ડોક્ટેરે શારીરિક સુખ માણવાનું કહ્યું છે જો નહીં માણું તો બીમાર પડી જાઈશ' આવું કહીને એક અજાણ્યા શખ્સે અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતી એક પરિણીતા પાસે બિભત્સ માંગણી કરતા ચકચાર મચી

SAMAY NEWS007  20 એપ્રિલ 2019

ડોક્ટેરે શારીરિક સુખ માણવાનું કહ્યું છે જો નહીં માણું તો બીમાર પડી જાઈશ' આવું કહીને એક અજાણ્યા શખ્સે અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતી એક પરિણીતા પાસે બિભત્સ માંગણી કરતા ચકચાર મચી જવા પામ્યો છે. મહિલા અને તેના પતિએ આ અંગે વેજલપુરમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગત એવી છે કે અમદાવાદના વેજલપુરમાં એક 24 વર્ષીય યુવતીનો પતિ નોકરી પર ગયો હતો અને તે પોતાના ઘરે ઘરકામ કરી રહી હતી ત્યારે તેના ફ્લેટમાં આશરે 40 વર્ષોનો દાઢી ધારી શખ્સ ઘૂસી આવ્યો હતો. પ્રાપ્ત અહેવાલો મુજબ તેણે પરિણીતા નો હાથ પકડી અને કહ્યું હતું કે તું સારી દેખાય છે, તુ ઉત્તર પ્રદેશની છો મને તારા જેવી છોકરી સાથે લગ્ન કરવા છે. મને ડોક્ટરે કહ્યું છે કે તું શારીરિક સુખ નહીં માણે તો બીમાર પડી જઈશ' આવું કહી અને શખ્સે મહિલાના હાથ પર ચુંબન કરી લીધું હતું

નરાધમના વર્તનથી ડઘાઈ ગયેલી મહિલાએ આડોસી પાડોસી અને પતિને જાણ કરતા તેમણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત અહેવાલો મુજબ વેજલપુર પોલીસે આ ઘટનામાં અજાણ્યા દાઢીધારી શખ્સ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.