એક યુવાનને દોડાવી દોડાવીને ફિલ્મી સ્ટાઈલમાં હથિયારોથી મારતા સમગ્ર વિસ્તારમાં આ ઘટના ચર્ચાનો વિષય બની હતી.

SAMAY NEWS007  25 એપ્રિલ 2019

અમદાવાદ: ખોખરા વિસ્તારમાં મોબાઈલ ફોનમાં ખોટા મેસેજ કરવા બાબતે ચાલતા ઝઘડાની અદાવત રાખી ત્રણ પુરુષોએ એક યુવાનને દોડાવી દોડાવીને ફિલ્મી સ્ટાઈલમાં હથિયારોથી મારતા સમગ્ર વિસ્તારમાં આ ઘટના ચર્ચાનો વિષય બની હતી. આ અંગે ઈજાગ્રસ્ત યુવાને ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ખોખરામાં હાટકેશ્વર સ્મશાનની સામે રહેતા શિવાભાઈ શેલ્વાભાઈ કવંડર (20)ના મિત્ર રાજ રમણભાઈ દંતાણીને તેની નજીકમાં રહેતા રવિ ઓમપ્રકાશ ઠાકુર સાથે ફોનમાં ખોટા મેસેજ કરવા બાબતે ઝઘડો થયો હતો.દરમિયાન મંગળવારે શિવા કવંડર અને તેનો મિત્ર રાજ દંતાણી શિવાના ભાઈને એલ.જી. હોસ્પિટલમાં દાખલ કર્યો હોવાથી તેની ખબર કાઢવા ગયા હતા. ત્યાંથી પાછા ફરી શિવા તથા રાજ રાતના સાડા દસ વાગ્યાના સુમારે રાજ પતંગ નામની દુકાન પાસે ઊભા હતા.
આ સમયે રવિ ઠાકુર, મોનુ રાજદુલારે રાજભાર અને અખિલેશ ઓમપ્રકાશ ઠાકુર તલવાર અને ચપ્પુ જેવા હથિયારો સાથે ત્યાં આવ્યા હતા અને ઝઘડો શરૂ કર્યો હતો. આ સમયે રાજ દંતાણી ત્યાંથી ભાગી ગયો હતો. જો કે આ ત્રણે લોકોએ શિવા કવંડરને નિશાન બનાવતા તે પણ ભાગ્યો હતો પરંતુ તે નાશી શક્યો નહતો.દરમિયાન તેને દોડાવી દોડાવીને તેના પર શસ્ત્રોથી હુમલો કરવામાં આવ્યો હતો.


જેને લઈને આસપાસના લોકો પણ પોતાના ઘરમાંથી બહાર આવી ગયા હતા. ત્રણેએ શિવાને રાજની સાથે નહીં ફરવાની ધમકી આપી હતી અને ત્યાંથી નાસી ગયા હતા.દરમિયાન શિવાના સંબંધીઓને આ ઘટનાની જાણ થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ અંગે પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.