મહિલા ફેસબુક ફ્રેન્ડે વરાછાના યુવકને મોંઘીદાટ ગિફ્ટો આપવાની લાલચ આપીને રૂ. 2.81 લાખની ટોપી પહેરાવી દીધી હતી.


SAMAY NEWS007  26 એપ્રિલ 2019

પ્રતિકાત્મક તસવીર


 સોશિયલ મીડિયા થકી છેતરપીંડિના કિસ્સાઓ બનવા સામાન્ય બની ગયા છે. આવી જ એક છેતરપીંડિ સુરતના યુવક સાથે બની છે. મહિલા ફેસબુક ફ્રેન્ડે વરાછાના યુવકને મોંઘીદાટ ગિફ્ટો આપવાની લાલચ આપીને રૂ. 2.81 લાખની ટોપી પહેરાવી દીધી હતી.

મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછામાં મરઘાં કેન્દ્ર પાસે કિરણપાર્ક સોસાયટીમાં રહેતા 23 વર્ષીય ગોપાલભાઇ વાલજીભાઇ ગાંગાણી મેડિકલ સ્ટોરમાં જોબ કરે છે. તેમના ભાઇ દિલીપની ફેસબુક ઉપર એક વિદેશી યુવતી સાથે ફ્રેન્ડશિપ થઇ હતી. તે યુવતી અંગ્રેજીમાં ચેટિંગ કરતી હોય દિલીપને વાચતીમાં ફાવટ નહીં આવતા ગોપાલ તે ફેસબુક ફ્રેન્ડ સાથે ચેટિંગ કરો હતો. આ રીતે ફ્રેન્ડશિપ કરી વાતોમાં ભોળવી તે યુવતીએ ગોપાલને પોતાના વોટ્સએપ નંબર આપ્યો હતો. વોટ્સએપ ઉપર ચેટિંગ સાથે ફોટાની પણ આપ-લે થઇ હતી.

દરમિયાન આ યુવતીએ વિશ્વાસ કેળવી સરપ્રાઇઝ ગિફ્ટ આપવાની ગોપાલનેસ્કીમ આપી હતી. કંપનીની એનિવર્સરી હોય આઇફોન, આઇપેડ, ગોલ્ડ ચેઇન, ઘડિયાળ, પરફ્યુમ, પાઉન્ડ વગેરે આપવાની વાત કરવા સાથે આ મોંઘીદાટ ગિફ્ટના ફોટા પણ વોટ્સએપ ઉપર મોકલી આપ્યા હતા. ઉપરાંત ગોપાલ પાસે એડ્રેસ પણ મેળવી લીધું હતું.

ત્યારબાદ ગત તા. 23મીએ અજાણ્યા નંબર ઉપરથી ગોપાલ ઉપર કોલ આવ્યો હતો. હું દિલ્હી સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ અને કસ્ટમ વિભાગમાંથી વાત કરું છું તમારું યુકેથી પાર્સલ આવ્યું છે. એમ કહી ચાર્જના નામે નાણાં બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ પાર્સલમાં પાઉન્ડ હોવાની વાત કરીને પણ ચાર્જના નામે નાણા ટ્રાન્સફર કરાવાયા હતા.


ઇન્ટરનેશનલ ટ્રાન્સફર કોડ જનરેટ કરવાના નામે પણ રૂ. .84 લાખ મળી કુલ રૂપિયા 2.81 લાખ પડાવી લીધા હતા. બાદમાં ભેજાબાજોએ ગોપાલભાઇને રિઝર્વ બેન્ક લેટર ઓફ ગેરન્ટીનું પ્રમાણપત્ર સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમનું પૂજા શર્માના નામનું આઇડી કાર્ડ સહિતના બનાવટી ડોક્યુમેન્ટ મોકલ્યા હતા. આ રીતે ગિફ્ટના નામે જાળમાં ફસાવી ગોપાલભાઇ પાસેથી રૂ. 2.81 લાખ પડાવી લીધા હતા. ફરિયાદના આધારે પોલીસ વધુ તપાસ હાથધી છે.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.