મહારાષ્ટ્રના નક્સલપ્રભાવિત વિસ્તાર ગઢચિરૌલીમાં આજે થયેલા આઇઇડી બ્લાસ્ટમાં 15 સુરક્ષા જવાન શહીદ થયા છે.

SAMAY NEWS007 01 એપ્રિલ 2019
મહારાષ્ટ્રના નક્સલપ્રભાવિત વિસ્તાર ગઢચિરૌલીમાં આજે થયેલા આઇઇડી બ્લાસ્ટમાં 15 સુરક્ષા જવાન શહીદ થયા છે. આ હુમલામાં ખાનગી બસના ડ્રાયવરનું પણ મોત થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલા પર શોક વ્યક્ત કર્યો છે તથા કહ્યું છે કે હુમલાના કાવતરાખોરોને છોડવામાં નહીં આવે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ હુમલા બાદ ડીજીપી અને ગઢચિરૌલીના એસપીના સંપર્કમાં છે અને કાર્યવાહી પર નજર રાખી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના કુરખેડા તાલુકાના દાદાપુર ગામમાં નક્સલીઓ 36 વાહનોને આગ ચાંપી હતી અને ત્યાર બાદ આ ઘટનાને પગલે ક્વિક રિસ્પોન્સ ટીમના કમાન્ડો ઘટનાસ્થળે રવાના થયા હતા. આ કમાંડો નક્સલીઓનો પીછો કરતા જંબુખેડા ગામના એક પુલ પર પહોંચ્યા હતા જ્યાં નક્સલીઓએ વિસ્ફોટ કર્યો હતો.

Comments

Popular posts from this blog

મહેસાણાઃ એક વર્ષ પૂર્વે ભાઇને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરનારા યુવક સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો.

મધ્યપ્રદેશનમાં એક મહિલાના ૮૦ હજારની કિંમતન બિલાડાનું મોત થતા એક પાર્લર સંચાલક સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી

અમદાવાદ: ગોતામાંથી એક યુવાનનુ દિન દહાડે અપહરણ કરવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા.