મંગળવારે રાત્રે ચૂંટણી પંચની ટીમે આવકવેરા અધિકારીઓને સાથે રાખીને ડીએમકે નેતા કનિમોઝી બાદ એએમએમકે પાર્ટીની ઓફિસમાં દરોડા પાડ્યા. જ્યાંથી 1 કરોડ 40 લાખ રૂપિયા જપ્ત કર્યા.

SAMAY NEWS007  17 એપ્રિલ 2019


 



ચૂંટણીમાં પૈસાનો ખોટો ઉપયોગ કરવા માટે તમિલનાડુમાં ચૂંટણી પંચની કાર્યવાહી ચાલુ છે. મંગળવારે રાત્રે ચૂંટણી પંચની ટીમે આવકવેરા અધિકારીઓને સાથે રાખીને ડીએમકે નેતા કનિમોઝી બાદ એએમએમકે પાર્ટીની ઓફિસમાં દરોડા પાડ્યા. જ્યાંથી 1 કરોડ 40 લાખ રૂપિયા જપ્ત કર્યા. જે રોકડ ઘણા બોક્સમાં રાખવામાં આવી હતી.
આ પેકેટ પર વોર્ડ નંબર લખેલા હતા અને દરેક મતદારને 300 રૂપિયા આપવાના હિસાબથી રાખવામાં આવ્યા હતા. જોકે ચૂંટણી પંચનું કહેવું છે કે પૈસાની ગણતરી ચાલુ છે અને ત્યાર બાદ ચોક્કસ આંકડો જાહેર કરાશે. ટીમે થેની જિલ્લાના અડીપટ્ટીમાં અમ્મા મક્કલન મુનેત્ર કડગમ પાર્ટીની ઓફિસમાં પણ દરોડા પાડ્યા. દરમિયાન ટીમ અને એએમએમકેના કાર્યકરો વચ્ચે સંઘર્ષ પણ થયો.
પોલીસે હવામાં ફાયરિંગ પણ કર્યું. એએમએમકે ટીટીવી દિનાકરનની પાર્ટી છે. આ પહેલા ડીએમકે ઉમેદવાર કનિમોઝીના તૂતચીકોરિનના કુરિંચી નગર વિસ્તારમાં આવેલા નિવાસસ્થાને આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા.
આ દરોડા દરમિયાન કનિમોઝીના ઘરે આવકવેરા વિભાગને કોઈ કેશ કે કોઈ દસ્તાવેજો ન મળ્યા. ત્યારે ડીએમકે કાર્યકરો ભડક્યા હતા. અને વિવિધ જગ્યાએ દરોડા વિરુદ્ધ દેખાવ કર્યા હતા. કનિમોઝીના ભાઈ અને પાર્ટી પ્રમુખ સ્ટાલિને પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.