એક દિલ ધડક ઘટના:પુણે મહારાષ્ટ્રમાં એક દીપડો બાળકને ઉઠાવીને ભાગી જવાની ફિરાકમાં હતો પરંતુ બાળકની માતાએ પોતાનો જીવ દાવ પર લગાવીને વ્હાલસોયા સંતાનનો જીવ બચાવ્યો હતો.


SAMAY NEWS007   22 એપ્રિલ 2019
 



પુણેઃ મહારાષ્ટ્રમાં એક દિલ ધડક ઘટના સામે આવી છે. પુણેના પિંપરી ચિંચવાડમાં એક પરિવાર ખેતરમાં ઊંઘી રહ્યો હતો ત્યારે દીપડાએ હુમલો કર્યો હતો. દીપડો બાળકને ઉઠાવીને ભાગી જવાની ફિરાકમાં હતો પરંતુ બાળકની માતાએ પોતાનો જીવ દાવ પર લગાવીને વ્હાલસોયા સંતાનનો જીવ બચાવ્યો હતો.

આ ઘટના પુણે જિલ્લાના જુન્નાર તાલુકામાં ઢોલવાડ ગામમાં રવિવારે રાતે બની હતી. શેરડીના ખેતર નજીક દંપત્તિ તેમના 18 મહિનાના બાળક સાથે ઊંઘી રહ્યું હતું. બાળકની માતા દીપાલી માલીએ જણાવ્યું કે, રાતે જ્યારે અમે ઊંઘી રહ્યા હતા ત્યારે દીપડાએ મારા દીકરા જ્ઞાનેશ્વરને માથામાંથી પકડીને ખેંચવાનું શરૂ કર્યું. હાલચાલ જોઈને હું અને મારો પતિ જાગી ગયા અને દીકરાને બચાવવાની કોશિશ કરી.

મેં મારા દીકરાના પગ પકડી લીધા અને પતિએ દીપડા પર પ્રહાર કરવાની સાથે બૂમો પાડીને આસપાસથી મદદ માટે અન્ય લોકોને બોલાવ્યા. જે બાદ મદદ માટે લોકો ત્યાં પહોંચ્યા ત્યારે દીપડો ભાગી ગયો. દીપડાના હુમલામાં જ્ઞાનેશ્વરના ચહેરા તથા એક આંખમાં ઇજા થઇ હતી. હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.