અમદાવાદ : શ્રમિકોના નામે થયુ છે મસમોટું કૌભાંડ સરકારના રૂપિયાને ખિસ્સા સેવતા આ કૌભાંડનો રેલો ભાજપના જ એક નેતા સુધી પહોંચ્યો છે.


SAMAY NEWS007  04 એપ્રિલ 2019
 


મલાઇદાર કૌભાંડ !

અમદાવાદ શ્રમિકોના નામે થયુ છે મસમોટું કૌભાંડ સરકારના રૂપિયાને ખિસ્સા સેવતા આ કૌભાંડનો રેલો ભાજપના જ એક નેતા સુધી પહોંચ્યો છે. 

ગુજરાતમાં  શ્રમિકોના નામે મલાઇદાર કૌભાંડ સામે આવ્યું છે. શ્રમિકોના આવાસના નામે કરોડોની કટકી થઇ છે. કોણ છે આ કટકીબાજ ? એક જાણીતી મીડિયા એ સમગ્ર મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કર્યું છે.  સરકારના રૂપિયે ચાલતા આ કૌભાંડનો રેલો પહોંચ્યો છે. શ્રમયોગી કલ્યાણ બોર્ડના ચેરમેન ડો. અનિલ પટેલ સુધી. અનિલ પટેલ પર આક્ષેપ થયો છે કે તેમણે ચેરમેન બન્યા બાદ અસંખ્ય કોન્ટ્રાક્ટની લ્હાણી પોતાના મળતિયાઓને કરી છે.. જયારે ન્યૂઝ 18ની ટીમે આ સમગ્ર મુદ્દે જાત તપાસ કરી ત્યારે ઉડી ને આંખે વળગે તેવો એક વિશેષ કોન્ટ્રાક્ટ ધ્યાનમાં આવ્યો છે. સામાન્ય રીતે શ્રમિકોને રહેવા માટેની વ્યવસ્થા પૂરી પાડવાની જવાબદારી બાંધકામ સાઇટના બિલ્ડરની હોય છે.

છતાં શ્રમયોગી કલ્યાણ બોર્ડે રાજ્યની વિવિધ બાંધકામ સાઇટો પર હંગામી આવાસો બનાવવા મસમોટો કોન્ટ્રાક્ટ આપી દીધો હતો. ડો. અનિલ પટેલ ઉન્નતિ એન્જિનિયર્સને 4200 હંગામી આવાસો બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પણ 4200માંથી અંદાજે 2200 જેટલા આવાસો જ તૈયાર કરાયા હોવાનો દાવો કરાયો છે. વાત એવી પણ સામે આવી છે કે 4200 આવાસ બનાવવાના પાંચ કરોડ રૂપિયા એડવાન્સમાં જ ચૂકવાઇ ગયા હતા. અને આવાસ દીઠ રુપિયા 15 હજાર લેખે કોન્ટ્રાક્ટરને એડવાન્સમાં જ્યારે પ્રત્યેક યુનિટ દીઠ 2500 રૂપિયા માસિક
ભાડું પણ ચુકવવામાં આવ્યું હતું.આ કોન્ટ્રાક્ટ 6 વર્ષ માટે હતો. પરંતુ, શ્રમ વિભાગના નિયામકે કૌભાંડના પોપડા ઉખેડતા રાજ્ય સરકારે હાલ આ,કોન્ટ્રાક્ટ રદબાતલ કરી દીધો છે.

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડનાં સભ્ય સચિવ બી.એમ.પ્રજાપતિનાં જણાવ્યા પ્રમાણે, અનિલ પટેલ દ્વારા જે ચૂકણવી અને માહિતી આપવામાં આવી હતી તેમાં મોટુ કૌભાંડ સામે આવતા વિભાગે અમને તેમનાં વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું હતું જે બાદ આ પગલા લેવામાં આવ્યા છે.

આ મામલે ભાજપનાં નેતા અને ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડનાં પૂર્વ ચેરમેન ડો. અનિલ પટેલનું કહેવું છે કે, ત્યાં જ્યારે કોન્ટ્રાક્ટ અપાયો ત્યારે અમારી સાથે ગેસ કેડરનાં અધિકારીઓ પણ હતા.. FD વિભાગનાં, ક્લાસ વન અધિકારી અને ટેક્લિનકલ અધાકારીઓ તમામની હાજરીમાં તમામનાં સંયુક્ત નિર્ણયથી યોજનાઓ અમલમાં લેવામાં આવી છે. આપ જે ઉન્નતિ એન્જિયર્સની વાત કરી રહ્યાં છો તે પણ પ્રોપર પ્રોસેસથી કરવામાં આવી છે

કોન્ટ્રાક્ટ રદ થતા ઉન્નતિ એજન્સીએ હાઇકોર્ટમાં કેસ માંડયો હતો. જે કેસ હમણાં જ અગમ્ય કારણોસર પાછો ખેંચી લેવાયો છે. તો આ સમગ્ર મુદ્દે ડો. અનિલ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં દોષનો ટોપલો બોર્ડના પૂર્વ સભ્ય સચિવ આર.કે.પરમાર પર ઢોળ્યો હતો.

અમદાવાદની ઉન્નતિ એન્જિનિયર્સનાં સંચાલક માર્ગી મહેતાનાં જણાવ્યા પ્રમાણે, 6 વર્ષનો અમારો એગ્રીમેન્ટ હોવા છતાં અમને અચાનક જ કોન્ટ્રાક્ટ કેન્સલ કરી દેવામાં આવ્યો જે બાદ અમે કોર્ટમાં આ વિશે કેસ કર્યો.. અને કોર્ટે તેમને અમને અમારું પેમેન્ટ આપવા પણ જણાવ્યુ.. પણ હજુ સુધી અમને અમારું પેમેન્ટ મળ્યુ નથી.

આ કેસમાં શ્રમયોગી કલ્યાણ બોર્ડના ચેરમેન ડૉ અનિલ પટેલ પર જ શા માટે શંકા ની સોય સધાઇ રહી છે ? તે મુદ્દાને સમજીએ તો બોર્ડમાં ચેરમેનની જાણ બહાર કોઇ કાર્યો થઇ શકતા નથી, ચેરમેનની મંજૂરી વગર એક પણ પેમેન્ટ ન થઇ શકે, અને આ ખોટા કોન્ટ્રાક્ટની જાણ અનિલ પટેલને ન હોય તેવું બને જ નહીં ? કોઇપણ બોર્ડ એ સ્વાયત્ત સંસ્થા ગણાય છે. એટલે કે તે રાજ્ય સરકારના વિભાગથી સ્વતંત્ર બોડી છે. હોદ્દાની રૂએ બોર્ડમાં ચેરમેનની સંમતિ અને સહી વગર અને જાણ બહાર કોઇ જ કાર્યો થઇ શકતા નથી. ચેરમેનની મંજૂરી વગર એકપણ પેમેન્ટ પણ રિલીઝ થઇ શકતા નથી.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.