મૂળ વલસાડની બેંગ્લોરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી યુવતી ની રહસ્યમય હાલતમાં હત્યા થઇ ગઇ.


SAMAY NEWS007  03 એપ્રિલ 2019
 



વાયરલ ઈમેજ


બેંગ્લોરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી વલસાડના છરવાડા ગામની 22 વર્ષીય વૃતિને તેની જ કોલેજમાં રહસ્યમય હાલતમાં હત્યા થઇ ગઇ છે. આનાથી આખી કોલેજમાં સનસની ફેલાઇ ગઇ છે. ઘટનાના પાંચ દિવસ બાદ તેના શવને ગામ લાવવામાં આવ્યું હતું.
વલસાડના છરવાડા ગામમાં હર્ષદભાઇ પટેલના ત્રણ સંતાનોમાંથી સૌથી મોટી દીકરી વૃતિ જે 22 વર્ષની હતી, તે JMEનો અભ્યાસ કરવા બેંગ્લોર ગઇ હતી. 6 દિવસ પહેલા જ કોલેજમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી. બેંગ્લોર પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી હતી, ત્યાર બાદ હર્ષદભાઇને હત્યાના જાણકારી આપવામાં આવી હતી.
વૃતિના શવનું પોસ્ટ મોર્ટમ સહિત અન્ય કાર્યવાહી બાદ બેંગ્લોરથી વિમાન દ્વારા મુંબઇ એરપોર્ટ પર લાવવામાં આવ્યું હતું, જ્યાંથી શવને વલસાડ લાવવામાં આવ્યું હતું. હજુ સુધી એ અંગે કોઇ માહિતી નથી મળી કે વૃતિની હત્યા કયા કારણોસર કરવામાં આવી. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.