કારનો કાચ તોડી અજાણી વ્યક્તિ કારમાંથી દાગીના અને રોકડા રૂ.15 હજાર ભરેલા પર્સની ચોરી કરી ગઈ હતી.

SAMAY NEWS007  25 એપ્રિલ 2019

પ્રતિકાત્મક તસવીર

મુંબઈથી અમદાવાદ આવેલા પરિવારની કારનો કાચ તોડી અજાણી વ્યક્તિ કારમાંથી દાગીના અને રોકડા રૂ.15 હજાર ભરેલા પર્સની ચોરી કરી ગઈ હતી. આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

મુંબઈના દહીંસર ઈસ્ટ જૈનબ બાગમાં રહેતા હિતેન વ્યાસ પરિવાર સાથે અમદાવાદ કામસર આવ્યા હતા. દરમિયાન તેમણે પોતાની કાર નિકોલ રિંગરોડ પર સુપિરિયા પાર્ક-2 ની સામે રોડ પર પાર્ક કરી હતી. બપોરે 12.30 વાગે હિતેનભાઈ કાર પાર્ક કરી બહાર ગયા હતા. ત્યાંથી બપોરના 2.30 વાગે પાછા ફરતા તેમણે જોયું કે તેમની કારનો ડ્રાઈવર સાઈડની કાચ તૂટેલી હાલતમાં હતો. હિતેનભાઈએ કારમાં તપાસ કરતા તેમાં તેમની પત્નીના પર્સમાં મૂકેલી સોનાની બે બંગડીઓ કિંમત રૂ.65 હજાર અને રોકડ રૂ.15 હજાર ભરેલું પર્સ ગાયબ હતું. આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.