ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નું ગઈકાલે રાતે અકસ્માતમાં મોત નીપજ્યું.

SAMAY NEWS007  04 એપ્રિલ 2019


 અમદાવાદ: ગાંધીનગરમાં રહેતા અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈનું ગઈકાલે રાતે અકસ્માતમાં મોત નીપજ્યું છે. રાતે નોકરી પુરી કરી તેઓ ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઉવારસદ નજીક ડમ્પરચાલકે તેમના બાઇકને ટક્કર મારી હતી. અકસ્માત એટલે ગંભીર હતો કે તેઓએ હેલ્મેટ પહેર્યું હતું અને માથું ડમ્પર નીચે આવી જતા ઘટનાસ્થળે જ તેઓનું મોત થયું હતું.

ગાંધીનગરના સેક્ટર 2માં રહેતા હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ ગઈકાલે રાતે 10 વાગ્યાની આસપાસ નોકરી પુરી કરી ઘર તરફ જતા હતા. ઉવારસદ વળાંક પાસે તેઓ પહોંચ્યા ત્યારે પાછળથી આવેલા ટ્રકે ટક્કર મારી હતી. રાહુલભાઈ નીચે પટકાયા હતા અને તેઓનું માથું પાછળના વહીલમાં આવી ગયું હતું. રાહુલભાઈએ હેલ્મેટ પહેરેલું હોવા છતાં તેઓનો જીવ બચી શક્યો ન હતો અને હેલ્મેટ સાથે માથું છુંદાઇ ગયું હતું. ઘટનાને પગલે ચાંદખેડા પીઆઈ અને સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પોહચી ગયો હતો. અડાલજ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલકને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.