વટવામાં બિલ્ડરે બે ભાઇઓને પહેલાથી જ વેચાઇ ગયેલા ફ્લેટ વેચી બન્ને પાસેથી મળીને રૂ. 20 લાખની રકમ મેળવી છેતરપિંડી આચરી


 

SAMAY NEWS007  25 એપ્રિલ 2019
 

 

અમદાવાદ |વટવામાં બિલ્ડરે બે ભાઇઓને પહેલાથી જ વેચાઇ ગયેલા ફ્લેટ વેચી બન્ને પાસેથી મળીને રૂ. 20 લાખની રકમ મેળવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફરિયાદ અનુસાર બંને મકાનના દસ્તાવેજ પહેલેથી મહિલાના નામ પર હતા. 

મકાનના દસ્તાવેજ પહેલેથી જ એક મહિલાનાં નામ પર હતાં 

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે જે ફ્લેટના અગાઉથી એક મહિલાનાં નામે દસ્તાવેજ કરી લોન કરવામાં આવી હતી. તે જ ફ્લેટ બે ભાઇઓને ફરીથી બિલ્ડરે વેચ્યા હતા. વળી જે મહિલાનાં નામે આ લોન છે તેનો કોઇ અત્તોપત્તો નથી. 

વટવામાં 34 વર્ષીય અવધેશ યાદવે બિલ્ડર જિગર પરીખ અને પારિતોષ પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે કે, 2011માં બિલ્ડર જિગર અને તેના સાથીદારે આર્ચી ઇન્ફ્રાકોન કંપનીએ વટવામાં ઓમ ઓરબિટ નામની સાઇટ ચાલુ કરી હતી. તેમની ઓમ ઓરબિટના ડી બ્લોકમાં અવધેશ અને તેમના ભાઇ બ્રિજેશે એક એક એમ બન્નેના થઇ 2 ફ્લેટ બુક કરાવ્યા હતા, જેના ટુકડે ટુકડે અવધેશે 12.83 લાખ જિગરને ચૂકવ્યા હતા. જ્યારે બ્રિજેશે 7.41 લાખ જિગરને આપ્યા હતા. જોકે ડી બ્લોક તૈયાર ન થતા જિગરે તેમને એ બ્લોકમાં 102 નંબરનો ફ્લેટ આપ્યો હતો. તેના દસ્તાવેજ માટે જિગરે અવધેશ પાસે 1 લાખ લીધા હતા. 

તપાસ કરતા એ-102 નંબરનો ફ્લેટ આપેલો જ્યારે બ્રિજેશને સી બ્લોકમાં 203 નંબરનો ફ્લેટ આપ્યો હતો. અવધેશે તો ઘરમાં રહેવા આવ્યા બાદ તેમાં 6 લાખનું ફર્નિચર પણ કરાવ્યું હતું. જો કે પાછળથી અવધેશ અને બ્રિજેશને જાણવા મળ્યું હતું કે જિગર અને તેના પાર્ટનરે અગાઉ જ્યોત્સનાબેન મોદી નામની મહિલાને ફ્લેટ વેચી દસ્તાવેજ કરી આપ્યા હતા, જેના પર જ્યોત્સનાબેનની લોન ચાલતી હતી. એ જ બન્ને ફ્લેટ અવધેશ અને બ્રિજેશને ફરી વેચ્યા હતા. બન્ને ભાઇઓએ મહિલાની તપાસ કરતા મહિલા મળી આવી નહોતી, જેથી છેતરાયાની જાણ થતાં અવધેશે બિલ્ડર જિગર, તેના પાર્ટનર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. 

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.