અમદાવાદઃ નારાણપુરામાં આવેલા સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે જાહેરમાં થુકવા બદલ એક વ્યક્તિને અમદાવાદ મ્યુ. કોર્પોરેશને રૂ 100નો દંડ ફટકાર્યો.

 SAMAY NEWS007  27 એપ્રિલ 2019

અમદાવાદઃ નારાણપુરામાં આવેલા સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે જાહેરમાં થુકવા બદલ નરોડા વિસ્તારમાં રહેતા મહેશ કુમાર નામના વ્યક્તિને અમદાવાદ મ્યુ. કોર્પોરેશને રૂ 100નો દંડ ફટકાર્યો છે. AMCએ જાહેરમાં થુકવા બદલ કોઈને ઈ-મેમોથી દંડ ફટકાર્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.
ગાડીનંબર પરથી AMCએ ઈ-મેમો ઘરે મોકલ્યોઃમહેશ કુમાર જ્યારે બાઈક પર નારણપુરાના સરદાર પટેલના સ્ટેચ્યુ પાસેથી પસાર થતાં હતાં ત્યારે તેમણે જાહેર રોડ પર પાનની પિચકારી મારી હતી. આ ઘટના AMCના કેમેરામાં કેદ થતાં કોર્પોરેશનને તેમના ગાડી નંબર પરથી તેમને ઈ-મેમો ફટકાર્યો હતો. આ સંદર્ભે મહેશ કુમારે નરોડા વોર્ડ AMC ઓફિસે આ 100 રૂનો દંડ ભર્યો હતો.

5 હજાર CCTV જાહેરમાં થુકનાર પર વોચ કરી રહ્યા છેઃ અમદાવાદ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત લગાવાયેલા 5000 CCTV કેમેરા અમદાવાદીઓ પર નીગરાની કરી રહ્યા છે. AMCના અધિકારીઓને 15 દિવસ પહેલાં જ ટ્રેનિંગ અપાઈ છે કે જાહેરમાં પાન-મસાલા ખાઈ પિચકારી કરનાર લોકોને ઈ-મેમોથી દંડ કરવાના છે. જેના સંદર્ભે AMCએ 20 એપ્રિલે ઈ-મેમો દ્વારા આ દંડ ફટકાર્યો હતો. ઈ-મેમોથી દંડ ફટકાનાર અમદાવાદ મ્યુ. કોર્પોરેશનએ દેશની પ્રથમ કોર્પોરેશન છે.


Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.