સુરત: અમરોલીમાં ડોર ટુ ડોર ગાર્બેજની ગાડીએ દોઢ વર્ષની બાળકીને ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું મોત નિપજ્યું હતું. 



SAMAY NEWS007  05 એપ્રિલ 2019




સુરત: અમરોલીમાં ડોર ટુ ડોર ગાર્બેજની ગાડીએ દોઢ વર્ષની બાળકીને ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે અમરોલી પોલીસે ડોર ટુ ડોર ગાર્બેજની ગાડીના ડ્રાઇવરની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે. જોકે, લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે, પાલિકાની ગાર્બેજ ટેમ્પાનો ચાલક દારૂના નશામાં હતો તેમજ કાનમાં ઇયરફોન નાખીને રફમાં ગાડી ચલાવતો હતો.
અરોલી પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતા સંતોષભાઈ દેવીપૂજક લારી પર ભંગારની ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારે સવારે તેમની દોઢ વર્ષની પુત્રી અનન્યા અન્ય બાળકો સાથે ઘર નજીક રમતી હતી. દરમિયાન ત્યાં કચરો લેવા માટે આવેલી ગાર્બેજ કલેક્શનની ગાડીની અડફેટમાં આવી જતાં પટકાઈ હતી. જેથી ગંભીર રીતે ઘવાયેલી અનન્યાને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. અકસ્માતમાં માસુમ અનન્યાનું મોત નિપજ્યું હોવાની જાણ થતાં ગાર્બેજ કલેક્શન ગાડીનો ડ્રાઇવર સતીષ પ્રકાશ પાટીલ પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. બનાવ અંગે પોલીસે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
જોકે, ઘટનાસ્થળે હાજર લોકોની ભીડએ હલ્લો મચાવી દીધો હતો. ત્યારબાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મનપાના અધિકારીઓ પણ પહોંચી ગયા હતા. પોલીસે આખો મામલો થાળે પાડી આરોપી ડ્રાઇવર સતીષ પાટીલ અને પાલિકાની ગાડીને પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ હતી. ડ્રાઇવર સામે ગુનો નોંધ્યો છે.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.