વાયરલ વીડિયો: મોદી પાટણ ખાતે આપેલા ભાષણમાં ગાળ(અપશબ્દ) બોલ્યા હતા..પણ પહેલાં જાણો હકીકત શું છે.

.SAMAY NEWS007  22 એપ્રિલ 2019
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પાટણમાં એક સભા સંબોધી હતી જેમાં તેમણે પાણી વિશે ખુબ જ મહત્વની વાત કરી હતી જેનો એક વિડિયો ‘Modi Said ‘BC” એવા હેડિંગ સાથે સોશિયલ મીડિયામાં શેર થઈ રહ્યો છે જેમા એવો દાવો કરાઈ રહ્યો છે કે મોદી પાટણ ખાતે આપેલા ભાષણમાં ગાળ(અપશબ્દ) બોલ્યા હતા. વીડિયોમાં પીએમ મોદીએ પાટણ ખાતે આપેલા ભાષણનો એક અંશ લેવામાં આવ્યો છે જેમાં એક જગ્યાએ પીએમ મોદી કહે છે કે, ‘બધા કહે છે પાણી માટે લડાઈ થવાની છે……… એ પછી ના શબ્દમાં વિડિયો ને એવી રીતે એડિટ કરાયો છે કે સાંભળનારને એવું લાગે કે આ વાક્ય પછી મોદી ગાળ બોલે છે.
Video Player

Use Up/Down Arrow keys to increase or decrease volume.
(વાયરલ વિડીયો)
આ વિડીયો કૉંગ્રેસ સમર્થક ગૌરવ પાંધી નામની એક વ્યક્તિએ તેના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. તેણે જે વીડિયો શેર કર્યો છે તે ‘ધ ક્વીન્ટ’ નામની ન્યુઝ વેબ સાઈટ નો એડીટ કરેલો વિડીયો છે.એટ્લે કે ‘ધ ક્વીન્ટ’ ના આ વિડીયો સાથે છેડછાડ કરવામાં આવી છે. પીએમ મોદીએ છેલ્લા ૩૦ સેકન્ડમાં પાણી વિશે વાત કરી હતી જેમાં તેઓએ કહ્યું હતું કે, ‘લોકો એમ કહે છે કે ભવિષ્યમાં લડાઈ પાણી માટેની થવાની છે તો પછી અમે અતારથી પાળ કેમ ન બાંધીએ?’










Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.