મોરબી માં સમાધાનના નામે બોલાવીને ખૂની ખેલ ખેલાયા નો વીડીઓ સીસીટીવીમાં કેદ.

SAMAY NEWS007  02 એપ્રિલ 2019


આવું પહેલી વખત નથી બન્યુ ભૂતકાળમાં પણ સમાધાનના નામે બોલાવીને ખૂની ખેલ ખેલાયો હોય તેવી ઘટના બની ચૂકી છે. ત્યારે આ વખતે આ પ્રકારની ઘટના મોરબીમાં બની છે. અને આ ઘટના એટલી ઘાતકી છે. જે ઘટનાએ સમગ્ર મોરબી પંથકમાં ચકચાર જગાવી છે. મોરબીના નટરાજ ફાટક પાસે બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
જે ફૂટેજને જોતા એવું લાગે કે કોઇ હોલીવુડ ફિલ્મનો સીન હોય તેવી રીતે એક કાર એક પછી એક શખ્સોને ઉડાવે છે. ઘટના કંઇક એવી છેકે મોરબીના નટરાજ ફાટક પાસે વહેલી સવારે 4 વાગ્યે બે કારમાં કેટલાક લોકો સમાધાન માટે પહોંચ્યા હતા. જો કે સમાધાન સાઇડમાં રહી ગયું. અને જૂની અદાવત આતંકમાં ફેરવાઇ ગઇ. બંને પક્ષો એકબીજાના લોહીના તરસ્યા બની ગયા.

આ ઘટનામાં તલવાર ધોકા લઇને પહોંચેલા એક પક્ષના લોકોએ બીજા પક્ષના લોકો પર હુમલો કર્યો. તો બીજા પક્ષમાંથી એક શખ્સે કાળા રંગની કારને બીજા પક્ષના લોકો પર ચઢાવી દેવાની કોશિષ કરી. સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે આ કાર કેવી રીતે આગળ જઇને ટર્ન લઇને પાછી આવીને એક પછી એક શખ્સોને ઉડાવી રહી છે. આ ઘટનામાં કેટલાક શખ્સો જીવ બચાવીને દિવાલ કૂદી જાય છે. જ્યારે એક વ્યકિતને ઠોકર લાગ્યા બાદ તેના પર બીજા શખ્સો તલવાર અને ધોકા વડે તૂટી પડે છે.


જેમાં તેનું નિર્દયી રીતે મોત થઇ જાય છે. આ દ્રશ્યો એટલા ખતરનાક છે કે આ દ્રશ્યોને દેખાડવા એ સમાજ પર એક ખરાબ છાપ છોડી જાય તેવા છે. ત્યારે આ સમગ્ર ઘટમાં ફાયરિંગ થયું છે તલવાર વડે હુમલો કરાયો. જેમાં 3 લોકોને ઇજા પહોંચી છે. એક વ્યકિતનું ખૂબજ નિર્દયતાપૂર્વક ખૂન કરી દેવાયું છે. આ સમગ્ર ઘટના બનતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ સમગ્ર ઘટના પૈસાને લઇને બની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પરંતુ આ ઘટનાએ ફરીએક વખત સાબિત કરી દીધુ છે કે મોરબી હવે માનવતાનું નહીં પરંતુ ઘાતકતાનું શહેર બની ગયું છે.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.