કર્મચારી સોસાયટી ચાણક્યપુરી રહેતા સંજય પ્રભુદાસ ડામોર ને ઈન્ડિગો કારમાં વિદેશી દારૂના રૂ.૨૬૩૫૦/-ના જથ્થા સાથે રાજસ્થાન તરફથી પ્રવેશતો રતનપુર ચેકપોસ્ટ નજીક થી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. અરવલ્લી જિલ્લામાં એક બાદ એક દારૂના અડ્ડાઓ પર પોલીસની તરાપ જોવા મળી રહી છે તો બીજી બાજુ રાજસ્થાન સીમા પરથી દારૂ પકડવાની સીલસીલો યથાવત્ જ રહ્યો છે. રાજસ્થાન તરફથી આવતા વાહનોના સઘન ચેકિંગ દરમિયાન રાજ્યમાં ગેરકાયદેસર પ્રવેશ કરાવતા ભારતીય બનાવટનો વિદેશી દારૂને પોલિસે પકડી પાડ્યો છે. શામળાજી પોલિસ સ્ટેશનના પોલિસ સબ ઇન્સપેક્ટર કે. વાય. વ્યાસ અને તેમનો સ્ટાફ રાણપુર નજીક અણસોલ ગામની સીમ નજીક ચેકિંગ હતાં ત્યારે ટાટા ઇન્ડિયા કાર નંબર GJ 01 CT2508 નઈ તપાસ કરતા તેમાંથી દારૂની કુલ બોટલ 31 નંગ, દારૂની કુલ કિંમત રૂ.૨૬૩૫૦/- સહિત ગાડી અને એક મોબાઇલ ફોન સાથે આરોપી સંજયકુમાર પ્રભુદાસ ડામોર ને ઝડપી પાડી જ

  અમદાવાદની યુવતી ને ટીક ટોક ના માધ્યમ થી મુંબઈના યુવક સાથે મિત્રતા બંધાતા યુવકે મુંબઈ બોલાવી ગોંધી રાખી.

Image
SAMAY NEWS007  05 એપ્રિલ 2019 અમદાવાદ:  આલ્ફા વન મોલમાં નોકરી કરતી અને વસ્ત્રાપુર ગામમાં રહેતી કોમલને ટિકટોક દ્વારા મુંબઈમાં રહેતા આકાશ સાથે મિત્રતા બંધાઇ હતી. આકાશની બહેનના લગ્ન હોવાથી કોમલ મુંબઈ ગઇ હતી. પરંતુ ત્યાં ગયા પછી યુવાન અને તેના પરિવારના સભ્યોએ યુવતીને ગોંધી રાખી હતી. કોમલે પરિવારના સભ્યોને જાણ કરતા પરિવારે પોલીસની મદદથી તેને છોડાવી હતી.  વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી: આકાશનું આમંત્રણ મળતા કોમલ પરિવારને જાણ કરી તારીખ 23 એપ્રિલના રોજ મુંબઈ ગઇ હતી. પરંતુ આકાશના પરિવાર દ્વારા બળજબરી પૂર્વક ગોંધી રાખવાથી કોમલે વીડિયો કોલ મારફતે પોતાના પરિવારનો સંપર્ક કર્યો. ત્યારબાદ પરિવારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આકાશ અને તેના પરિવાર સામે ફરિયાદ નોંધાવી. શિવસેનાના કાર્યકરોની મદદ લીધી :  પોલીસે કોમલના મોબાઇલ પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. જેથી વસ્ત્રાપુરના PSI જી.આર.ભરવાડ બે મહિલા એએસઆઇની ટીમ સાથે નવી મુંબઇના શિવાજીનગર પાસે પહોંચી ગયા હતા. ગૂંપડપટ્ટીનો વિસ્તાર મોટો હોવાથી પોલીસને શોધખોળમાં મુશ્કેલીઓ ઉભી થઇ રહી હતી. જેથી તેમણે સ્થાનિક શિવસેનાના કાર્યકરોની

સુરત: અમરોલીમાં ડોર ટુ ડોર ગાર્બેજની ગાડીએ દોઢ વર્ષની બાળકીને ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું મોત નિપજ્યું હતું. 

Image
SAMAY NEWS007  05 એપ્રિલ 2019 સુરત: અમરોલીમાં ડોર ટુ ડોર ગાર્બેજની ગાડીએ દોઢ વર્ષની બાળકીને ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે અમરોલી પોલીસે ડોર ટુ ડોર ગાર્બેજની ગાડીના ડ્રાઇવરની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. જોકે, લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે, પાલિકાની ગાર્બેજ ટેમ્પાનો ચાલક દારૂના નશામાં હતો તેમજ કાનમાં ઇયરફોન નાખીને રફમાં ગાડી ચલાવતો હતો. અરોલી પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતા સંતોષભાઈ દેવીપૂજક લારી પર ભંગારની ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારે સવારે તેમની દોઢ વર્ષની પુત્રી અનન્યા અન્ય બાળકો સાથે ઘર નજીક રમતી હતી. દરમિયાન ત્યાં કચરો લેવા માટે આવેલી ગાર્બેજ કલેક્શનની ગાડીની અડફેટમાં આવી જતાં પટકાઈ હતી. જેથી ગંભીર રીતે ઘવાયેલી અનન્યાને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. અકસ્માતમાં માસુમ અનન્યાનું મોત નિપજ્યું હોવાની જાણ થતાં ગાર્બેજ કલેક્શન ગાડીનો ડ્રાઇવર સતીષ પ્રકાશ પાટીલ પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. બનાવ અંગે પોલીસે

ષડયંત્ર :4 શખ્સોએ ઓટો રિક્શામાંથી દારૂ ઉતારીને સ્કાય બ્લૂ ડિઝાઈનિંગ ઈન્સ્ટિટ્યૂટના સંચાલકની ગાડીમાં મૂકીને પોલીસને જાણ કરી .

Image
SAMAY NEWS007  04 એપ્રિલ 2019 અમદાવાદઃ  શહેરના સેટેલાઈટ વિસ્તારમાં સ્કાય બ્લૂ ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટના સંચાલકને ફસાવવાનું ષડયંત્ર બહાર આવ્યું છે. 4 શખ્સોએ ઓટો રિક્શામાંથી દારૂ ઉતારીને સ્કાય બ્લૂ ડિઝાઈનિંગ ઈન્સ્ટિટ્યૂટના સંચાલકની ગાડીમાં મૂકીને પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસે રેડ કરતા કારમાંથી દારૂ ઝડપાયો હતો. પરંતુ આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરતા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેમાં ચાર શખ્સો સ્કાય બ્લૂ ડિઝાઇનિંગ ઇન્સ્ટિટયૂટના સંચાલકની કારમાં દારૂ મુકતા જોવા મળ્યા હતા. જેને પગલે પોલીસે ષડયંત્રકારીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાયરલ વિડીયો :પ્રેમનાં ખતરનાક સ્ટંટ દરમિયાન છોકરી બાઇકનાં બોનેટ પર છોકરાની આગળ આવીને ચુંબન કરી રહી છે.

Image
SAMAY NEWS007  04 એપ્રિલ 2019   વીડિયોમાંથી લીધેલી તસવીર ન્યૂઝ 18 ગુજરાતી :  દિલ્હીનાં વ્યસ્ત રસ્તાઓ પર એક કપલે જીવને જોખમમાં મુકીને પ્રેમનો જાહેરમાં દેખાવ કર્યો. પ્રેમનાં ખતરનાક સ્ટંટ દરમિયાન છોકરી બાઇકનાં બોનેટ પર છોકરાની આગળ આવીને ચુંબન કરી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ચોંકાવનારી વાત એ છે કે રસ્તા પર ઘણો જ ટ્રાફિક હતો. કિસ દરમિયાન છોકરો બાઇક પણ ચલાવી રહ્યો હતો. તેને ન તો કોઇ જોશે તેની ચિંતા હતી કે ન તો અથડાવવાની ચિંતા હતી. આ કપલે પશ્ચિમ દિલ્હીનાં રાજૌરી ગાર્ડનમાં સ્ટંટ કર્યો હતો. HGS Dhaliwal IPS@hgsdhaliwalips Need for new sections for #MV Act violations!! #Rajouri garden crossing. 545 9:43 PM - May 2, 2019 432 people are talking about this Twitter Ads info and privacy પોલીસ ઓફિસર એચસીજીએસ ધલિવાલે આ વીડિયોને ટ્વિટર પર પણ શેર કર્યો છે. જેમાં કેપ્શનમાં લખ્યું છે કે, રાજૌરી ગાર્ડન ક્રોસિંગની પાસેનો નજારો. મોટર વ્હિકલ એક્ટમાં નવા સેક્શનની જરૂર છે. વીડિયો પર લોકોનાં પ્રતિભાવ સોશિયલ મીડિયા પર ઘણ

અમદાવાદ: લગભગ 25 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલું વસ્ત્રાપુર તળાવ હાલ મેદાન બની ગયું છે.

Image
SAMAY NEWS007  04 એપ્રિલ 2019 અમદાવાદ:  લગભગ 25 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલું  વસ્ત્રાપુર તળાવ  હાલ મેદાન બની ગયું છે. તળાવમાં ટ્રિટમેન્ટ કરેલું પાણી ઠાલવવા મે-2018માં કોર્પોરેશને 90 લાખના ખર્ચે ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખ્યો હતો. વસ્ત્રાપુર તળાવ પહેલું એવું તળાવ છે જ્યાં આવો પ્લાન્ટ નખાયો હોય. તેનો હેતુ ટ્રિટ કરેલું પાણી તળાવમાં ઠાલવવાનો છે. પરંતુ મોટાભાગનું પાણી ગાર્ડનિંગ તેમજ અન્ય હેતુ માટે વપરાય છે. ઉનાળામાં પાણીનું બાષ્પીભવન થવા ઉપરાંત તળાવની ડિઝાઈનને કારણે મોટાભાગનું પાણી જમીનમાં ઉતરી જાય છે. તળાવનું તળિયું નવેસરથી ખોદાયું છે તેમજ તેના પર એક ફૂટથી વધુ ઊંડાઈનું માટીનું થર છે. માટે પાણી વહેતું નથી. તળાવની ઊંડાઈ 9 મીટર છે અને તેની ક્ષમતા 12 કરોડ લિટર પાણીની છે, પરંતુ ચોમાસા સિવાય તળાવ હંમેશાં સૂકુ રહે છે.

અમદાવાદ : શ્રમિકોના નામે થયુ છે મસમોટું કૌભાંડ સરકારના રૂપિયાને ખિસ્સા સેવતા આ કૌભાંડનો રેલો ભાજપના જ એક નેતા સુધી પહોંચ્યો છે.

Image
SAMAY NEWS007  04 એપ્રિલ 2019   મલાઇદાર કૌભાંડ ! અમદાવાદ  :  શ્રમિકોના નામે થયુ છે મસમોટું કૌભાંડ સરકારના રૂપિયાને ખિસ્સા સેવતા આ કૌભાંડનો રેલો ભાજપના જ એક નેતા સુધી પહોંચ્યો છે.  ગુજરાતમાં  શ્રમિકોના નામે મલાઇદાર કૌભાંડ સામે આવ્યું છે. શ્રમિકોના આવાસના નામે કરોડોની કટકી થઇ છે. કોણ છે આ કટકીબાજ ? એક જાણીતી મીડિયા એ સમગ્ર મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યું છે.  સરકારના રૂપિયે ચાલતા આ કૌભાંડનો રેલો પહોંચ્યો છે. શ્રમયોગી કલ્યાણ બોર્ડના ચેરમેન ડો. અનિલ પટેલ સુધી. અનિલ પટેલ પર આક્ષેપ થયો છે કે તેમણે ચેરમેન બન્યા બાદ અસંખ્ય કોન્ટ્રાક્ટની લ્હાણી પોતાના મળતિયાઓને કરી છે.. જયારે ન્યૂઝ 18ની ટીમે આ સમગ્ર મુદ્દે જાત તપાસ કરી ત્યારે ઉડી ને આંખે વળગે તેવો એક વિશેષ કોન્ટ્રાક્ટ ધ્યાનમાં આવ્યો છે. સામાન્ય રીતે શ્રમિકોને રહેવા માટેની વ્યવસ્થા પૂરી પાડવાની જવાબદારી બાંધકામ સાઇટના બિલ્ડરની હોય છે. છતાં શ્રમયોગી કલ્યાણ બોર્ડે રાજ્યની વિવિધ બાંધકામ સાઇટો પર હંગામી આવાસો બનાવવા મસમોટો કોન્ટ્રાક્ટ આપી દીધો હતો. ડો. અનિલ પટેલ ઉન્નતિ એન્જિનિયર્સને 4200 હંગામી આવાસો બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો

ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નું ગઈકાલે રાતે અકસ્માતમાં મોત નીપજ્યું.

Image
SAMAY NEWS007  04 એપ્રિલ 2019   અમદાવાદ:  ગાંધીનગરમાં રહેતા અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈનું ગઈકાલે રાતે અકસ્માતમાં મોત નીપજ્યું છે. રાતે નોકરી પુરી કરી તેઓ ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઉવારસદ નજીક ડમ્પરચાલકે તેમના બાઇકને ટક્કર મારી હતી. અકસ્માત એટલે ગંભીર હતો કે તેઓએ હેલ્મેટ પહેર્યું હતું અને માથું ડમ્પર નીચે આવી જતા ઘટનાસ્થળે જ તેઓનું મોત થયું હતું. ગાંધીનગરના સેક્ટર 2માં રહેતા હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ ગઈકાલે રાતે 10 વાગ્યાની આસપાસ નોકરી પુરી કરી ઘર તરફ જતા હતા. ઉવારસદ વળાંક પાસે તેઓ પહોંચ્યા ત્યારે પાછળથી આવેલા ટ્રકે ટક્કર મારી હતી. રાહુલભાઈ નીચે પટકાયા હતા અને તેઓનું માથું પાછળના વહીલમાં આવી ગયું હતું. રાહુલભાઈએ હેલ્મેટ પહેરેલું હોવા છતાં તેઓનો જીવ બચી શક્યો ન હતો અને હેલ્મેટ સાથે માથું છુંદાઇ ગયું હતું. ઘટનાને પગલે ચાંદખેડા પીઆઈ અને સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પોહચી ગયો હતો. અડાલજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલકને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

સુરતના કતારગામમાં બે બાળકીઓ સાથે દુષ્કર્મ અને અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવી છે.

Image
SAMAY NEWS007  03 એપ્રિલ 2019 સુરત શહેરમાં દુષ્કર્મની ઘટનાઓ ચિંતાનો વિષય છે. આરોપીઓને જાણે પોલીસ કે કાયદાનો ભય રહ્યો ના હોય તેમ એક પછી એક ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. હાલ સુરતના કતારગામમાં બે બાળકીઓ સાથે દુષ્કર્મ અને અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવી છે. આરોપીએ બાળકીઓને મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવી અડપલાં કર્યા હતા. સમગ્ર મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. સુરતના કતારગામમાં દુષ્કર્મ અને અડપલાનો કેસ સામે આવતા વિસ્તારમાં અરેરાટી વ્પાપી ગઇ છે. સુરતના કતારગામમાં બે બાળકીઓને બાજુમાં રહેતા આરોપી શિવ શંકર શિવા નામના વ્યક્તિએ મોબાઇલમાં અશ્લીલ વીડિયો બતાવી અડપલાં કરતા ચકચાર મચી જવા પામી હતી. આરોપીના મગજમાં કામનાનો ક્રિડા સળવળતા પડોશમાં રેહતી બે બાળકીઓને શિકાર બનાવી હતી. આરોપીએ મોકાનો ફાયદો ઉઠાવીને બાળકીઓને પોતાના પાસે બોલાવી હતી, અને પોતાના મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવી દુષ્કર્મ અને અડપલાં કર્યા હતા. આ ઘટનાને પગલે કતારગામ પોલીસે આરોપી શિવ શંકર શિવા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને નરાધમ આરોપીને કતારગામ પોલીસે ધરપકડ કરી વધુ તપ

મૂળ વલસાડની બેંગ્લોરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી યુવતી ની રહસ્યમય હાલતમાં હત્યા થઇ ગઇ.

Image
SAMAY NEWS007  03 એપ્રિલ 2019   વાયરલ ઈમેજ બેંગ્લોરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી વલસાડના છરવાડા ગામની 22 વર્ષીય વૃતિને તેની જ કોલેજમાં રહસ્યમય હાલતમાં હત્યા થઇ ગઇ છે. આનાથી આખી કોલેજમાં સનસની ફેલાઇ ગઇ છે. ઘટનાના પાંચ દિવસ બાદ તેના શવને ગામ લાવવામાં આવ્યું હતું. વલસાડના છરવાડા ગામમાં હર્ષદભાઇ પટેલના ત્રણ સંતાનોમાંથી સૌથી મોટી દીકરી વૃતિ જે 22 વર્ષની હતી, તે JMEનો અભ્યાસ કરવા બેંગ્લોર ગઇ હતી. 6 દિવસ પહેલા જ કોલેજમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી. બેંગ્લોર પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી હતી, ત્યાર બાદ હર્ષદભાઇને હત્યાના જાણકારી આપવામાં આવી હતી. વૃતિના શવનું પોસ્ટ મોર્ટમ સહિત અન્ય કાર્યવાહી બાદ બેંગ્લોરથી વિમાન દ્વારા મુંબઇ એરપોર્ટ પર લાવવામાં આવ્યું હતું, જ્યાંથી શવને વલસાડ લાવવામાં આવ્યું હતું. હજુ સુધી એ અંગે કોઇ માહિતી નથી મળી કે વૃતિની હત્યા કયા કારણોસર કરવામાં આવી. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે.

સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગના શૌચાલયમાંથી એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી.

Image
SAMAY NEWS007  03 એપ્રિલ 2019   વડોદરા  શહેરના સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગના શૌચાલયમાંથી એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર  મચી ગયો હતો. આ બનાવ અંગેની જાણ થતાં જ બાળકીના મૃતદેહને શૌચાલયમાંથી બહાર કઢાયો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતાં જ રાવપુરા પોલીસને જાણ કરી હતી. જેને આધારે પોલીસ સયાજી હોસ્પિટલ પહોંચી હતી અને બાળકીને જન્મ આપનારી માતા અને પિતાની શોધખોળ શરુ કરી છે. પોલીસે છેલ્લા એકાદ સપ્તાહમાં પ્રસુતિ માટે સયાજી હોસ્પિટલમાં દાખલ થયેલી ગર્ભવતિ મહિલાઓનું લિસ્ટ પોલીસે માંગ્યુ છે. સયાજી હોસ્પિટલના સ્ટાફનું માનવુ છે કે, બાળકીના ઉછેર માટેની નાણાકીય વ્યવસ્થા નહીં હોવાને લીધે પરિવારે માસુમ બાળકીને શૌચાલયમાં ત્યજી દીધી હતી પરંતુ, હકીકત શુ છે તે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે.

ભેજાબાજ ચોર:ઓએલએકસ પર ઈલેકટ્રોનિક સામાન ખરીદી બાદમાં ઓલનાઇન પેમેન્ટ ટ્રાન્સફરની બોગસ રસીદ બતાવી છેતરપિંડી કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

Image
 SAMAY NEWS007  03 એપ્રિલ 2019 સુરત : સુરતમાં લાંબા સમયથી ઓએલએકસ પર ઈલેકટ્રોનિક સામાન ખરીદી બાદમાં ઓલનાઇન પેમેન્ટ ટ્રાન્સફરની બોગસ રસીદ બતાવી છેતરપિંડી કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. તેણેત્રણગુનાઓનીકબૂલાત કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતની સાઇબર ક્રાઇમ પોલીસની પકડમાં આવેલ આ આરોપીનું નામે છે અભિષેક નદવાની. આ યુવકના કારનામા સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. આ યુવક પોતાનું ખોટું નામ રોહન ખન્ના ધારણ કરી શહેરના અલગ અલગ ઈલેક્ટોનિકના શોરૂમ પર જઈને એસી, ટીવી, વોશિંગ મશીન જેવી વસ્તુ ખરીદી કરી પોતાના ખોટા નામે બિલ બનાવતો. બાદમાં દુકાનદાર પાસેથી એકાઉન્ટ નંબર લઈને એકાઉન્ટમાં ઓનલાઇન પેમેન્ટ ટ્રાન્સફર કર્યું હોવાની રસીદ બતાવી છેતરપિંડી કરતો હતો. જોકે આવી ઘટના સતત શહેરમાં બનતી હતી. ત્યારે આ મામલે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા આ આરોપીને પકડવા વોચ ગોઠવવામાં આવી હતી. કારણ કે, આ યુવક સામાનની ખરીદી કર્યા બાદ તેને બજારમાં સસ્તા ભાવે વેચીને રોકડી કરી લેતો હતો. જોકે પોલીસે તેને ઝડપી પાડી તેની પાસેથે 3 લાખની કિંમતના એસી, ટીવી, વોશિંગ મશીન અને આઈફોન-આઈફોનની વોચ

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

Image
SAMAY NEWS007  03 એપ્રિલ 2019 મહેસાણા  : એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા ખેરાલુના ચાણસોલ ગામના યુવાને સતત એક વર્ષથી યુવતીને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવતાં યુવતીએ યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો. ખેરાલુ તાલુકાની યુવતી એક વર્ષ અગાઉ બીમાર પડતાં સરકારી દવાખાનામાં સારવાર લેવા ગઇ ત્યારે ચાણસોલના પરમાર (રાઠોડ) હિમાંશુ બીપીનભાઇના સંપર્કમાં આવી હતી. એક જ ગામના હોઇ યુવકને મોબાઇલ નંબર આપતાં તે યુવતીને ફોન કરીને મળવા દબાણ કરતો હતો. એક વર્ષ અગાઉ યુવતીના માતા, પિતાની ગેરહાજરીમાં તેના ઘરે પહોંચી જઇ દુષ્કર્મ આચરનારા યુવકે તે સમયની તસ્વીરો મોબાઇલમાં લઈ કોઇને કહીશ તો તને અને તારા ભાઇને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ત્યાર બાદ અવાર નવાર દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ ઘરમાં કોઇને જાણ ના કરતાં બિન્દાસ્ત બની ગયેલા આ શખ્સે દોઢ મહિના પહેલાં યુવતીના ઘરે જઇ તું હવે કેમ મારૂ કહ્યું કરતી નથી તેમ કહી દુષ્કર્મ આચર્યુ હતું. આથી ફફડી ઉઠેલી યુવતીએ પોતાની સગાઇ થયેલી હોઇ હવે મને છોડી દે તેમ કહી આજીજી કરતાં તેણે અશ્લિલ તસ્વીરો વાયરલ કરવાની ધમકી આપી હતી. શોષણનો ભોગ બની કંટાળેલી ય

મોરબી માં સમાધાનના નામે બોલાવીને ખૂની ખેલ ખેલાયા નો વીડીઓ સીસીટીવીમાં કેદ.

Image
SAMAY NEWS007  02 એપ્રિલ 2019 આવું પહેલી વખત નથી બન્યુ ભૂતકાળમાં પણ સમાધાનના નામે બોલાવીને ખૂની ખેલ ખેલાયો હોય તેવી ઘટના બની ચૂકી છે. ત્યારે આ વખતે આ પ્રકારની ઘટના મોરબીમાં બની છે. અને આ ઘટના એટલી ઘાતકી છે. જે ઘટનાએ સમગ્ર મોરબી પંથકમાં ચકચાર જગાવી છે. મોરબીના નટરાજ ફાટક પાસે બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે ફૂટેજને જોતા એવું લાગે કે કોઇ હોલીવુડ ફિલ્મનો સીન હોય તેવી રીતે એક કાર એક પછી એક શખ્સોને ઉડાવે છે. ઘટના કંઇક એવી છેકે મોરબીના નટરાજ ફાટક પાસે વહેલી સવારે 4 વાગ્યે બે કારમાં કેટલાક લોકો સમાધાન માટે પહોંચ્યા હતા. જો કે સમાધાન સાઇડમાં રહી ગયું. અને જૂની અદાવત આતંકમાં ફેરવાઇ ગઇ. બંને પક્ષો એકબીજાના લોહીના તરસ્યા બની ગયા. આ ઘટનામાં તલવાર ધોકા લઇને પહોંચેલા એક પક્ષના લોકોએ બીજા પક્ષના લોકો પર હુમલો કર્યો. તો બીજા પક્ષમાંથી એક શખ્સે કાળા રંગની કારને બીજા પક્ષના લોકો પર ચઢાવી દેવાની કોશિષ કરી. સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે આ કાર કેવી રીતે આગળ જઇને ટર્ન લઇને પાછી આવીને એક પછી એક શખ્સોને ઉડાવી રહી છે. આ ઘટનામાં કેટલાક શખ્સો જીવ બચાવીને દિવાલ કૂદી જાય છે.

અનોખી ડિમાન્ડ :એક પુખ્ત હિંદુ યુવતીએ સૂરત પોલીસને આપેલી અરજીમાં કહ્યું કે, તે એક મુસ્લિમ યુવકને પ્રેમ કરે છે,પરંતુ આ યુવતીએ અનોખી ડિમાન્ડ મૂકી છે.

Image
SAMAY NEWS007  02 એપ્રિલ 2019 સૂરત-  રાજ્યમાં હિંદુ યુવતી અને મુસ્લિમ યુવકના પ્રેમનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. એક પુખ્ત હિંદુ યુવતીએ સૂરત પોલીસને આપેલી અરજીમાં કહ્યું કે, તે એક મુસ્લિમ યુવકને પ્રેમ કરે છે. પરંતુ આ યુવતીએ અનોખી ડિમાન્ડ મૂકી છે. યુવતીએ કહ્યું કે, તે આ યુવક સાથે ત્યારે જ લગ્ન કરશે જ્યારે તે તેમનો ધર્મ બદલશે અને શાકાહાર અપનાવશે. તેના પ્રેમીની પોલીસ દ્વારા ધરપકડના એક દિવસ બાદ આ યુવતીએ કાટાગ્રામ પોલીસ સ્ટેશન પર આવેદન આપ્યું છે. યુવતીની ઉંમર 18 વર્ષ અને 7 મહિનાની છે. આ પહેલાં યુવતીના ઘરવાળાઓએ તેમની દીકરી ગૂમ હોવાની ફરિયાદ નોંધાવી હતી. 22 એપ્રિલના રોજ આ પ્રેમીપંખીડા નાનપુરા મેરેજ રજિસ્ટ્રી ઓફિસ ખાતે લગ્ન કરવા પહોંચ્યા હતાં. આ વાતની જાણ યુવતીને માતાપિતાને થતાં તેઓ મેરેજ રજિસ્ટ્રી ઓફિસ પહોંચ્યાં હતાં, પરંતુ આ પ્રેમીપંખીડા ત્યાંથી ભાગી ગયાં હતાં. અટકાયત કર્યાં બાદ પોલીસે આ બંનેને છોડી મુક્યા હતાં. પોલીસે કહ્યું કે, બંન્ને પુખ્ત ઉંમરના છે અને બંને પોતાના  માટે જાતે નિર્ણય લઈ શકે છે. જો કે, યુવતી તેમના પરિવાર પાસે પરત જતી રહી છે. ત્યારબાદ યુવતીએ તેમના માતાપિતા અને અન્ય પરિવારન

લગ્ન પછીને સુહાગરાતે બન્યો એવો બનાવ કે, બે દિવસના લગ્ન જીવનનો કરુણ અંજામ આવ્યો હતો, અને વાત પોલીસ સ્ટેશન પહોંચી હતી.

Image
પ્રતિકાત્મક તસવીર SAMAY NEWS007  02 એપ્રિલ 2019 અમદાવાદ : અમદાવાદમાં નવપરિણીત યુગલનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એ પણ સુહાગરાતનો. લગ્ન પછીને સુહાગરાતે બન્યો એવો બનાવ કે, બે દિવસના લગ્ન જીવનનો કરુણ અંજામ આવ્યો હતો, અને વાત પોલીસ સ્ટેશન પહોંચી હતી. જે ઘરમાં બે દિવસ પહેલા લગ્નના ગીતો ગવાતા હતા, ઢોલ વાગતા હતા, તે પરિવાર નવપરણીત યુગલ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યું છે. જુઓ શું બન્યું... પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના કૃષ્ણનગરમાં પહેતા યુવકના લગ્ન દિલ્હીની યુવતી સાથે 29 એપ્રિલના રોજ થયા હતા. પોતાના જ સમાજની યુવતી સાથે પરણ્યા બાદ નવદંપતી અમદાવાદ આવ્યું હતું. પણ, લગ્ન બાદ સુહાગરાતના દિવસે પત્નીએ તબિયત ખરાબ હોવાથી સુહાગરાત મનાવવાની ના પાડી હતી. ટ્રેનમાં મુસાફરી દરમિયાન તબિયત ખરાબ હોવાથી તેણે પતિને ના પાડી હતી. પત્નીએ સુહાગરાતની ના પાડતા પતિનો અહમ ઘવાયો હતો, અને પત્નીના અન્ય પુરુષની સાથે સંબંધ હોવાની શંકા વ્યક્ત કરીને તેણે પત્નીને માર માર્યો હતો.

યુવક-યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Image
SA MAY NEWS007  02 એપ્રિલ 2019 ચોટીલા પંથકના જંગલમાં યુવક-યુવતીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયો વાયરલ થતા સ્થાનિકો અનેક તર્ક-વિતર્ક કરી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ થઇ રહ્યુ છે કે બ્લુ કલરનો શર્ટ પહેરેલો યુવક અને ક્રિમ કલરનો ડ્રેસ પહેરેલી યુવતી ચુંદળીથી ગળેફાંસો ખાધેલી હાલતમાં વૃક્ષની ડાળીએ લટકેલા છે. વાયરલ વીડિયો અને સ્થાનિકોના તર્ક-વિતર્કને લઇને પોલીસે વીડિયો અંગે તપાસની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના પાછળ કોઇ અંગત કારણ અથવા તો પ્રેમ પ્રકરણ જવાબદાર છે.તેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. તેમજ આ મામલે પુરાવા સહિતની કાર્યવાહી ચાલી રહિ છે.

મહારાષ્ટ્રના નક્સલપ્રભાવિત વિસ્તાર ગઢચિરૌલીમાં આજે થયેલા આઇઇડી બ્લાસ્ટમાં 15 સુરક્ષા જવાન શહીદ થયા છે.

Image
S AMAY NEWS007 01 એપ્રિલ 2019 મહારાષ્ટ્રના નક્સલપ્રભાવિત વિસ્તાર ગઢચિરૌલીમાં આજે થયેલા આઇઇડી બ્લાસ્ટમાં 15 સુરક્ષા જવાન શહીદ થયા છે. આ હુમલામાં ખાનગી બસના ડ્રાયવરનું પણ મોત થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલા પર શોક વ્યક્ત કર્યો છે તથા કહ્યું છે કે હુમલાના કાવતરાખોરોને છોડવામાં નહીં આવે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ હુમલા બાદ ડીજીપી અને ગઢચિરૌલીના એસપીના સંપર્કમાં છે અને કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના કુરખેડા તાલુકાના દાદાપુર ગામમાં નક્સલીઓ 36 વાહનોને આગ ચાંપી હતી અને ત્યાર બાદ આ ઘટનાને પગલે ક્વિક રિસ્પોન્સ ટીમના કમાન્ડો ઘટનાસ્થળે રવાના થયા હતા. આ કમાંડો નક્સલીઓનો પીછો કરતા જંબુખેડા ગામના એક પુલ પર પહોંચ્યા હતા જ્યાં નક્સલીઓએ વિસ્ફોટ કર્યો હતો.

રાજકોટમાં એક સાડા ત્રણ વર્ષના બાળક પર 3 કૂતરા ત્રાટક્યા હતા: . આ હુમલાની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. 

Image
SAMAY NEWS007  01 એપ્રિલ 2019 રાજકોટ : રાજ્યભરમાં દિવસેને દિવસે રખડા કૂતરાઓનો આતંક વધતો જ જાય છે. કૂતરાઓના આતંકના અનેક કિસ્સાઓ રોજેરોજ સામે આવી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં જે બનાવ બન્યો તે અત્યંત ચોંકાવનારો ગણી શકાય. રાજકોટમાં એક સાડા ત્રણ વર્ષના બાળક પર 3 કૂતરા ત્રાટક્યા હતા. બાળકની માતા દાંડિયા ક્લાસમાં ગઈ હતી, તે દરમિયાન બાળક પાર્ટી પ્લોટમાં રમતું હતું. ત્યારે અચાનક જ કૂતરાઓએ બાળક પર હુમલો કર્યો હતો. આ હુમલાની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો પહોંચ્યા હતા અને કૂતરાઓને ભગાડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, નાનામવા સર્કલ પાસે પ્રતિલોક પાર્ટી પ્લોટમાં દાંડિયા રાસ ક્લાસ ચાલે છે. ત્યારે સાંજના સમયે એક મહિલા રાસ શીખવા આવી હતી. મહિલાઓ જ્યારે અહી રાસ શીખતી હોય છે, તો તેમના સંતાનો બગીચામાં રમતા હોય છે. તેથી મનીષાબેન નામની એક મહિલા રાસ શીખવામાં વ્યસ્ત હતી, ત્યાં બહાર તેના દીકરા પર કૂતરાઓ તૂટી પડ્યા હતા. એક-બે નહિ, ત્રણ-ત્રણ કૂતરાઓ બાળકને ઘેરી વળ્યા હતા. કૂતરાઓ તૂટી પડતા જ બાળકે ચીસાચીસ કરી હતી, જેથી પાસે ઉભેલા બે યુવાનો તેની મદદે દોડી આવ્યા હતા અને તેઓએ બાળકને કૂતર

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

Image
SAMAY NEWS007  01 એપ્રિલ 2019   મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે. વિગતો જોઇએ તો ઇન્દોરમાં રહેતી કાજલ નામની મહિલા પોતાના પાળેલા બિલાડાના વાળ કપાવવા માટે પાર્લરમાં ગઇ હતી. વાળ કપાવી લીધા બાદ તે ઘરે આવી હતી. ઘરે આવ્યા બાદ થોડા જ સમયમાં તેના બિલાડાનું મોત થયું હતું. આથી તેણીએ બિલાડાનું પોસ્ર્ટ મોર્ટમ કરાવ્યું તો જાણવા મળયું કે બિલાડાના ફેફસામાં પાણી ભરાઇ જવાથી મોત થયું હતું. પીએમ બાદ મહિલાએ આ અંગે પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે. કાજલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તે રાજસ્થાનની રહેવાસી છે અને ઇન્દોરની આઇટી કંપનીમાં નોકરી કરે છે. ત્રણ વર્ષ પહેલા તેણે બેગ્લુરૃમાંથી ૮૦ હજારની કિંમતનો એક વિદેશ બિલાડો ખરીદયો હતો અને તેના માટે અત્યાર સુધીમાં લાખોનો ખર્ચ કરી ચુકી છે. એક વર્ષ પહેલા તેની ઇન્દોરમાં બદલી થઇ છે. હું એક માસ પહેલા પાર્લરમાં લઇ ગઇ હતી અને પાર્લર સંચાલક મધુ પાસે તેના વાળ કપાવ્યા હતા. કાજલે જણાવ્યું કે ત્યાંના કર્મચારીએ ખોટી રીતે બિલાડાના મોઢા પર પાણી છાંટી નવરાવતો હતો. આથી