અમદાવાદ: રામોલમાં રહેતી યુવતી પર થયેલા ગેંગરેપની ઘટનામાં હવે સ્ટુડન્ટ પોલિટિક્સ શરૂ થયું છે.

SAMAY NEWS007  29 એપ્રિલ 2019

હાલ આ કેસ તાજો છે, ત્યાં સુધી થોડા દિવસ સામાજિક કાર્યકર અને પોલીસ અને તેને લાગતાં વળગતા અધિકારી ઓ પોતે જવાબદારી પૂર્વક કામ કર્યુ છે, તેનો મનમાં અહેસાસ કરશે,પછી જેમ જેમ દિવસો જશે તેમ તેમ બધાં આ કેસ ને ભુલી જશે,   પણ ખરેખર સાચો અહેસાસ ત્યાંરે જ થશે કે જયારે આ કેસ નાં લાગતા-વળગતા આરોપીઓને સજા મળશે અને પીડિતાને ન્યાય મળશે.

અમદાવાદ: રામોલમાં રહેતી યુવતી પર થયેલા ગેંગરેપની ઘટનામાં હવે સ્ટુડન્ટ પોલિટિક્સ શરૂ થયું છે. આરોપી અંકિત પારેખ ABVP અને સંધનો કાર્યકર હોવાનું NSUI જણાવી રહ્યું છે. જ્યારે ABVP અંકિત પારેખ પોતાનો કાર્યકર ન હોવાનું જણાવી રહ્યું છે. NSUIના નેતા સુભાન સૈયદે જણાવ્યું હતું કે અંકિત પારેખ ABVPનો કાર્યકર છે અને સોશિયલ મીડિયાના ABVPના કાર્યક્રમમાં હાજર હોવાના ફોટા પણ છે.
ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર સજાગ બન્યું: આરોપી અંકિત પારેખ ગુજરાત યુનિવર્સિટીની સ્કૂલ ઓફ સાયન્સમાં હંગામી કર્મચારી તરીકે નોકરી કરતો હતો. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હિમાંશુ પંડ્યાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અંકિતને કેમ્પસમાં આવવા પર પ્રતિંબધ મુકવામાં આવ્યો છે. યુનિવર્સિટીની બહારના તત્વોની વાતોમાં અને કોઈ પણ પ્રલોભનમાં વિદ્યાર્થીઓ આવવું નહીં.

રાજ નામના શકમંદની અટકાયત: ગેંગરેપ પીડિતાના મોત બાદ જાગેલી રામોલ પોલીસ ગણતરીના કલાકોમાં ચિરાગ અને અંકિત નામના આરોપીની ધરપકડ કરી લીધી હતી. જ્યારે હાર્દિક શુક્લા નામનો આરોપી ફરાર થવામાં સફળ રહ્યો છે. ચિરાગ અને અંકિતની પુછપરછ બાદ રાજ નામના યુવકની પણ પોલીસ આજે અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે. રામોલ પોલીસ પુરાવા મેળવવા માટે અલગ-અલગ હોટલના રજિસ્ટરની તપાસ કરી રહી છે. આરોપીના કોલ ડિટેઈલના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપી હાર્દિક શુક્લા રામોલ પોલીસ અને ઝોન-5 ડીસીપી અક્ષયરાજ મકવાની સ્કોર્ડને પણ હંફાવી રહ્યો છે. છેલ્લા 1 વર્ષથી નોંધાયેલી ફરિયાદના પોલીસની ઢીલી તપાસ અને યોગ્ય પુરાવાએ ન મેળવી શકતા આરોપી હાર્દિક ભાગવામાં સફળ રહ્યો છે અને પોલીસ ફાંફા મારી રહી છે.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.