લગ્નની લાલચે તેને સુરત બોલાવી લીધા બાદ લગ્ન તો ન કર્યા પણ તેની પાસે દેહવ્યાપાર કરાવવા લાગ્યો હતો

SAMAY NEWS007  22 એપ્રિલ 2019

પશ્ચિમ બંગાળની એક યુવતીની દર્દનાક કહાની સપાટી પર આવી છે. ફેસબુકના માધ્યમથી મિત્રતા થઈ, એ મિત્રતા પ્રેમમાં પરિણમી. સુરતના યુવાને લગ્નની લાલચે તેને સુરત બોલાવી લીધા બાદ લગ્ન તો ન કર્યા પણ તેની પાસે દેહવ્યાપાર કરાવવા લાગ્યો હતો. આખરે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, વેસ્ટ બંગાળમાં રહેતી યુવતીને દોઢ વર્ષ અગાઉ અમરોલીના કોસાડ આવાસમાં રહેતા અફઝલ જલીલ મુલ્લા સાથે ફેસબુક મારફતે મિત્રતા થઇ હતી. આ મિત્રતા આખરે પ્રેમમાં ફેરવાઈ હતી. અફઝલે યુવતીને લગ્નની વાત કરી હતી. યુવતીએ સ્વિકાર કરતા તેણીને સુરત બોલાવી હતી. યુવતી 14 મહિના પહેલા વેસ્ટ બંગાળથી અમદાવાદ રહેવા આવી હતી. થોડો સમય રોકાયા બાદ તે બેંગ્લોર જતી રહી હતી ત્યાં બે મહિના રોકાયા બાદ સુરત આવી ગઈ હતી.

છેલ્લા નવ મહિનાથી તે સુરતમાં જ અફઝલના ઘરની થોડા જ નજીકમાં રહેતી હતી. લગ્ન કરવા માટે બોલાવ્યા બાદ લગ્ન નહીં કરી તેણીની સાથે અવારનવાર શરીરસંબંધ બાંધી તેણીને ત્યાં જ રાખી હતી. ત્યારબાદ તેણીની પાસેથી દેહવ્યાપારનો ધંધો કરાવવાનું શરૂ કર્યું હતું. દરમિયાન યુવતીને ગર્ભ રહી જતા યુવતીએ ફોટા પાડી અફઝલના સગા સબંધીઓને મોકલી દીધા હતા. આ વાતની જાણ અફઝલને થતા હવે ફોટા મોકલશે કે પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. દરમિયાન અફઝલની પત્ની, માતા અને સાસુએ માર માર્યો હતો. જેથી આખરે યુવતીએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અફઝલ, તેની પત્ની, માતા અને સાસુ સહિત ચારેય સામે ગુનો નોંધી તપાસ આદરી છે.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.