ચૂંટણીના માહોલમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલ, ચાર દિવસમાં ચાર હત્યા


 

SAMAY NEWS007  19 એપ્રિલ 2019

 

 પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ: એક તરફ લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી રહી છે. શહેરમાં દરરોજ એક હત્યાની ઘટના બની રહી છે. સોલા, વાસણા, નારણપુરા બાદ હવે વટવા વિંઝોલ ફાટક પાસે યુવકની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે. વટવા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ખુલ્લા ખેતરમાં લાશ મળી હતી: વટવા પોલીસને બુધવારે જાણ થઈ હતી કે વિંઝોલ રેલવે ક્રોસિંગ પાસે ખેતરમાં એક યુવકની લાશ પડી છે. પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ તપાસ કરતા યુવકની લાશ મળી આવી હતી તેના શરીર પર ઇજાના નિશાન પણ જોવા મળ્યા હતા. પોલીસે લાશને પીએમ માટે મોકલી અને મૃતકની ઓળખ અંગે તપાસ શરૂ કરી હતી

મંગળવારે રાતથી યુવક ગાયબ હતો: મૃતકની તપાસ કરતા તેનું નામ સુનિલદત્ત રામ (ટંકાર રેસીડેન્સી, વટવા) હોવાનું બહાર આવ્યું હતું. મંગળવારે રાતે સુનિલ ઘરે આવ્યો ન હતો. બીજા દિવસે નોકરીના સ્થળે તપાસ કરતા ત્યાં પણ નોકરીએ આવ્યો ન હતો. જેથી વટવા પોલીસમાં નોંધ કરવામાં આવી હતી. બીજી તરફ લાશ મળતાં પોલીસે તેમના પરિવારને જાણ કરી હતી.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.