સતત પરાજય છતાં કાંગ્રેસમાં આપખુદશાહી ચૂંટણી સમયે નિરસ અને નિષ્ક્રીય હોવાનું આગેવાનોનું તારણ,કોંગ્રેસ ના હારવાનું કારણ હાર્દિક પટેલ રહેશે લોકોમાં ચર્ચા.

SAMAY NEWS007  28 એપ્રિલ 2019

લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસમાં પક્ષ વિરોધી કામ કરનારા સામે પાર્ટી એક્શન લેવાના મૂડમાં આવી છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ ગુજરાતની તમામ ૨૬ લોકસભા ચુંટણી પર પ્રચાર કામગીરીની મે મહિનાના પહેલા અઠવાડિયામાં સમીક્ષા કરવાના છે. જેમાં કયા નેતાઓએ કેટલી સભા કરી, કેટલું કામ કર્યુ. તેનો રિપોર્ટ માંગવામાં આવશે. કોંગ્રેસે પક્ષ વિરોધી કામ કરનારા 30થી વધુ લોકોને સસ્પેન્ડ કરવાનું પણ મન બનાવી દીધું હોવાનું મનાય છે. અમદાવાદ સહિત અનેક જગ્યાઓએ કોંગ્રેસના નેતાઓ ઘરમાં બેસી રહ્યા હતા. તો ભાજપને બંધ બારણે મદદ કરી હોય તેવા નેતાઓ સામે પગલાં લેવાનું લગભગ નક્કી કર્યુ છે. કમળમાં પણ કકળાટ સામે આવ્યો છે. ધારાસભ્યો અને હોદેદારો નિષ્ક્રીય રહ્યાં છે.



સતત પરાજય છતાં કાંગ્રેસમાં આપખુદશાહી ચૂંટણી સમયે નિરસ અને નિષ્ક્રીય હોવાનું આગેવાનોનું તારણ


આંતરિક વિખવાદને કારણે એકતાનો અભાવ


સ્થાનિક નેતાઓની પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ


હાઈકમાન્ડમાંથી ચૂંટણી ફંડ આવ્યું પણ ખર્ચાયુ નહી


બૂથ પાસે કાંગ્રેસનું ટેબલ મુકવાના પણ પૈસા ન આપ્યા


મતદાનના દિવસે મોટાભાગના ધારાસભ્યો – હોદેદારો ઘરે બેસી રહ્યા


હાર્દિકના ત્રણ સમર્થકોને ટિકિટ મળતા મૂળ કાંગ્રેસીઓ નારાજ


લલિત કગથરા, લલિત વસોયા, ગીતા પટેલને ટિકિટથી પક્ષમાં આતંરિક અસંતોષ


પોતાના મળતિયાને ટિકિટ ન મળતા હરિફ ઉમેદવારને મદદ થાય તેવો પ્રયાસ

ઉમેદવારોને અપાયેલુ લાખો રૂપિયાનું ચૂંટણી ફંડ સ્થાનિક નેતાઓ હજમ કરી ગયા


મતદાનના ચાર દિવસ પહેલાથી જ કાંગ્રેસ સમર્થકો ઉમેદવારથી દૂર થઈ ગયા


અમદાવાદ – ગાંધીનગરમાં મતદાનના દિવસે કાંગ્રેસના ગણ્યા ગાંઠ્યા બૂથ


કાર્યકરોને ચા – નાસ્તો આપવાના પણ ફાંફા પડ્યા

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.