બોયફ્રેન્ડે તેને પરેશાન કરવા પોતાના મિત્રો સાથે આવી પીછો કરી હેરાન કરતા ગભરાઈ ગયેલી મહિલા દોડીને નજીકના કાફેમાં જતી રહી હતી. 

SAMAY NEWS007  25 એપ્રિલ 2019

અમદાવાદઃ બોયફ્રેન્ડ સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતી એક મહિલાને તેના બોયફ્રેન્ડે છોડી દેતાં તે પેઈંગગેસ્ટમાં રહેવા ચાલી ગઈ હતી. જો કે તેના બોયફ્રેન્ડે તેને પરેશાન કરવા પોતાના મિત્રો સાથે આવી તેનો પીછો કરી હેરાન કરતા ગભરાઈ ગયેલી મહિલા દોડીને નજીકના કાફેમાં જતી રહી હતી. જ્યારે તેના બોયફ્રેન્ડના મિત્રો તેની રાહ જોઈ બહાર ઊભા રહ્યા હતા. આ સંજોગોમાં રાતના 9 વાગ્યાથી 2 વાગ્યા સુધી કાફેમાં બેસી રહેલી મહિલાએ અંતે મહિલા હેલ્પલાઈન 181નો સંપર્ક કરતા પોલીસની ટીમે ત્યાં પહોંચી મહિલાને હેમખેમ છોડાવી પી.જી.માં પહોંચાડી હતી.

 મૂળ ગાંધીનગરની અને અમદાવાદમાં જોબ કરતી પિન્કી પંજાબીનાં લગ્ન મનદીપ સાથે થયાં હતાં. જો કે કોઈ કારણસર તેમની વચ્ચે મનમેળ ન થતાંં છૂટાછેડા થયા હતા. દરમિયાન પિન્કીને બોબી સાથે ફ્રેન્ડશિપ થઈ હતી જે પ્રેમમાં પરિણમતાં બંને શહેરમાં એક ફ્લેટ ભાડે રાખી લિવ ઈન રિલેશનમાં રહેતા હતા. ચાર દિવસ પહેલા બોબીએ પિન્કી સાથેના સંબંધોનો અંત લાવી દેતા પિન્કી ફ્લેટ છોડી પી.જી.માં રહેવા ચાલી ગઈ હતી. દરમિયાન મંગળવારે રાતે પિન્કી બહેનપણીને ત્યાં જમવા ગઈ હતી જેની જાણ બોબીને થતાં તે ચાર-પાંચ મિત્રો સાથે ત્યાં આવ્યો હતો અને પિન્કી સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. દરમિયાન તેના એક મિત્રે તેનો હાથ પકડી મોબાઈલ ફોન આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો.


આ ઘટનાથી ગભરાયેલી પિન્કી દોડીને નજીક આવેલા એક કાફેમાં ઘૂસી ગઈ હતી. બીજીબાજુ બોબીના મિત્રો તેની રાહ જોઈ બહાર જ ઊભા રહ્યા હતા.રાતના 9 વાગ્યાથી 2 વાગ્યા સુધી કાફેમાં બેઠેલી પિન્કીએ અંતે મહિલા હેલ્પલાઈન 181ની મદદ માંગતા પોલીસ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને પિન્કીને હાલમાં ફરિયાદ કરવાનું ટાળતાં પોલીસે તેને પી.જી. ખાતે હેમખેમ પહોંચાડી હતી અને મહિલા હેલ્પ લાઈનની મદદથી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. (પાત્રોનાં નામ બદલ્યાં છે)
પિન્કીનો પરિવાર લગ્ન કરાવવા માટે રાજી હતો
પિન્કી બોબી સાથે લિવ ઈનમાં રહેતી હોઈ પરિવારને તેની જાણ હતી અને તેઓ બંને લગ્ન કરે તેવી પણ ઈચ્છા ધરાવતા હતા. જો કે બોબીએ પિન્કીને તરછોડી દેતા આ શક્યતા પર પણ પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. દરમિયાન આ ઘટના બની હતી.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.