મામલો પતિ, પત્નિ ઓર વોનો છે. આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.


SAMAY NEWS007  20 એપ્રિલ 2019



ઇન્દોર: ઇન્દોરના લસૂડિયા થાના વિસ્તારમાં તે સમય સનસની ફેલાઇ ગઇ જ્યારે એક યુવતી હોટલના બીજા માળેથી બારીમાંથી કુદકો માર્યો. ગંભીર હાલાતમાં યુવતીને બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મામલો પતિ, પત્નિ ઓર વોનો છે. આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.
આ ઘટનાની જાણકારી આપતા પોલીસે જણાવ્યું કે ઇન્દોરની લસૂડિયા થાના વિસ્તારમાં એક મહિલા તેના વિવાહિત પ્રેમીની સાથે જેએમસી હોટલ પહોંચી હતી. ત્યારે યુવકની પત્ની પણ તેનો પીછો કરતા હોટલના બીજા માળે રૂમ નંબર 208માં પહોંચી ગઇ હતી. પોતાના પ્રેમીની પત્નીને જોઇ મહિલા ગભરાઇ ગઇ અને તેણે ઉતાવળમાં બારીમાંથી કૂદકો મારી દીધો, ત્યારબાદ ત્યાં હાજર લોકો મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા બોમ્બે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં મહિલાની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ ગંભીર હોવાનું જણાવી રહ્યાં છે.
પોલીસે જણાવ્યું કે, યુવક અને યવુતી બંને વિવાહિત છે અને ખોટા આઇડી કાર્ડ દ્વારા હોટલમાં પહોંચ્યા હતા. પોલીસે મહિલાના પ્રેમી રૂપેશની ધરપકડ કરી લીધી છે. પોલીસે હોટલ માલિકની સામે બેદરકારીનો કેસ દાખલ કર્યો છે.

લસૂડિયા ટીઆઇ સંતોષ દૂધીએ જણાવ્યું કે, રૂપેશની પત્ની પ્રિયાને તેના પતિનો કોઇ અન્ય મહિલા સાથે સંબંધ હોવાની શંકા હતા. તે રૂપેશને રંગે હાથ પકડવા માગતી હતી. જેના કારણે તેનો પીછો કરતી તે પણ હોટલ સુધી પહોંચી ગઇ હતી. જણાવી રહ્યાં છે કે મહિલા પણ વિવાહિતા છે અને બે વર્ષ પહેલા તેના છૂટાછેડા થઇ ગયા છે.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.