તારા પતિ સાથે કોઇ પણ જાતની વાતચીત કરવી નહીં અને દરરોજ રાતે 10 થી 11 એમ 1 જ કલાક એકાંત માણવાનો, છોકરા પેદા કરવા જ તારા લગ્ન કરાવ્યા છે.

SAMAY NEWS007  28 એપ્રિલ 2019

અમદાવાદ: ‘લગ્ન કરીને સાસરીમાં આવેલી નવવધુને સાસુએ બોલાવીને કહી દીધુ
કે, તારે તારા પતિ સાથે કોઇ પણ જાતની વાતચીત કરવી નહીં અને દરરોજ રાતે 10 થી 11 એમ 1 જ કલાક એકાંત માણવાનો, છોકરા પેદા કરવા જ તારા લગ્ન કરાવ્યા છે. મને 1 જ મહિનામાં રિઝલ્ટ જોઇએ. સીટીએમ વિસ્તારમાં રહેતા મીનિષા(30) ના લગ્ન 19 એપ્રિલ 2016માં વસ્ત્રાલમાં રહેતા જિજ્ઞેશ સાથે થયા હતા. હજુ તો મીનિષા લગ્ન કરીને સાસરીમાં આવી તેની સાથે જ સાસુએ તેને બોલાવીને કહી દીધું હતું કે તારે રોજ રાતે 1 જ કલાક તારા પતિ સાથે એકાંતની પળ માણવાની છે.
સાસુએ જલ્દી બાળક લાવી દેવાની વાત કરી હોવાથી તેઓ બાળકની ઘેલછામાં આવું બોલ્યા હોવાનું માનીને મીનિષાએ તેમની વાતને બહુ ગંભીરતાથી લીધી ન હતી. 11 મહિના બાદ મીનિષાની કુખે દીકરીનો જન્મ થતા સાસરી પતિ, સાસુ, સસરા અને નણંદ દહેજ બાબતે, ઘરકામ બાબતે તેમજ નાની નાની બાબતે શારિરિક - માનસિક ત્રાસ આપીને હેરાન પરેશાન કરતા હતા.
સાસરિયાઓના ત્રાસથી ઘણી બધી વખત મીનિષા રિસાઈને પીયર આવી જતી હતી પરંતુ સાસરીવાળા આવીને સમજાવતા હોવાથી મીનિષા તેમની સાથે સાસરીમાં જતી રહેતી હતી. પરંતુ સાસરી પક્ષના ચારેય સભ્યોનો ત્રાસ હદપાર વધી જતા આ અંગે મીનિષાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. (પાત્રોનાં નામ બદલ્યાં છે)

મીનિષા ગર્ભવતી થતા 4 ડિસેમ્બર 2016માં તેનું શ્રીમંત કરીને પીયર મોકલવામાં આવી હતી. ત્યારબાદ તા.9-3-2017 ના રોજ મીનિષાની કુખે દીકરીનો જન્મ થયો હતો. જેથી તેના સાસરી પક્ષના એક પણ સભ્ય દીકરીનું મોંઢુ જોવા પણ આવ્યા ન હતા. જો કે સમાજના આગેવાનોએ મધ્યસ્થી કરતા સાસરી પક્ષના સભ્યો મીનિષાને લઇ ગયા હતા.

મીનિષાના સાસરિયાને દીકરાની ઘેલછા હતી. મીનિષાની કુખે દીકરીનો જન્મ થતા સાસરી પક્ષના સભ્યો તેને લેવા આવતા જ ન હતા. આટલું જ નહીં મીનિષા અને દીકરીને તેડી જવા માટે દહેજ પેટે ફલેટ અને ગાડી માંગી હતી.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.