એક જ ક્ષણમાં મોટા શહેરને રાખના ઢગલામાં ફેરવી શકે એવી રશિયાએ વિશ્વની સૌથી લાંબી સબમરીન બેલગોરોડને તેના નૌસેના કાફલામાં સામેલ કરી છે. 


SAMAY NEWS007   27 એપ્રિલ 2019
 



રશિયા પોતાની લશ્કરી તાકાતમાં સતત વધારો કરી રહયો છે. તાજેતરમાં જ રશિયાએ વિશ્વની સૌથી લાંબી સબમરીન બેલગોરોડને તેના નૌસેના કાફલામાં સામેલ કરી છે. આ સબમરીનની તાકાતનો એના પરથી અંદાજ લગાવી શકાય કે તે એક જ ક્ષણમાં મોટા શહેરને રાખના ઢગલામાં ફેરવી શકે છે. તો આવો જાણીએ આ સબમરીનની કેટલીક મહત્વની વાતો. બેલગોરો સબમરીનનું સૈન્ય પરીક્ષણ તો ગત સાલ જ શરૃ કરવામાં આવ્યું હતું જો કે તેનો ઉપયોગ ર૦ર૧ થી શરૃ કરાશે.



અત્રે એ જણાવીએ કે વિશ્વમાં રશિયા અને અમેરિકા જ સૌથી વધારે સબમરીનનો ઉપયોગ કરે છે.ભારત પણ રશિયાની અકૂલા કલાસની સબમરીનનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત થોડા સમયમાં જ રશિયા પાસેથી પરમાણુ તાકાત ધરાવતી સબમરીન ખરીદવાની યોજના પણ છે. દૂનિયાની સૌથી લાંબી સબમરીન બેલગોરોડની લંબાઇ ૬૦૪ ફૂટ છે અને તે છ પરમાણુ ટોરપીડોથી સજજ છે.



આ સમમરીન આવતા રશિયાની સૈન્ય તાકાતમાં ઘણો મોટો વધારો થશે. આ સબમરીન ગુપ્ત રીતે પોતાના લક્ષ્યને અંજામ આપી શકે છે એટલે રશિયાની અંડરવોટર ઇન્ટેલીજન્સ એજન્સી નામ પણ આપવામાં આવ્યું છે. બેલગોરોડ સબમરીનના કેપ્ટન સીધો રાષ્ટપતિ પુટીનને જ રિપોર્ટ કરશે. વિશેષજ્ઞોએ એવી પણ સંભાવના વ્યકત કરી છે કે આ પરમાણુ ટોરપીડોમાંથી કોઇ એકનો જ ઉપયોગ કરવામાં આવે તો પણ દરિયામાં રેડિયોએકટીવ સુનામી આવી શકે છે.



આ સબમરીન સમુદૃમાં રાખવામાં આવે તો અમેરિકા સહિત કેટલાય દેશો માટે ખતરો બની શકે તેમ છે.તેમાં લગાવાયેલા ટોરપીડો પોતાની સાથે બે મેગાટન પરમાણુ હથિયાર લઇ જવા સક્ષમ છે અને તેની ક્ષમતા અમેરિકાએ હીરોશીમા ઉપર નાખેલા પરમાણુ બોમ્બથી ૧૩૦ ગણી વધારે છે.



સોવિયેત સંઘના વિભાજન બાદ રશિયા નબળો પડયો છે અને અમેરિકા તથા તેના સહયોગી દેશોના પ્રતિબંધોથી રશિયાની અર્થવ્યવસ્થાને બહુ નુકસાન થયું છે.રશિયા કેટલાય દેશોને યુધ્ધ હથિયારો વેચીને કમાણી કરી રહયો છે. બેલગોરેડ સબમરીન સમુદૃની સપાટી અંદર ૧૭૦૦ ફૂટ ઉંડે સુધી જઇ શકે છે અને તેની ઝડપ પ્રતિ કલાક ૮૦ માઇલ છે. તેને સોનાર (અલ્ટા સાઉન્ડ વેવ્ઝ)થી શોધવી પણ બહુ મુશ્કેલ છે.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.