અમદાવાદ: લગભગ 25 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલું વસ્ત્રાપુર તળાવ હાલ મેદાન બની ગયું છે.

SAMAY NEWS007  04 એપ્રિલ 2019

અમદાવાદ: લગભગ 25 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલું વસ્ત્રાપુર તળાવ હાલ મેદાન બની ગયું છે. તળાવમાં ટ્રિટમેન્ટ કરેલું પાણી ઠાલવવા મે-2018માં કોર્પોરેશને 90 લાખના ખર્ચે ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખ્યો હતો. વસ્ત્રાપુર તળાવ પહેલું એવું તળાવ છે જ્યાં આવો પ્લાન્ટ નખાયો હોય. તેનો હેતુ ટ્રિટ કરેલું પાણી તળાવમાં ઠાલવવાનો છે.
પરંતુ મોટાભાગનું પાણી ગાર્ડનિંગ તેમજ અન્ય હેતુ માટે વપરાય છે. ઉનાળામાં પાણીનું બાષ્પીભવન થવા ઉપરાંત તળાવની ડિઝાઈનને કારણે મોટાભાગનું પાણી જમીનમાં ઉતરી જાય છે. તળાવનું તળિયું નવેસરથી ખોદાયું છે તેમજ તેના પર એક ફૂટથી વધુ ઊંડાઈનું માટીનું થર છે. માટે પાણી વહેતું નથી. તળાવની ઊંડાઈ 9 મીટર છે અને તેની ક્ષમતા 12 કરોડ લિટર પાણીની છે, પરંતુ ચોમાસા સિવાય તળાવ હંમેશાં સૂકુ રહે છે.



Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.